BIMSTEC Summit : શ્રીલંકામાં આર્થિક સંકટ વચ્ચે 5મી BIMSTEC કોન્ફરન્સ, PM મોદી 30 માર્ચે વર્ચ્યુઅલ રીતે ભાગ લેશે

BIMSTECએ બંગાળની ખાડી પાસે પ્રાદેશિક દેશોનું આંતરરાષ્ટ્રીય સંગઠન છે. હાલમાં ભારત, બાંગ્લાદેશ, મ્યાનમાર, શ્રીલંકા, થાઈલેન્ડ, ભૂતાન અને નેપાળ તેના સભ્ય દેશો છે. શ્રીલંકા હાલમાં સંસ્થાના પ્રમુખ છે.

BIMSTEC Summit : શ્રીલંકામાં આર્થિક સંકટ વચ્ચે 5મી BIMSTEC કોન્ફરન્સ, PM મોદી 30 માર્ચે વર્ચ્યુઅલ રીતે ભાગ લેશે
Narendra Modi will be attending the 5th BIMSTEC Summit on 30 March 2022Image Credit source: File Photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 26, 2022 | 11:54 AM

BIMSTEC Summit : 5મી BIMSTEC સમિટ એવા સમયે યોજાવા જઈ રહી છે જ્યારે શ્રીલંકા ભારે આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે અને મોટી સંખ્યામાં લોકો ત્યાંથી હિજરત કરવા મજબૂર થઈ રહ્યા છે. હાલમાં શ્રીલંકા (Srilanka) BIMSTECના અધ્યક્ષ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) આગામી સપ્તાહે 30 માર્ચ (બુધવાર)ના રોજ યોજાનારી BIMSTEC સમિટમાં ભાગ લેશે. આ સમિટ વર્ચ્યુઅલ મોડમાં થઈ રહી છે. લાંબા સમયથી રાહ જોવાતી BIMSTEC (ધી બે ઓફ બંગાળ ઇનિશિયેટિવ ફોર મલ્ટી-સેક્ટોરલ ટેકનિકલ એન્ડ ઇકોનોમિક કોઓપરેશન) સમિટ, આ મહિનાના અંતમાં શ્રીલંકામાં યોજાઇ રહી છે,

જેનો ઉદ્દેશ બંગાળની ખાડીમાં પ્રાદેશિક એકીકરણ પર રહેશે જ્યાં ચીન તેના પ્રયાસો ચાલુ રાખે છે.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?

BIMSTECએ બંગાળની ખાડીના કાંઠે પ્રાદેશિક દેશોની આંતરરાષ્ટ્રીય સંસ્થા છે. ભારત, બાંગ્લાદેશ, મ્યાનમાર, શ્રીલંકા, થાઈલેન્ડ, ભૂતાન અને નેપાળ તેના સભ્ય દેશો છે. શ્રીલંકા હાલમાં સંસ્થાના પ્રમુખ છે. તેની સ્થાપના 6 જૂન 1997ના રોજ બેંગકોકમાં કરવામાં આવી હતી. 30 માર્ચે યોજાનારી 5મી BIMSTEC સમિટનું આયોજન શ્રીલંકા દ્વારા કરવામાં આવ્યું છે અને તે વર્ચ્યુઅલ મોડમાં થશે. જો કે, જૂથના સાતેય સભ્યો વચ્ચે બેઠક અંગેના તમામ વિકલ્પોની ચર્ચા કરવામાં આવી હતી. પહેલા એવું કહેવામાં આવી રહ્યું હતું કે, જો આ કોન્ફરન્સનું આયોજન ભૌતિક રીતે કરવામાં આવે તો આર્થિક સંકટનો સામનો કરી રહેલા શ્રીલંકા માટે તે મદદરૂપ સાબિત થશે.

છેલ્લી સમિટ 2018 માં નેપાળમાં યોજાઈ હતી

છેલ્લી સમિટ 2018 માં નેપાળમાં યોજાઈ હતી, જ્યાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અન્ય સભ્ય દેશોના નેતાઓ હાજર હતા. BIMSTECમાં ભૂટાન, બાંગ્લાદેશ, નેપાળ, મ્યાનમાર, થાઈલેન્ડ, ભારત અને શ્રીલંકાનો સમાવેશ થાય છે.કોવિડ-19ની વૈશ્વિક મહામારીને કારણે શ્રીલંકા 2021માં સમિટનું આયોજન કરવામાં સક્ષમ ન હતું. જોકે, BIMSTECના વિદેશ મંત્રીઓએ વર્ચ્યુઅલ બેઠક કરી હતી. અને આ પ્રદેશમાં સામાન્ય સુરક્ષા જોખમોનો સામનો કરવા માટે, દેશોના NSA એ એક રોડમેપ તૈયાર કર્યો.

આ પણ વાંચો : Gujarat Assembly Election 2022 : શું પ્રશાંત કિશોર ફરી કોંગ્રેસ માટે કામ કરશે? રાહુલ અને પ્રિયંકા ગાંધીને મળ્યા, ‘મિશન ગુજરાત’ વિશે થઈ ચર્ચા!

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">