કોલસાની અછત પર થયેલા હોબાળા પર પ્રહલાદ જોષીનો જવાબ, કહ્યું- સરકાર દર કલાકે સ્થિતિ પર નજર રાખી રહી છે
કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ જણાવ્યું હતું કે, 25 એપ્રિલ સુધી થર્મલ પાવર પ્લાન્ટ્સ પાસે 21.55 મિલિયન ટન કોલસાનો સ્ટોક ઉપલબ્ધ હતો. થર્મલ પાવર પ્લાન્ટ્સ પાસે હજુ પણ 9 થી 10 દિવસનો સ્ટોક ઉપલબ્ધ છે.
ગરમીમાં વધારા સાથે કોલસાની (Coal) અછતને કારણે આ વર્ષે વીજ કટોકટીનું (Power Crisis) જોખમ વધી ગયું છે. તાજેતરમાં નોમુરાના (Nomura) એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, દેશના અડધાથી વધુ પાવર પ્લાન્ટ કોલસાની અછતનો સામનો કરી રહ્યા છે. કોલસાની અછત અને વીજળીના સંકટને જોતા વિપક્ષ કેન્દ્ર સરકાર પર સતત પ્રહારો કરી રહ્યું છે. કોલસાની અછતને લઈને ચાલી રહેલા હોબાળા વચ્ચે કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ સ્પષ્ટ કહ્યું છે કે, મારા મતે ગભરાવાની જરૂર નથી. સરકાર દરરોજ અને કલાકોના ધોરણે પરિસ્થિતિ પર નજર રાખી રહી છે. અમે દેશમાં કોલસાની કોઈ અછત નહીં થવા દઈએ અને જરૂરી સપ્લાય કરીશું.
As of 25 April, 21.55 mn tons of coal stock is available with thermal power plants – almost 9-9.5 days of stock available with thermal power plants. This stock is replenished on a day-to-day basis. With Coal India together, we’ve around 72.5 mn tons stock: Union Min Pralhad Joshi pic.twitter.com/pBGlHk3UTJ
— ANI (@ANI) April 27, 2022
કેન્દ્રીય પ્રધાન પ્રહલાદ જોશીએ જણાવ્યું હતું કે, 25 એપ્રિલ સુધી થર્મલ પાવર પ્લાન્ટ્સ પાસે 21.55 મિલિયન ટન કોલસાનો સ્ટોક ઉપલબ્ધ હતો. થર્મલ પાવર પ્લાન્ટ્સ પાસે હજુ પણ 9 થી 10 દિવસનો સ્ટોક ઉપલબ્ધ છે. આ સ્ટોક રોજેરોજ ભરવામાં આવે છે. કોલ ઈન્ડિયા સાથે અમારી પાસે લગભગ 72.5 મિલિયન ટન સ્ટોક છે.
9 થી 10 દિવસનો સ્ટોક હજુ પણ ઉપલબ્ધ છે
થોડા દિવસો પહેલા કોલ ઈન્ડિયા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, દેશમાં કોઈ પણ પ્રકારનું સંકટ નથી. હાલમાં કોલ ઈન્ડિયા પાસે એટલો કોલસો છે કે, દેશની એક મહિનાની જરૂરિયાત પૂરી થઈ શકે છે.
દેશના 100 પાવર પ્લાન્ટ્સમાં કોલસાના સ્ટોકની ગંભીર કટોકટીઃ રિપોર્ટ
નોમુરાના અહેવાલ ‘ઈન્ડિયાઃ એ પાવર ક્રંચ ઈન ધ મેકિંગ’માં જણાવાયું છે કે, દેશમાં વધતી જતી ગરમીને કારણે વીજળીની માંગમાં ઝડપી ઉછાળો આવ્યો છે, જો કે વીજળીની માંગ પ્રમાણે કોલસાનો પુરવઠો વધ્યો નથી. જેના કારણે પાવર પ્લાન્ટમાં કોલસાની અછત સર્જાઈ છે. નોમુરાના રિપોર્ટ અનુસાર દેશના 173 પાવર પ્લાન્ટમાંથી લગભગ 100 પાવર પ્લાન્ટમાં કોલસાના સ્ટોકની ગંભીર સમસ્યા છે. આ પ્લાન્ટમાં જરૂરી મર્યાદાનો માત્ર એક ક્વાર્ટર બાકી છે. રિપોર્ટમાં એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, ઉદ્યોગ ફરી શરૂ થવાને કારણે અને કાળઝાળ ગરમીને કારણે તાપમાનમાં મોટો ઉછાળો આવ્યો છે, જેના કારણે દેશમાં વીજળીની માંગમાં નોંધપાત્ર વધારો થયો છે. જો કે કોલસાનો પુરવઠો આ મુજબ નથી થઈ રહ્યો, પરંતુ તેનું મુખ્ય કારણ માલસામાન ટ્રેનના કોચની ઘટતી જતી ઉપલબ્ધતા છે, જેના કારણે કોલસાના સપ્લાય પર અસર પડી છે.
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો