ક્વીન એલિઝાબેથના અંતિમ સંસ્કારમાં હાજરી આપવા લંડન જશે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ

|

Sep 14, 2022 | 4:30 PM

મહારાણી એલિઝાબેથ દ્વિતીયનું 8 સપ્ટેમ્બરના રોજ અવસાન થયું હતું, જેમના અંતિમ સંસ્કાર લંડન સ્થિત વેસ્ટમિન્સ્ટર એબ્બેમાં 19 સપ્ટેમ્બરના રોજ થશે, જ્યાં ઘણાં દેશના પ્રમુખ આવશે. ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ (Draupadi Murmu) મહારાણી એલિઝાબેથ દ્વિતીયના અંતિમ સંસ્કારમાં હાજરી આપવા લંડન જશે.

ક્વીન એલિઝાબેથના અંતિમ સંસ્કારમાં હાજરી આપવા લંડન જશે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ
President Draupadi Murmu

Follow us on

ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ (Draupadi Murmu) મહારાણી એલિઝાબેથ દ્વિતીયના અંતિમ સંસ્કારમાં હાજરી આપવા લંડન જશે. વિદેશ મંત્રાલયે જાણકારી આપી છે કે રાષ્ટ્રપતિ મુર્મૂ 17-19 સપ્ટેમ્બર સુધી બ્રિટનની મુલાકાતે જશે, જ્યાં તેઓ મહારાણીના અંતિમ સંસ્કારમાં હાજરી આપશે અને ભારત સરકાર તરફથી શોક વ્યક્ત કરશે. બ્રિટનની મહારાણી એલિઝાબેથ દ્વિતીયનું (Queen Elizabeth 2) 8 સપ્ટેમ્બરના રોજ અવસાન થયું હતું, તેમના અંતિમ સંસ્કાર લંડનના વેસ્ટમિંસ્ટર એબ્બેમાં 19 સપ્ટેમ્બરના રોજ કરવામાં આવશે, જ્યાં ઘણાં દેશના પ્રમુખ આવશે. વિદેશ મંત્રાલયે એક પ્રેસ રિલીઝમાં કહ્યું હતું કે, મહારાણી એલિઝાબેથ દ્વિતીયના 70 વર્ષના શાસનકાળમાં ભારત-બ્રિટેનના સંબંધો ખૂબ વિકસિત, વિકસ્યા અને મજબૂત થયા છે. તેમને રાષ્ટ્રમંડળના પ્રમુખ તરીકે દુનિયાભરના લાખો લોકોના કલ્યાણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

મહારાણીના અંતિમ સંસ્કારમાં દુનિયાભરના 2000 મહેમાનો ભાગ લેશે, જેમાં લગભગ 500 મહાનુભાવો હાજરી આપશે. મહારાણીના અંતિમ સંસ્કાર ભારતીય સમયાનુસાર સવારે 3.30 કલાકે કરવામાં આવનાર છે. જે દેશો સાથે બ્રિટનના રાજદ્વારી સંબંધો છે તે દેશોના નેતાઓને અંતિમ સંસ્કાર માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડન પણ તેમની પત્ની બાઈડન સાથે મહારાણીના અંતિમ સંસ્કારમાં હાજરી આપવા લંડન જશે.

દુનિયાભરના આ નેતાઓ પહોંચશે લંડન

ન્યુઝીલેન્ડના વડાપ્રધાન જેસિન્ડા આર્ડન 24 કલાકની મુસાફરી બાદ લંડન પહોંચશે. કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડો અને ઓસ્ટ્રેલિયન પ્રધાનમંત્રી એન્થની અલ્બનીઝ પણ 19 સપ્ટેમ્બરે લંડનમાં હશે. પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અંતિમ સંસ્કારમાં હાજરી આપવા જશે કે કેમ તે હજુ સુધી કન્ફર્મ કરવામાં આવ્યું નથી, પરંતુ રાષ્ટ્રપતિના જવાની પુષ્ટિ થઈ ગઈ છે.

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

આ સિવાય શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘ અને બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના પણ મહારાણીના અંતિમ સંસ્કારમાં સામેલ થશે. અન્ય આંતરરાષ્ટ્રીય નેતાઓમાં આઈરિશ તાઓસીચ માઈકલ માર્ટિન, જર્મન રાષ્ટ્રપતિ ફ્રેન્ક-વાલ્ટર સ્ટીનમીયર, ઈટાલિયન રાષ્ટ્રપતિ સર્જિયો મેટારેલા અને યુરોપિયન કમિશનના અધ્યક્ષ ઉર્સુલા વોન ડેર લેયનનો સમાવેશ થશે.

તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગન, ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન અને જાપાનના સમ્રાટ નરુહિતો પણ લંડનની મુલાકાતે આવે તેવી શક્યતા છે. બ્રાઝિલના રાષ્ટ્રપતિ જાયર બોલ્સોનારો અને દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ યુન સુક-યોલની મુલાકાતની પણ જાહેરાત કરવામાં આવી છે.

Next Article