AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Prashant Kishor કોંગ્રેસમાં જોડાશે? સોનિયા ગાંધીના ઘરે મળેલી બેઠકમાં 2024ની રણનીતિ પર આપ્યું પ્રેઝન્ટેશન

કોંગ્રેસના નેતા કેસી વેણુગોપાલે કહ્યું કે, પ્રશાંત કિશોરે પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધી (Sonia Gandhi) અને કેટલાક મોટા નેતાઓની સામે 2024માં યોજાનારી ચૂંટણીને લઈને એક પ્રેઝન્ટેશન રજૂ કર્યું.

Prashant Kishor કોંગ્રેસમાં જોડાશે? સોનિયા ગાંધીના ઘરે મળેલી બેઠકમાં 2024ની રણનીતિ પર આપ્યું પ્રેઝન્ટેશન
Prashant Kishor gives 2024 election plan to Congress Image Credit source: ( File photo- PTI)
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 16, 2022 | 5:05 PM
Share

આજે કોંગ્રેસના (Congress) અધ્યક્ષ સોનિયા ગાંધીના (Sonia Gandhi) નિવાસસ્થાને પાર્ટીના વરિષ્ઠ નેતાઓની બેઠક યોજાઈ હતી. આ બેઠક ચાર કલાક સુધી ચાલી હતી. આ બેઠકમાં કોંગ્રેસ સંગઠન મહાસચિવ કેસી વેણુગોપાલ, વરિષ્ઠ નેતા અંબિકા સોની, મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી (Rahul Gandhi) અને કેટલાક અન્ય નેતાઓ હાજર હતા. આ ઉપરાંત ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોર (Prashant Kishor) પણ બેઠકમાં હાજર રહ્યા હતા. સૂત્રો અનુસસર કોંગ્રેસે પ્રશાંત કિશોરને પાર્ટીમાં જોડાવા અને સલાહકાર તરીકે કામ કરવા કહ્યું છે. કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલે કહ્યું કે, તેમણે પાર્ટીમાં જોડાવા માટે રસ દાખવ્યો છે અને પાર્ટીની નબળાઈઓ અને સુધારા માટે શું કરવાની જરૂર છે તેના પર પ્રેઝન્ટેશન આપ્યું છે.

તેમજ કેસી વેણુગોપાલે કહ્યું કે પ્રશાંત કિશોરે પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધી અને કેટલાક મોટા નેતાઓને 2024માં યોજાનારી ચૂંટણીને લઈને એક પ્રેઝન્ટેશન આપ્યું હતું. આ પ્રેઝન્ટેશનની સમીક્ષા માટે એક ટીમ બનાવવામાં આવશે, જે થોડા સમય બાદ તેનો રિપોર્ટ આપશે અને ત્યારબાદ આખરી નિર્ણય લેવામાં આવશે. પાંચ રાજ્યોમાં તાજેતરની ચૂંટણીમાં મળેલી હાર બાદ કોંગ્રેસ પાર્ટી પ્રશાંત કિશોર સાથે ફરી વાતચીત શરૂ કરવાનો પ્રયાસ કરી રહી છે.

કોંગ્રેસ 2024ની લોકસભા ચૂંટણી માટે જીતની સંભાવનાઓને પુનર્જીવિત કરવાની અને આમ આદમી પાર્ટી અને તૃણમૂલ કોંગ્રેસના ઉભરતા પડકાર સામે સારું પ્રદર્શન કરવાની આશા રાખતી હતી. પરંતુ પાંચ વિધાનસભા ચૂંટણીના પરિણામો કોંગ્રેસ માટે એક આંચકા તરીકે આવ્યા હતા. પ્રશાંત કિશોરે અગાઉ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી અને પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ પ્રિયંકા ગાંધી સાથે પણ વાતચીત કરી હતી. જોકે મંત્રણા બાદ કંઈ થઈ શક્યું નથી.

પ્રશાંત કિશોરે 2017ની પંજાબ વિધાનસભા ચૂંટણી દરમિયાન કોંગ્રેસ સાથે કામ કર્યું છે. તેમને 2017ની પંજાબ ચૂંટણીમાં કોંગ્રેસ અને કેપ્ટન અમરિંદર સિંહને 117માંથી 77 બેઠકો જીતવામાં મદદ કરવાનો શ્રેય આપવામાં આવ્યો હતો. પ્રશાંત કિશોરને 2014ની લોકસભા ચૂંટણીમાં ભાજપની શાનદાર જીત માટે પ્રશંસા મળતી રહે છે.

આ પણ વાંચો:

સોનિયા ગાંધીના નિવેદન પર ભાજપનો પલટવાર, મુખ્તાર અબ્બાસ નકવીએ કહ્યું- પહેલા તમારી પાર્ટીનો ઈતિહાસ જુઓ

આ પણ વાંચો:

કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ દિલ્હીમાં બોલાવી પાર્ટીની મહત્વની બેઠક, પ્રશાંત કિશોરે પણ હાજરી આપી, આજે પાર્ટીમાં જોડાઈ શકે છે

શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ
શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ
Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ
કચ્છ સરહદે ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, 9 પાકિસ્તાની ઝડપાયા
કચ્છ સરહદે ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, 9 પાકિસ્તાની ઝડપાયા
અંકલેશ્વરમાં હેરોઇનના નશાની આંતરરાષ્ટ્રીય કડી તૂટી
અંકલેશ્વરમાં હેરોઇનના નશાની આંતરરાષ્ટ્રીય કડી તૂટી
ઈરાનમાં સરકાર વિરોધીઓની હત્યા અને ફાંસીની કાર્યવાહી બંધ થઈ
ઈરાનમાં સરકાર વિરોધીઓની હત્યા અને ફાંસીની કાર્યવાહી બંધ થઈ
અમેરિકામાં 75 દેશોના નાગરિકોની‘No Entry’
અમેરિકામાં 75 દેશોના નાગરિકોની‘No Entry’
g clip-path="url(#clip0_868_265)">