PM Modi Birthday : મોદીના જન્મદિવસને ઐતિહાસિક બનાવવાની તૈયારી, 1 દિવસમાં 1.5 કરોડ લોકોને વેક્સિન આપવાનું લક્ષ્ય

PM Modi's birthday : આજના દિવસે બીજેપી મોટી સંખ્યામાં Covid-19 રસીકરણ (Covid-19 Vaccination) નો રેકોર્ડ બનાવવા માંગે છે. આ રેકોર્ડને પહોંચી વળવા માટે, પાર્ટી આ દિવસે વધુમાં વધુ લોકોને રસી આપવામાં આવે તે સુનિશ્ચિત કરવા માટે આરોગ્ય સ્વયંસેવકોને તૈયાર કરી રહી છે.

PM Modi Birthday : મોદીના જન્મદિવસને ઐતિહાસિક બનાવવાની તૈયારી, 1 દિવસમાં 1.5 કરોડ લોકોને વેક્સિન આપવાનું લક્ષ્ય
Preparations to make PM Modi's birthday historic!
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 17, 2021 | 8:02 AM

ભારતીય જનતા પાર્ટી (BJP) નું લક્ષ્ય શુક્રવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) ના જન્મ દિવસને ઐતિહાસિક બનાવવાનું છે. આજના દિવસે બીજેપી મોટી સંખ્યામાં Covid-19 રસીકરણ (Covid-19 Vaccination) નો રેકોર્ડ બનાવવા માંગે છે. આ રેકોર્ડને પહોંચી વળવા માટે, પાર્ટી આ દિવસે વધુમાં વધુ લોકોને રસી આપવામાં આવે તે સુનિશ્ચિત કરવા માટે આરોગ્ય સ્વયંસેવકોને તૈયાર કરી રહી છે. ભારતે અગાઉ એક જ દિવસમાં એક કરોડથી વધુ કોવિડ -19 રસીઓ આપવાનો રેકોર્ડ બનાવ્યો છે.

બીજી બાજુ, ભાજપે આ દિવસને યાદગાર બનાવવા માટે એક દિવસમાં 1.5 કરોડ લોકોને રસી આપવાનો લક્ષ્યાંક રાખ્યો છે. પક્ષના વરિષ્ઠ નેતાઓએ કહ્યું કે અમે ઈચ્છીએ છીએ કે આ દિવસે રસીકરણની સંખ્યા એટલી વધારે હોવી જોઈએ કે આ દિવસ ઈતિહાસમાં નોંધાય. ભાજપના મહાસચિવ અને આરોગ્ય સ્વયંસેવકોની પહેલના પ્રભારી તરુણ ચુગે જણાવ્યું હતું કે પક્ષના વડા જેપી નડ્ડા વડાપ્રધાનનો જન્મદિવસ ખાસ રીતે ઉજવવા માગે છે.

પ્રધાનમંત્રી દિવસ-રાત કરી રહ્યા છે કામ

આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?

ચુગે કહ્યું, “જે લોકો માટે રાતદિવસ કામ કરી રહ્યા છે તેવા લોકોની સુરક્ષા કરતાં વિશેષ શું હોઈ શકે? આ ગૌરવની વાત છે કે અમારી પાસે બે કોવિડ રસી છે અને અમે નાગરિકોને આ જીવલેણ રોગચાળાથી બચાવી શકીએ છીએ. આ દિવસે રેકોર્ડબ્રેક રસીકરણ પીએમ મોદીને યોગ્ય ભેટ હશે કારણ કે તેમણે લોકોને કોવિડથી સુરક્ષિત રાખવા માટે સખત મહેનત કરી છે.

ગુરુવારે 77 કરોડ લોકોને કરાયા વેક્સિનેટ

ભાજપના વરિષ્ઠ નેતાઓએ કહ્યું કે, આ તે લોકો માટે પણ યોગ્ય જવાબ હશે જેમણે અશુદ્ધ રાજકીય કારણોસર લોકોમાં ખચકાટ પેદા કરવાનો પ્રયાસ કર્યો અને આમ લોકોના જીવનને જોખમમાં મૂક્યું. રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાનમાં, ભારતનું કોવિડ -19 રસીકરણ કવરેજ ગુરુવારે 77 કરોડનો સીમાચિહ્ન (77,17,36,406) પાર કરી ગયું. ગુરુવારે સાંજે 7 વાગ્યા સુધી રસીના 57,11,488 ડોઝ આપવામાં આવ્યા હતા.

આ પણ વાંચો –

Covid Vaccine: માટે લોકોને પ્રેરિત કરો, પીએમ મોદીને તેમના જન્મદિવસ પર સૌથી મોટી ભેટ આપો, આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કરી અપીલ

આ પણ વાંચો –

PM Modi Untold Stories : મગર પકડવાથી લઇને પીએમ બનવાની ભવિષ્યવાણી સુધી, પીએમ મોદીની કેટલીક અજાણી વાતો

આ પણ વાંચો –

Maharashtra: બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સમાં મોટો અકસ્માત, બાંધકામ હેઠળનો ફ્લાયઓવર ધરાશાય, 9 કામદાર ઘાયલ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">