AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Union Budget 2023 : ‘બજેટથી દરેક વર્ગનું સપનુ થશે સાકાર’, કેન્દ્રીય બજેટ પર વડાપ્રધાન મોદીની પ્રતિક્રિયા

બજેટ (Union Budget 2023) પર પ્રતિક્રિયા આપતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, બજેટથી દરેક વર્ગનું સપનુ સાકાર થશે. વિકસિત ભારતનો વિરાટ સંકલ્પ પૂર્ણ કરશે આ બજેટ. તો બજેટથી મજબુત પાયાનું નિર્માણ થશે.

Union Budget 2023 : ‘બજેટથી દરેક વર્ગનું સપનુ થશે સાકાર’, કેન્દ્રીય બજેટ પર વડાપ્રધાન મોદીની પ્રતિક્રિયા
PM Narendra Modi
| Updated on: Feb 01, 2023 | 3:06 PM
Share

Union Budget 2023 : કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે સંસદમાં બજેટ રજૂ કર્યું છે. વડાપ્રધાને કહ્યું કે અમે ટેક્નોલોજી પર ઘણો ભાર મૂક્યો છે. તેમણે કહ્યું કે બજેટમાં વંચિતોને પ્રાથમિકતા આપવામાં આવી છે. મહિલાઓ માટે ખાસ બજેટ પણ છે. વડાપ્રધાને કહ્યું કે આ બજેટ ભારતના વિકાસને નવી ગતિ આપશે. તેમણે કહ્યું કે આ બજેટમાં MSMEનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે અને ચુકવણીની નવી વ્યવસ્થા પણ બનાવવામાં આવી છે. વડાપ્રધાને કહ્યું કે હું નિર્મલા સીતારમણને આ બજેટ માટે અભિનંદન આપું છું.

બજેટ પર પ્રતિક્રિયા આપતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, બજેટથી દરેક વર્ગનું સપનુ સાકાર થશે. વિકસિત ભારતનો વિરાટ સંકલ્પ પૂર્ણ કરશે આ બજેટ. તો બજેટથી મજબુત પાયાનું નિર્માણ થશે. તો વધુમાં ઉમેર્યું કે,દેશના દરેક ક્ષેત્રમાં વિકાસ થશે. આ ઉપરાંત ખેડુતો માટે પણ મહત્વકાંક્ષી યોજનાની જાહેરાત કરવામાં આવી છે.

નવા રોકાણથી નવી નોકરીઓની તક મળશે

વધુમાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે, નવા રોકાણથી નવી નોકરીઓની તક મળશે. તો અન્ન ક્ષેત્રને પણ પ્રોત્સાહન આપવામાં આવ્યુ છે. દેશના દરેક ક્ષેત્રમાં વિકાસ થશે. અને સાથે જ નવા રોકાણથી નવી નોકરીઓની તક મળશે.

આ બજેટ પ્રથમવાર અનેક પ્રોત્સાહક યોજનાઓ લઈને આવ્યુ છે

આ બજેટ પ્રથમવાર અનેક પ્રોત્સાહક યોજનાઓ લઈને આવ્યુ છે. આવા લોકો માટે ટ્રેનિંગ, ટેકનોલોજી, ક્રેડિટ અને માર્કેટ સપોર્ટની વ્યવસ્થા કરવામાં આવી છે. પીએમ વિશ્વકર્મા કૌશલ સમ્માન એટલે પીએમ વિકાસ યોજના કરોડો વિશ્વકર્માઓના જીવનમાં પરિવર્તન લાવશે. શહેરી મહિલાઓથી લઈ ગામડામાં રહેતી મહિલાઓ કારોબાર, રોજગાર કે વ્યસ્ત મહિલાઓ કે ગૃહિણીઓના જીવનને સરળ બનાવવા માટે છેલ્લા વર્ષોમાં સરકારે અનેક પગલાઓ લીધા છે.

મહિલાઓ માટે ખાસ બચત યોજના

બજેટમાં મહિલાઓ માટે શરૂ કરવામાં આવેલી યોજના અંગે પીએમ મોદીએ કહ્યું કે આ બજેટમાં મહિલાઓ માટે ખાસ બચત યોજના પણ શરૂ કરવામાં આવી રહી છે. આ બજેટ સહકારી સંસ્થાઓને ગ્રામીણ અર્થતંત્રનું મુખ્ય કેન્દ્ર બનાવશે. નવી પ્રાથમિક સહકારી સંસ્થાઓ બનાવવાની મહત્વકાંક્ષી યોજના પણ આ બજેટમાં જાહેર કરવામાં આવી છે.

PM મોદીએ કૃષિ ક્ષેત્ર પર શું કહ્યું?

પીએમ મોદીએ કહ્યું કે આ બજેટ સહકારી સંસ્થાઓને પ્રોત્સાહન આપશે, જ્યાં ગ્રામવાસીઓ માટે સુવિધાઓ હશે. તેમણે એમ પણ કહ્યું કે દૂધ અને માછલી ઉછેરનો વિસ્તાર થશે, કૃષિમાં ડિજિટલ વસ્તુઓને વધારવા માટે વ્યવસ્થા કરવામાં આવી છે. તેમણે કહ્યું કે આ બજેટ લોકોને આવકની નવી તકો આપવાનું કામ કરશે. વડાપ્રધાને કહ્યું કે MSME માટે બે લાખની વધારાની લોનની પણ ખાતરી આપવામાં આવી છે.

’10 લાખ કરોડનું રોકાણ થશે’

પ્રધાનમંત્રીએ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને રોકાણનો ઉલ્લેખ કરતા કહ્યું કે વર્ષ 2014ની સરખામણીમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણ 400%થી વધુ વધ્યું છે. તેમણે કહ્યું કે આ વખતે ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર 10 લાખ કરોડ રૂપિયાનું અભૂતપૂર્વ રોકાણ થશે. આ રોકાણ યુવાનો માટે રોજગારી અને મોટી વસ્તી માટે આવકની નવી તકોનું સર્જન કરશે.

પીએમ મોદીએ મિલેટ્સ પર શું કહ્યું?

પીએમ મોદીએ કહ્યું, “આજે જ્યારે મિલેટ્સ સમગ્ર વિશ્વમાં લોકપ્રિય બની રહી છે, ત્યારે તેનો મહત્તમ લાભ ભારતના નાના ખેડૂતોને થાય છે. હવે આ સુપર ફૂડને શ્રી અન્નના નામે નવી ઓળખ આપવામાં આવી છે. શ્રી અન્નથી અમારા નાના ખેડૂતો અને ખેતી કરતા ભાઈ-બહેનોને આર્થિક મદદ મળશે.

સુરતના આવશે સોનાના દિવસ ! હીરા ઉદ્યોગમાં ફરી તેજીના એંધાણ
સુરતના આવશે સોનાના દિવસ ! હીરા ઉદ્યોગમાં ફરી તેજીના એંધાણ
આજે કઈ રાશિએ સાવધાન રહેવું પડશે અને કોને મળશે સફળતા? જુઓ Video
આજે કઈ રાશિએ સાવધાન રહેવું પડશે અને કોને મળશે સફળતા? જુઓ Video
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
g clip-path="url(#clip0_868_265)">