વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, એઈમ્સમાં જઈને કોરોના રસીનો બીજો ડોઝ લીધો, લોકોને રસી લેવા કરી અપીલ

કોવીડ19 રસીકરણનો બીજો ડોઝ લીધા બાદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતે ટવીટ કરીને પોતે કોરોનાની રસીનો બીજો ડોઝ લીધો હોવાની વાત કરી. સાથો સાથ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકોને અપિલ પણ કરી છે કે તેઓ કોરોનાની રસી મૂકાવે.

  • Bipin Prajapati
  • Published On - 8:39 AM, 8 Apr 2021
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, એઈમ્સમાં જઈને કોરોના રસીનો બીજો ડોઝ લીધો, લોકોને રસી લેવા કરી અપીલ
કોરાનાની રસીનો બીજો ડોઝ લેતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી

દેશમાં કોરોનાના વધતા જતા કેસની સંખ્યાની વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM NARENDRA MODI) આજે સવારે એઈમ્સ હોસ્પિટલ (AIIMS) જઈને કોરોના રસીકરણનો બીજો ડોઝ લીધો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, કોરોના રસીનો પહેલો ડોઝ ગત 1 માર્ચ 20201ના રોજ લીધો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારત બાયોટેકમાં બનેલ રસીનો ડોઝ લીધો હતો.

કોવીડ19 રસીકરણનો બીજો ડોઝ લીધા બાદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતે ટવીટ કરીને પોતે કોરોનાની રસીનો બીજો ડોઝ લીધો હોવાની વાત કરી. સાથો સાથ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકોને અપિલ પણ કરી છે કે તેઓ કોરોનાની રસી મૂકાવે. તેના માટે કો વીન ( CoWin.gov.in )એપમાં જઈને રસીકરણ માટે નોંધણી કરાવીને રસી મૂકાવે. રસીકરણ જ એક એવો રસ્તો છે કે જેના દ્વારા કોરોનાના વાયરસને આપણે હરાવી શકીશુ.

સમાચાર સંસ્થાના અહેવાલ મુજબ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એઈમ્સ ખાતે મૂળ પંજાબની નર્સ નિશા શર્માએ રસી આપી હતી. નરેન્દ્ર મોદીને રસી આપતા સમયે નીશા શર્માની સાથે પુડ્ડુચેરીની નર્સ પી. નિવેદા પણ ઉપસ્થિત હતી.

 

શુ કહ્યુ રસી આપનાર નર્સે
મૂળ પંજાબના પણ એઈમ્સમાં નર્સ તરીકે ફરજ બજાવતી નીશા શર્માએ કહ્યુ કે, મારી સાથે પુડ્ડુચેરીની નર્સ પી નિવેદા પણ હાજર હતી. પી નિવેદા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોનાની રસીનો પહેલો ડોઝ લીધો ત્યારે પણ ઉપસ્થિત હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કોરોનાની રસીનો બીજો ડોઝ આપનાર નીશા શર્માએ કહ્યુ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, રસી મૂકાવતી વખતે વાત પણ કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કોરોનાની રસી આપવાની ઘટના મારા માટે સદા યાદગાર રહેશે તેમ નીશા શર્માએ કહ્યું હતું.

વડાપ્રધાને પહેલી માર્ચે કોરોનાની રસીનો પહેલો ડોઝ લીધો હતો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, કોરોનાની રસીનો પહેલો ડોઝ પહેલી માર્ચ 2021ના રોજ વહેલી સવારે એઈમ્સમાં લીધો હતો. પહેલી માર્ચ 2021થી દેશમાં કોરોનાની રસીકરણનો બીજો તબક્કો શરુ થયો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અચાનક એઈમ્સ પહોચીને કોરોનાની રસીનો પહેલો ડોઝ લીધો હતો. અને આજની જેમ જ રસી લીધા બાદ ટવીટર મારફતે પોતે કોરોનાની રસી મૂકાવી હોવાની જાણ કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોનાની રસીનો પહેલો ડોઝ લીધો ત્યારે પણ પુડ્ડુચેરીની નર્સ પી. નિવેદા હાજર હતા.