AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વડાપ્રધાન મોદીને મળ્યા નેપાળના PM શેર બહાદુર દેઉબા, હૈદરાબાદ હાઉસમાં ચાલી રહી છે પ્રતિનિધિમંડળ સ્તરની વાતચીત

નેપાળના વડાપ્રધાન શુક્રવારે ભારત પહોંચ્યા છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંન્દમ બાગચીએ જણાવ્યું કે જુલાઈ 2021માં પદ સંભાળ્યા બાદ દેઉબાની આ પ્રથમ દ્વિપક્ષીય વિદેશ યાત્રા છે.

વડાપ્રધાન મોદીને મળ્યા નેપાળના PM શેર બહાદુર દેઉબા, હૈદરાબાદ હાઉસમાં ચાલી રહી છે પ્રતિનિધિમંડળ સ્તરની વાતચીત
Prime Minister Narendra Modi and Nepal Prime Minister Sher Bahadur Deuba chair a meeting at Hyderabad House in Delhi
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 02, 2022 | 1:25 PM
Share

નેપાળ (Nepal)ના વડાપ્રધાન શેર બહાદુર દેઉબા (Sher Bahadur Deuba)એ 3 દિવસના ભારત પ્રવાસ દરમિયાન દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) સાથે મુલાકાત કરી. બંને નેતાઓની વચ્ચે મુલાકાત નવી દિલ્હીના હૈદરાબાદ હાઉસમાં થઈ. વિદેશ મંત્રાલયે જણાવ્યું કે વડાપ્રધાન મોદી અને નેપાળના પીએમ વચ્ચે હાલમાં પ્રતિનિધિમંડળ સ્તરની વાતચીત ચાલી રહી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિન્દમ બાગચીએ કહ્યું કે ભારત-નેપાળ સંબંધોને નવી ઉંચાઈઓ પર લઈ જવા માટે સાથે મળીને કામ કરવા ઈચ્છે છે. અમારી બહુપક્ષીય ભાગીદારી પર વ્યાપક વાટાઘાટો એજન્ડામાં છે. દેઉબાનો આજે ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ (Venkaiah Naidu)ને પણ મળવાનો કાર્યક્રમ છે.

નેપાળના વડાપ્રધાન શુક્રવારે ભારત પહોંચ્યા છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંન્દમ બાગચીએ જણાવ્યું કે જુલાઈ 2021માં પદ સંભાળ્યા બાદ દેઉબાની આ પ્રથમ દ્વિપક્ષીય વિદેશ યાત્રા છે. નેપાળના વડાપ્રધાનની સાથે તેમની પત્ની આરજુ દેઉબા પણ ભારત આવ્યા છે. આ મુલાકાત પહેલા વિદેશ મંત્રાલયે કહ્યું હતું ‘ભારત અને નેપાળના વર્ષો જુના મિત્રતાપૂર્ણ સંબંધ છે. હાલમાં બંને દેશોની વચ્ચે તમામ ક્ષેત્રોમાં સહયોગમાં મહત્વપૂર્ણ પ્રગતિ જોવા મળી છે.’ નિવેદન અનુસાર , ‘નેપાળના વડાપ્રધાનની આગામી મુલાકાત બંને દેશો વચ્ચે વિવિધ ક્ષેત્રોમાં વ્યાપક ‘દ્વિપક્ષીય જોડાણ’માં નોંધપાત્ર પ્રગતિની સમીક્ષા કરવાની અને બંને દેશોના લોકોના લાભ માટે તેને વધારવાની તક પૂરી પાડશે.

ભાજપ અધ્યક્ષ જે.પી.નડ્ડાને મળ્યા હતા શેર બહાદુર દેઉબા

નેપાળના વડાપ્રધાન શેર બહાદુર દેઉબાએ શુક્રવારે ભાજપ પાર્ટીના અધ્યક્ષ જે.પી.નડ્ડા અને અન્ય નેતાઓ સાથે મુલાકાત કરી. દેઉબા 3 દિવસીય ભારત પ્રવાસ પર છે. સુત્રોએ જણાવ્યું કે બંને નેતાઓએ પોતાની પાર્ટીઓની વચ્ચે સંબંધને મજબૂત કરવા પર ચર્ચા કરી. તેમને બંને પાડોશીઓની વચ્ચે ઐતિહાસિક સંબંધો પર પણ ચર્ચા કરી. નડ્ડા અને ભાજપના ફોરેન અફેર્સ સેલના પ્રમુખ વિજય ચોથાઈવાલા સહિત અન્ય લોકોએ દેઉબાનું સ્વાગત કર્યુ.

વારાણસીનો પ્રવાસ પણ કરશે શેર બહાદુર દેઉબા

શેર બહાદુર દેઉબાનો ભારત પ્રવાસ ઘણા મહત્વનો માનવામાં આવી રહ્યો છે. તેમના આ પ્રવાસને લઈ વિદેશ મંત્રાલય તરફથી કહેવામાં આવ્યું હતું કે તેનાથી નેપાળ અને ભારતની વચ્ચે જુના અને સૌહાર્દપૂર્ણ સંબંધ વધુ મજબૂત થશે. તેની સાથે જ તે દિલ્હીમાં ઉદ્યોગપતિઓ સાથે મુલાકાત કરશે. નેપાળ માટે રવાના થયા પહેલા દેઉબાની વારાણસી જવાની પણ યોજના છે.

આ પણ વાંચો: કોંગ્રેસની ઘટતી જતી વિશ્વસનીયતા અને ગાંધી પરિવારમાં સર્જાયેલી કટોકટી વચ્ચે શરદ પવાર 2024માં પીએમ બનવાની ફિરાકમાં છે?

આ પણ વાંચો: Coconut Farming: 80 વર્ષ સુધી ફળ આપે છે નાળિયેરનું ઝાડ, ખેડૂતો ઓછા ખર્ચે કરી શકે છે લાખોમાં કમાણી

પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો
પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો
અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ
અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
ભાજપના પ્રચાર પત્ર સાથે કવરમાં રૂપિયા અપાયાનો વીડિયો વાયરલ
ભાજપના પ્રચાર પત્ર સાથે કવરમાં રૂપિયા અપાયાનો વીડિયો વાયરલ
બહારનું ખાતા પહેલા ચેતજો! ઊંધિયું, જલેબી વેચતા વેપારીઓના ત્યાં ચેકિંગ
બહારનું ખાતા પહેલા ચેતજો! ઊંધિયું, જલેબી વેચતા વેપારીઓના ત્યાં ચેકિંગ
PM મોદીની ડિગ્રી મામલો, હાઈકોર્ટનો કડક અભિગમ, કેજરીવાલને લાગ્યો ઝટકો
PM મોદીની ડિગ્રી મામલો, હાઈકોર્ટનો કડક અભિગમ, કેજરીવાલને લાગ્યો ઝટકો
Breaking News :સુરતના હીરા દલાલે પૂરુ પાડ્યુ ઈમાનદારીનું ઉદાહરણ
Breaking News :સુરતના હીરા દલાલે પૂરુ પાડ્યુ ઈમાનદારીનું ઉદાહરણ
ખાદ્યતેલ ફરી બન્યું મોંઘું, સિંગતેલના ભાવમાં ભડકો, જુઓ Video
ખાદ્યતેલ ફરી બન્યું મોંઘું, સિંગતેલના ભાવમાં ભડકો, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">