Diwali 2021: વડાપ્રધાન મોદી જમ્મુના નૌશેરા પહોંચ્યા, સૈનિકો સાથે દિવાળીની કરશે ઉજવણી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) જમ્મુ-કાશ્મીરના (Jammu and Kashmir) રાજૌરીના નૌશેરા સેક્ટરમાં આર્મી જવાનો સાથે દિવાળીની ઉજવણી કરશે.

Diwali 2021: વડાપ્રધાન મોદી જમ્મુના નૌશેરા પહોંચ્યા, સૈનિકો સાથે દિવાળીની કરશે ઉજવણી
Pm Narendra Modi (file photo )
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 04, 2021 | 11:47 AM

દર વર્ષની જેમ આ વર્ષે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) સેનાના જવાનો સાથે દિવાળીનો તહેવાર ઉજવશે. આ અંતર્ગત તે જમ્મુ પહોંચી ગયા છે અને નૌશેરા જવા રવાના થયા છે. વડાપ્રધાન મોદી જમ્મુ-કાશ્મીરના (Jammu and Kashmir) રાજૌરીના નૌશેરા સેક્ટરમાં આર્મી જવાનો સાથે દિવાળી મનાવશે. આ દરમિયાન તેઓ જમ્મુ-કાશ્મીર અથવા લદ્દાખના સરહદી વિસ્તારની પણ મુલાકાત લેશે.

વાસ્તવમાં, ભારત ગુરુવારે વર્ષની સૌથી મોટી અને સૌથી મહત્વપૂર્ણ તહેવાર દિવાળીની ઉજવણી કરી રહ્યું છે,. પ્રકાશનો તહેવાર, જે બુરાઈ ઉપર સારાની જીતનો સંકેત આપે છે. દિવાળીનો તહેવાર દુનિયાભરમાં પ્રવાસી ભારતીયો દ્વારા મનાવવામાં આવતો સૌથી મોટો તહેવાર છે. ભારતભરના રાજ્યોએ તહેવારના દિવસે કોરોનાની સ્થિતિ અને વાયુ પ્રદૂષણને ધ્યાનમાં રાખીને અનેક માર્ગદર્શિકા જાહેર કરી છે.

કંઈક આવી જ હશે વડાપ્રધાન મોદીની દિવાળી વડાપ્રધાન મોદી સૈનિકો સાથે દિવાળી મનાવવા માટે નૌશેરા પહોંચ્યા છે. પીએમ મોદી બ્રિગેડ હેડક્વાર્ટરમાં જવાનો સાથે ચા અને બપોરનું ભોજન લેશે. તેમને સશસ્ત્ર દળોની તૈયારીઓ વિશે માહિતગાર કરવામાં આવશે અને વડા પ્રધાન જવાનોને પણ સંબોધિત કરે તેવી અપેક્ષા છે. 2019માં પણ પીએમ મોદીએ રાજૌરી જિલ્લામાં નિયંત્રણ રેખા (LOC) પર સૈનિકો સાથે તહેવારની ઉજવણી કરી હતી.

અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં
કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના

પીએમ મોદી જવાનોનું મનોબળ વધારશે વડાપ્રધાનની નૌશેરા, રાજૌરીની મુલાકાત એવા સમયે થઈ રહી છે જ્યારે પૂંચમાં આતંકીઓ વિરુદ્ધ સેનાનું ઓપરેશન ચાલી રહ્યું છે. પુંછમાં છેલ્લા 23 દિવસથી એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. પીએમ મોદીની મુલાકાતને ધ્યાનમાં રાખીને આ વિસ્તારમાં સુરક્ષા સઘન કરવામાં આવી છે. સાથે જ અધિકારીઓનું કહેવું છે કે પીએમ મોદીની આ મુલાકાત જવાનોનું મનોબળ વધારશે.

સૂત્રોના જણાવ્યા અનુસાર પીએમ મોદીની મુલાકાત દરમિયાન સેનાના ઉત્તરી કમાન્ડના તમામ વરિષ્ઠ સૈન્ય અધિકારીઓ નૌશેરામાં હાજર રહેશે. તમને જણાવી દઈએ કે હાલમાં જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓને ખતમ કરવા માટે મોટાપાયે ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. છેલ્લા 4 મહિનામાં ઘાટીમાં 14 જવાનો શહીદ થયા છે. આવી સ્થિતિમાં પીએમ મોદીની આ મુલાકાત જવાનોનું મનોબળ વધારવામાં મહત્વની ભૂમિકા ભજવશે.

સૂત્રોના જણાવ્યા અનુસાર પીએમ મોદીની મુલાકાત દરમિયાન સેનાના ઉત્તરી કમાન્ડના તમામ વરિષ્ઠ સૈન્ય અધિકારીઓ નૌશેરામાં હાજર રહેશે. તમને જણાવી દઈએ કે હાલમાં જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓને ખતમ કરવા માટે મોટાપાયે ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. છેલ્લા 4 મહિનામાં ઘાટીમાં 14 જવાનો શહીદ થયા છે. આ સ્થિતિમાં પીએમ મોદીની આ મુલાકાત જવાનોનું મનોબળ વધારવામાં મહત્વની ભૂમિકા ભજવશે.

આ પણ વાંચો : WHOની મંજૂરી બાદ કોવેક્સિન લગાવનાર ભારતીયોને આ તારીખથી અમેરિકામાં મળશે એન્ટ્રી

આ પણ વાંચો : Bhakti: જો જો ભૂલતા નહીં, દિવાળી પર આ સ્થાન પર દીવો નહીં પ્રગટાવો તો લક્ષ્મીજી પ્રસન્ન નહીં થાય !

g clip-path="url(#clip0_868_265)">