AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ‘આત્મનિર્ભર નારીશક્તિ સે સંવાદ’ અંતર્ગત સ્વ-સહાય જુથની મહિલાઓ સાથે કરી વાતચીત

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ‘આત્મનિર્ભર નારીશક્તિ સે સંવાદ’ અંતર્ગત સ્વ-સહાય જુથની મહિલાઓ સાથે વાતચીત કરી.આપને જણાવી દઈએ કે,ભારતમાં મોટી સંખ્યામાં સ્વ-સહાય જૂથો( Self-help groups) છે, જે મહિલા સશક્તિકરણમાં મોટું યોગદાન આપી રહ્યા છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ‘આત્મનિર્ભર નારીશક્તિ સે સંવાદ’ અંતર્ગત સ્વ-સહાય જુથની મહિલાઓ સાથે કરી વાતચીત
PM Narendra Modi (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 12, 2021 | 1:56 PM
Share

PM Narendra Modi: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ‘આત્મનિર્ભર નારીશક્તિ સે સંવાદ’ અંતર્ગત સ્વ-સહાય જુથની મહિલાઓ સાથે વિડિયો કોન્ફરન્સના માધ્યમથી વાતચીત કરી,સુત્રોનું માનીએ તો પીએમ મોદી સ્વ-સહાય જૂથો (Self Help Group members)સાથે સંકળાયેલી મહિલાઓની સફળતાનું સંક્ષિપ્ત વર્ણન અને નાની ખેતીમાંથી ઉત્પન્ન થતી આજીવિકા પર એક પુસ્તિકા પણ બહાર પાડશે.

ઉલ્લેખનીય છે કે,ભારતમાં મોટી સંખ્યામાં સ્વ-સહાય જૂથો( Self-help groups) છે, જે મહિલા સશક્તિકરણમાં મોટું યોગદાન આપી રહ્યા છે.  PMએ વિવિધ સ્વસહાય જૂથોને વિકાસલક્ષી સહાય પણ બહાર પાડી છે,જેનાથી આ જૂથોની કામગીરીને પ્રોત્સાહન  મળશે અને વધુ મહિલાઓ રાષ્ટ્રીય કલ્યાણમાં ( National Welfare)યોગદાન આપી શકશે.

આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ તબક્કાવાર રીતે ગ્રામીણ ગરીબ પરિવારોને સ્વ-સહાય જૂથો(SHGs)માં એકત્રિત કરીને તેમની આજીવિકામાં વિવિધતા લાવવા તેમજ તેમની આવક અને જીવનની ગુણવત્તા સુધારવા માટે તેમને લાંબા ગાળાની સહાય પૂરી પાડવાનો છે.

આ પણ વાંચો: Parliament Monsoon Session: સંજય રાઉતે રાજ્યસભામાં માર્શલ લો લાગુ કરવાનો આરોપ લગાવ્યો, પૂછ્યું શું આ આપણી સંસદીય લોકશાહી છે?

આ પણ વાંચો: World Elephant Day 2021: શું તમે હાથીને માનવીય પ્રવૃતિ કરતા જોયા છે ? જુઓ Photos

g clip-path="url(#clip0_868_265)">