બાંગ્લાદેશની મુલાકાતે રાષ્ટ્રપતિ કોવિંદ, પીએમ શેખ હસીના સાથે દ્વિપક્ષીય સહયોગના ઘણા મુદ્દાઓ પર થઈ ચર્ચા
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ તેમની પ્રથમ ત્રણ દિવસીય રાજકીય મુલાકાત પર પહેલા દિવસે રાજધાની ઢાકા પહોંચ્યા હતા, જે દરમિયાન તેમણે તેમના સમકક્ષ અબ્દુલ હમીદ સાથે વાતચીત કરી હતી. રાષ્ટ્રપતિ વડાપ્રધાન શેખ હસીનાને પણ મળ્યા હતા.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ (President Ram Nath Kovind) બાંગ્લાદેશની (Bangladesh) તેમની પ્રથમ ત્રણ દિવસની મુલાકાતે છે, જે દરમિયાન તેઓ વડાપ્રધાન શેખ હસીના (Prime Minister Sheikh Hasina) અને રાષ્ટ્રપતિ અબ્દુલ હમીદ (President Abdul Hamid)ને મળ્યા હતા. રાષ્ટ્રપતિએ બાંગ્લાદેશના બે ટોચના નેતાઓ સાથે પરસ્પર હિત અને દ્વિપક્ષીય સહયોગના અનેક મુદ્દાઓ પર ચર્ચા કરી.
રાષ્ટ્રપતિ કોવિંદે વડાપ્રધાન શેખ હસીના અને બાંગ્લાદેશના રાષ્ટ્રપતિ અબ્દુલ હમીદ સાથે ઢાકામાં પ્રતિનિધિમંડળ સ્તરની વાતચીત કરી હતી. બંને નેતાઓએ કનેક્ટિવિટી અને વેપાર, કોવિડ-19 સામેની લડાઈમાં સહકાર અને વિકાસ ભાગીદારી સહિત બંને દેશોના હિતના વ્યાપક મુદ્દાઓ પર ચર્ચા કરી.
બાંગ્લાદેશની ત્રણ દિવસની યાત્રા
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ તેમની પ્રથમ ત્રણ દિવસીય રાજકીય મુલાકાત પર પહેલા દિવસે રાજધાની ઢાકા પહોંચ્યા હતા, જે દરમિયાન તેમણે તેમના સમકક્ષ અબ્દુલ હમીદ સાથે વાતચીત કરી હતી અને 1971માં બાંગ્લાદેશની પાકિસ્તાનમાંથી મુક્તિની સુવર્ણ જયંતિની ઉજવણીમાં ભાગ લીધો.
Prime Minister Sheikh Hasina of Bangladesh called on President Ram Nath Kovind in Dhaka. Both leaders discussed several issues of mutual interest and bilateral cooperation between India and Bangladesh. pic.twitter.com/SmT915vPFU
— President of India (@rashtrapatibhvn) December 15, 2021
રાષ્ટ્રપતિ ભવને એક ટ્વીટમાં કહ્યું “બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાએ ઢાકામાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે મુલાકાત કરી. બંને નેતાઓએ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે પરસ્પર હિત અને દ્વિપક્ષીય સહયોગના અનેક મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.” બંને પક્ષોએ બહુપક્ષીય અને વ્યાપક દ્વિપક્ષીય સંબંધોમાં પ્રગતિની સમીક્ષા કરી. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું કે બંને નેતાઓએ 1971ના મુક્તિ યુદ્ધની ભાવનાને પણ યાદ કરી અને 6 ડિસેમ્બરે મિત્ર દિવસની સંયુક્ત ઉજવણી પર સંતોષ વ્યક્ત કર્યો.
President Ram Nath Kovind held delegation-level talks with Bangladesh President Abdul Hamid in Dhaka. Both leaders discussed wide-ranging issues of interest for both the countries, including connectivity and trade, cooperation in fight against Covid-19 & development partnerships. pic.twitter.com/6aGcmjgUUA
— ANI (@ANI) December 15, 2021
બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય મુદ્દાઓ પર ચર્ચા
એક અન્ય ટ્વીટમાં કહ્યું “બાંગ્લાદેશના વિદેશ પ્રધાન ડૉ એકે અબ્દુલ મોમેને રાષ્ટ્રપતિ કોવિંદ સાથે અલગથી મુલાકાત કરી અને “તેમને દ્વિપક્ષીય સહકાર અને ભાવિ સંયુક્ત પ્રોજેક્ટ્સમાં ઉત્કૃષ્ટ પ્રગતિ વિશે માહિતગાર કર્યા, જેમાં કનેક્ટિવિટી ક્ષેત્રનો સમાવેશ થાય છે.”
President Ram Nath Kovind visited Bangabandhu Memorial Museum and paid his respects to Bangabandhu Sheikh Mujibur Rahman. pic.twitter.com/ASdzZ49mCn
— President of India (@rashtrapatibhvn) December 15, 2021
બાંગ્લાદેશના વિદેશ મંત્રાલયે પણ ટ્વીટ કરીને કહ્યું “વિદેશ પ્રધાન ડૉ. મોમેને ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે મુલાકાત કરી અને દ્વિપક્ષીય મુદ્દાઓ પર ચર્ચા કરી. મહાનુભાવોએ બંને દેશો વચ્ચેના હાલના મૈત્રીપૂર્ણ સંબંધોને વધુ મજબૂત કરવાની તેમની ઈચ્છાનો પુનરોચ્ચાર કર્યો હતો. મોહમ્મદ શહરયાર આલમ અને એમ.બી.મોમેન વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
રાષ્ટ્રપતિ કોવિંદ સાથે વડાપ્રધાન હસીનાની મુલાકાત પછી મીડિયા બ્રીફિંગમાં વિદેશ પ્રધાન મોમેને જણાવ્યું હતું કે તેમણે ભારતીય નેતાને કહ્યું હતું કે બંને દેશોએ અત્યાર સુધીમાં ઘણા પડતર દ્વિપક્ષીય મુદ્દાઓનું નિરાકરણ કર્યું છે અને બાકીના મુદ્દાઓ ચર્ચા દ્વારા ઉકેલાય તેવી અપેક્ષા છે.