PM નરેન્દ્ર મોદી આજે સાંજે પ વાગે દેશને કરશે સંબોધન

|

Jun 07, 2021 | 2:44 PM

વડાપ્રધાન કાર્યલય (PMO) એ આજે ટવીટ કરીને જાહેરાત કરી છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ( PM NARENDRA MODI ) આજે સાંજે પાંચ વાગે દેશને સંબોધન કરશે.

PM નરેન્દ્ર મોદી આજે સાંજે પ વાગે દેશને કરશે સંબોધન
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે કરશે દેશને સંબોધન

Follow us on

કોરોનાની બીજી લહેર ધીમે ધીમે ઓસરી રહી છે તેવા સમયે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ( PM  NARENDRA MODI ) ટવીટ કરીને જાહેરાત કરી છે કે, તેઓ આજે સાંજે પાંચ વાગે દેશને સંબોધન કરશે. મનવામા આવી રહ્યુ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કોરોના વેક્સિનને લઈને કોઈ જાહેરાત કરી શકે છે.

દેશભરમાં કોરોનાના કેસ સતત ઘટી રહ્યાં છે. આજે દેશમાં કોરોનાના 100,636 કેસ સામે આવ્યા છે. કોરોનાના ઘટતા જતા કેસની વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, આજે 7 જૂનને સોમવારની સાંજે પાંચ વાગે દેશને સંબોધન કરશે. જેની જાણકારી પ્રાઈમ મિનીસ્ટર ઓફિસ (PMO India)ના સત્તાવાર ટવીટર હેન્ડલર દ્વારા જાહેર કરાઈ છે. જો કે એ હજુ સુધી સ્પષ્ટતા નથી કરાઈ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ક્યા મુદ્દે દેશને સંબોધન કરશે.

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

પરંતુ એવી સંભાવના છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કોરોના સંક્રમણના ઘટતા જતા કેસ વચ્ચે શરૂ થયેલ અનલોકની પ્રક્રિયા અને રસીકરણના મુદ્દે દેશવાસીઓને કોઈ અપિલ કરી શકે છે. આજે દેશમાં કોરોનાના 100636 કેસ સામે આવ્યા છે. જ્યા પાછલા બે મહિનામાં કોરોનાના કેસની સંખ્યા બહુ જ વધુ હતી. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના અહેવાલ અનુસાર છેલ્લા 24 કલાકમાં દેશમાં 2427 લોકોના કોરોનાથી મૃત્યુ થયા છે. જ્યારે 1,74,399 લોકોએ કોરોનાને માત કર્યા છે.

Published On - 1:47 pm, Mon, 7 June 21

Next Article