AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi Untold Stories : મગર પકડવાથી લઇને પીએમ બનવાની ભવિષ્યવાણી સુધી, પીએમ મોદીની કેટલીક અજાણી વાતો

PM Narendra Modi Birthday : વડાપ્રધાનનું જીવન એક ખુલ્લી કિતાબ જેવું રહ્યું છે, પરંતુ ઘણા લોકો માટે પીએમ મોદીના જીવનની ઘણી કહાનીઓ અનટોલ્ડ છે, ઘણી વાર્તાઓ સાંભળેલી નથી. આવો આજે આવી જ કેટલીક વાતો વિશે જાણીએ

PM Modi Untold Stories : મગર પકડવાથી લઇને પીએમ બનવાની ભવિષ્યવાણી સુધી, પીએમ મોદીની કેટલીક અજાણી વાતો
Untold stories of Prime Minister of India
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 17, 2021 | 7:22 AM
Share

PM Modi Untold Stories: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વર્ષ 2014 બાદ રાજકારણમાં એક દમદાર વૈશ્વિક નેતા તરીકે સામે આવ્યા છે. ઘણી મોટી બાબતોમાં તેમની નિર્ણય લેવાની ક્ષમતાથી તેમણે દેશ અને દુનિયાને દેખાડી દીધુ કે તે પોતાના ઇરાદાના કેટલા પાક્કા છે. તેઓ પોતાના આલોચકોને પણ સકારાત્મક્તા સાથે લે છે. તેમણે પોતાના ભાષણોમાં કહ્યુ છે કે તેમને આલોચનામાંથી પ્રેરણા મળે છે.

17 સપ્ટેમ્બર તેમનો જન્મ દિવસ (PM Modi 71st Birthday) છે. વર્ષ 1950 ના આજ દિવસે તેમનો જન્મ થયો હતો અને આ વર્ષે પોતાના 71 પુરા કરીને તેઓ પોતાના 72 માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે.

વડાપ્રધાનનું જીવન એક ખુલ્લી કિતાબ જેવું રહ્યું છે, પરંતુ ઘણા લોકો માટે પીએમ મોદીના જીવનની ઘણી કહાનીઓ અનટોલ્ડ છે, ઘણી વાર્તાઓ સાંભળેલી નથી. આવો આજે આવી જ કેટલીક વાતો વિશે જાણીએ

નાનપણમાં સંન્યાસી બનવા માંગતા હતા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બાળપણથી જ સંન્યાસી બનવા માંગતા હતા. ગુજરાતના વડનગરમાં જન્મેલા નરેન્દ્રને નાનપણથી સાધુ જીવન અને સંન્યાસ પસંદ હતા. એકવાર તે ઘર છોડીને પણ ચાલ્યા ગયા હતા. નરેન્દ્ર મોદીનું બાળપણ 6 ભાઈ -બહેનોના પરિવારમાં ગરીબીમાં પસાર થયું છે. તેમના પિતાની વડનગર રેલવે સ્ટેશન પર ચાની દુકાન હતી અને તે શાળામાંથી આવ્યા બાદ ચા વેચતો હતો.

વકૃત્વ કળામાં બાળપણથી હોશિયાર હતા

નરેન્દ્રનું શાળાનું શિક્ષણ વડનગરમાં જ થયું. તેઓ નાનપણથી જ વાણી કળામાં નિપુણ હતા. આજે પણ તેમના ભાષણોમાં ઘણો પ્રભાવ જોવા મળે છે. તે દરેક વર્ગને પોતાના ભાષણોથી આકર્ષે છે.

દમદાર અવાજ, તરવામાં પણ અવ્વલ

નરેન્દ્ર મોદી બાળપણથી જ સદાચારી હતા. તે વિવિધ અભ્યાસેતર પ્રવૃત્તિઓમાં નિષ્ણાત હતા. તેમને વિજ્ઞાન અને ઇતિહાસ વિષયોનો ખૂબ શોખ હતો. અભ્યાસમાં સારા હોવા ઉપરાંત તેઓ શેરો-શાયરી માટે પણ જાણીતા હતા. તેની અસર આજે પણ તેમના ભાષણોમાં દેખાય છે. તેમનો અવાજ અને અભિનય કુશળતા પણ છે. એટલું જ નહીં, નરેન્દ્ર મોદી બાળપણથી જ એક સારા તરવૈયા પણ છે.

મગરના બચ્ચાંને પકડી લાવ્યા હતા

નરેન્દ્ર મોદીના બાળપણની આ વાર્તા પણ શાનદાર છે. તે પોતાના બાળપણના મિત્ર સાથે શર્મિષ્ઠા સરોવર ગયો હતો અને ત્યાંથી તેણે માત્ર એક બાળક મગર પકડ્યો હતો. પછી તેની માતા હીરા બાએ તેને સમજાવ્યું હતું કે બાળકને માતાથી અલગ કરવું કેટલું ખરાબ છે. માતાની વાત સમજ્યા બાદ તેઓએ મગરના બાળકને તળાવમાં પાછો છોડી દીધો હતો.

શરણાઇ વાદકોને આમલી બતાવીને હેરાન કરતા

નરેન્દ્ર મોદી પણ બાળપણમાં તોફાની હતા. તેમણે મન કી બાત કાર્યક્રમમાં તોફાની કિસ્સોનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેણે કહ્યું હતું કે હું શરણાઈ વગાડનારાઓને આમલી બતાવતો હતો, જેથી તેમના મોમાં પાણી આવી જાય અને તેઓ શરણાઈ વગાડી ન શકે.

પશુ-પક્ષીઓથી પ્રેમ અને દયાળુ સ્વભાવ

નરેન્દ્ર મોદીને બાળપણથી જ પ્રાણીઓ અને પક્ષીઓ સાથે પ્રેમ હતો. કિશોર મકવાણાએ ‘કોમનમેન નરેન્દ્ર મોદી’માં એક કિસ્સો લખ્યો છે. તેમના શાળાના દિવસો દરમિયાન, નરેન્દ્ર એનસીસી કેમ્પમાં ગયા જ્યાં તેને બહાર જવાની મનાઈ હતી. ગોવર્ધનભાઈ પટેલ નામના શિક્ષક જ્યારે મોદીને એક થાંભલા પર ચઢતા જોઈને ખૂબ ગુસ્સે થયા, પરંતુ બીજી જ ક્ષણે તેમણે નરેન્દ્રને થાંભલા પર ચઢીને ફસાયેલા પક્ષીને બચાવવાનો પ્રયાસ કરતા જોયો. તેમણે નરેન્દ્રના આ કાર્યની પ્રશંસા કરી.

મોદીના જૂતાની કહાણી

નરેન્દ્ર મોદીના ઘરની આર્થિક સ્થિતિ સારી નહોતી. પરિવાર માટે જૂતા ખરીદવા શક્ય ન હતા. એકવાર તેના કાકાએ તેને સફેદ કેનવાસ પગરખાં ખરીદી આપ્યા. રંગ સફેદ હતો તો પગરખાં ગંદા થવાનો ભય હતો અને નરેન્દ્ર મોદી પાસે પોલિશ માટે પૈસા નહોતા. તેથી તેણે એક રસ્તો શોધ્યો. શાળામાં શિક્ષક જે ચોકના ટુકડાને ફેકી દે તેને જમા કરીને તેનો પાવડર બનાવીને પોતાના જુતા પર લગાવી દેતા હતા જેથી તે સફેદ રહે.

જ્યારે અમિતાભ બચ્ચનને લઇ ગયા ફિલ્મ જોવા

નરેન્દ્ર મોદીના 66 માં જન્મદિવસે બોલીવુડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચને એક કિસ્સો શેર કર્યો હતો. બિગ બીના શબ્દોમાં કહીએ તો, “હું તમને મુખ્યમંત્રી નિવાસસ્થાને પ્રથમ વખત મળ્યો હતો. તે એક સામાન્ય ઘર હતું અને તે એકદમ સામાન્ય રૂમ હતો. હું મારી ફિલ્મ ‘પા’ માટે કરમુક્તિની માંગણી કરવા તમને મળવા ગયો હતો. પછી તમે કહ્યું કે ચાલો સાથે મળીને ફિલ્મ જોઈએ. તમે તમારી પોતાની કારમાં થિયેટર લઇ ગયા. મારી સાથે ફિલ્મ જોઈ અને સાથે ખાધું. દરમિયાન, ગુજરાત પ્રવાસન વિશે પણ તમારી સાથે વાતચીત થઈ હતી. અમિતાભ ગુજરાત ટૂરિઝમના બ્રાન્ડ એમ્બેસેડર પણ છે. તેમનો સંવાદ ‘કુછ દિન તો ગુજારો ગુજરાત મેં’ ખૂબ જ લોકપ્રિય થયો.

ધીરુભાઇ અંબાણીએ કરી હતી તેમના પીએમ બનવાની ભવિષ્યવાણી

રિલાયન્સના સ્થાપક ધીરુભાઈ અંબાણીએ નરેન્દ્ર મોદીના વડાપ્રધાન બનવાની આગાહી કરી હતી. તેમના ઉદ્યોગપતિ પુત્ર અનિલ અંબાણીએ આ વિશે જણાવ્યું હતું. આ કિસ્સો શેર કરતાં તેમણે લખ્યું કે, હું 1990 ના દાયકામાં પહેલી વખત નરેન્દ્ર મોદીને મળ્યો હતો. ત્યારે મારા પિતા ધીરુભાઈ અંબાણીએ તેમને ઘરે જમવા માટે બોલાવ્યા. વાતચીત બાદ પિતાએ કહ્યું હતું – લાંબી રેસનો ઘોડો છે, નેતા છે, પીએમ બનશે.

આ પણ વાંચો –

Horoscope Today: દૈનિક રાશિફળ, મીન 17 સપ્ટેમ્બર: કેટલાક સ્વાર્થી લોકો તમારા સરળ સ્વભાવનો ઉપયોગ કરી શકે, આજે નકારાત્મક લોકોની મુલાકાત ટાળો

આ પણ વાંચો –

અમદાવાદ કોર્પોરેશન કરશે પીએમ મોદીના જન્મ દિવસની અનોખી ઉજવણી, 71 હજાર વૃક્ષો વાવી નમો વન બનાવાશે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહ પતંગબાજો સાથે પેચ લડાવતા જોવા મળ્યા
કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહ પતંગબાજો સાથે પેચ લડાવતા જોવા મળ્યા
Breaking news : હજારો કિલો ઊંધિયુ-જલેબી ઝાપટી જશે ગુજરાતીઓ, જુઓ Video
Breaking news : હજારો કિલો ઊંધિયુ-જલેબી ઝાપટી જશે ગુજરાતીઓ, જુઓ Video
Breaking news : પંચમહાલમાં ગાઢ ધુમ્મસની ચાદર પથરાઈ
Breaking news : પંચમહાલમાં ગાઢ ધુમ્મસની ચાદર પથરાઈ
અમદાવાદમાં ઉત્તરાયણ પર્વની ઉલ્લાસભેર ઉજવણી, જુઓ VIDEO
અમદાવાદમાં ઉત્તરાયણ પર્વની ઉલ્લાસભેર ઉજવણી, જુઓ VIDEO
તમારું સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે, વ્યવસાયિક સંપર્કોમાં સુધારો થશે
તમારું સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે, વ્યવસાયિક સંપર્કોમાં સુધારો થશે
પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો
પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો
અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ
અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
g clip-path="url(#clip0_868_265)">