AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IAS-IPS અધિકારીઓની પોસ્ટિંગને લઈને કેન્દ્ર સરકારે કર્યો મોટો ફેરફાર, આ વિસ્તારમાં પોસ્ટીંગને માનવામાં આવશે ‘મુશ્કેલ ક્ષેત્ર’ 

જમ્મુ-કાશ્મીરને 5 ઓગસ્ટ 2019ના રોજ બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં જમ્મુ - કાશ્મીર અને લદ્દાખમાં વિભાજન પછી જમ્મુ અને કાશ્મીર કેડરનું જાન્યુઆરી 2021 માં AGMUT કેડરમાં મર્જ કરવામાં આવ્યું હતું.

IAS-IPS અધિકારીઓની પોસ્ટિંગને લઈને કેન્દ્ર સરકારે કર્યો મોટો ફેરફાર, આ વિસ્તારમાં પોસ્ટીંગને માનવામાં આવશે 'મુશ્કેલ ક્ષેત્ર' 
ગૃહ મંત્રાલય (સાંકેતીક તસવીર)
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 20, 2022 | 10:55 PM
Share

એજીએમયુટી કેડર (AGMUT Cadre) ના આઈએએસ અને આઈપીએસ અધિકારીઓને જમ્મુ – કાશ્મીર અને લદ્દાખમાં પોસ્ટીંગને હવેથી ‘મુશ્કેલ વિસ્તારોમાં’ પોસ્ટીંગ તરીકે માનવામાં આવશે. એક અધિકૃત પ્રકાશન અનુસાર, કેન્દ્ર સરકારે આ સંબંધમાં નિર્ણય લીધો છે અને આ સંદર્ભમાં અરુણાચલ પ્રદેશ, ગોવા, મિઝોરમ કેન્દ્ર શાસિત પ્રદેશ (AGMUT) કેડર-2016 ના IAS અને IPS અધિકારીઓની પોસ્ટિંગ અને ટ્રાન્સફર માટેની માર્ગદર્શિકામાં સુધારો કરવામાં આવ્યો છે. પૂર્વવર્તી રાજ્ય જમ્મુ કાશ્મીરને 5 ઓગસ્ટ 2019ના રોજ બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં જમ્મુ – કાશ્મીર અને લદ્દાખમાં વિભાજન પછી જમ્મુ અને કાશ્મીર કેડરનું જાન્યુઆરી 2021 માં AGMUT કેડરમાં મર્જ કરવામાં આવ્યું હતું.

ગૃહ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે જમ્મુ અને કાશ્મીર કેડરના AGMUT સાથે વિલીનીકરણ પછી, સક્ષમ અધિકારીની મંજૂરીથી આ મામલાની તપાસ કરવામાં આવી અને નિર્ણય લેવામાં આવ્યો, કે કેન્દ્રશાસિત પ્રદેશો જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખને સંયુક્ત AGMUT કેડરમાં B કેટેગરી (કઠિન વિસ્તારો) તરીકે ગણવામાં આવશે. રીલીઝ મુજબ, AGMUT કેડર-2016 ના IAS, IPS અધિકારીઓની બદલી અને પોસ્ટિંગમાં આંશિક ફેરફારો કરવામાં આવ્યા છે.

દિલ્હી, ચંદીગઢ, ગોવા, પુડુચેરી, દાદરા નગર હવેલી અને દમણ અને દીવમાં પોસ્ટિંગને ‘રેગ્યુલર એરિયા’ અથવા ‘A’ કેટેગરી તરીકે ગણવામાં આવશે, જ્યારે અરુણાચલ પ્રદેશ, મિઝોરમ, આંદામાન અને નિકોબાર ટાપુઓ, લક્ષદ્વીપ, જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખમાં પોસ્ટિંગને ‘મુશ્કેલ વિસ્તાર’ અથવા ‘B’ કેટેગરી તરીકે ગણવામાં આવશે.

AGMUT શું છે?

મોટાભાગના રાજ્યોની પોતાની કેડર છે, પરંતુ કેટલાક રાજ્યો માટે સંયુક્ત કેડરની પણ રચના કરવામાં આવી છે. હાલમાં, દેશમાં ત્રણ સંયુક્ત કેડર છે, જેમાં આસામ-મેઘાલય, મણિપુર-ત્રિપુરા અને એજીએમયુટી. AGMUT એ અરુણાચલ પ્રદેશ, ગોવા, મિઝોરમ અને કેન્દ્રશાસિત પ્રદેશોનો સમાવેશ કરતી સંયુક્ત કેડર છે. હવે જમ્મુ-કાશ્મીર અને લદ્દાખને પણ તેમાં સામેલ કરવામાં આવ્યા છે, કારણ કે તે હવે કેન્દ્રશાસિત પ્રદેશ બની ગયા છે.

અન્ય રાજ્યોમાં થઈ શકશે ટ્રાન્સફર

જમ્મુ-કાશ્મીર કેડર નાબૂદ થયા બાદ હવે જમ્મુ-કાશ્મીરના IAS, IPS અને IFS અધિકારીઓની અન્ય રાજ્યોમાં પણ બદલી થઈ શકે છે. જમ્મુ-કાશ્મીર કેડરના અધિકારીઓ અન્ય રાજ્યોમાં પણ સેવા આપી શકશે. અગાઉ જમ્મુ-કાશ્મીર કેડરના અધિકારીઓની અન્ય રાજ્યોમાં નિમણૂક કરવામાં આવતી ન હતી. જો કે, તેમની નિમણૂક એજીએમયુટી હેઠળના રાજ્યોમાં જ થશે. આ પછી, આ સંયુક્ત કેડરના અધિકારીઓની જમ્મુમાં પણ બદલી થઈ શકે છે.

આ પણ વાંચો :  Compensation For Covid Affected Families: તમામ રાજ્યો કોવિડ અસરગ્રસ્ત પરિવારોના વળતરની વિગતો 10 દિવસમાં રજૂ કરે – સુપ્રીમ કોર્ટ

અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
g clip-path="url(#clip0_868_265)">