Delhi Corona: દિલ્લી સરકારે ઘટાડ્યા RT-PCRના ચાર્જ, હવે ફક્ત 300 રૂપિયામાં થશે ટેસ્ટ

દિલ્હીમાં કોરોના સંક્રમણના વધતા જતા કેસો વચ્ચે દિલ્હી સરકારે ખાનગી લેબ અથવા હોસ્પિટલોમાં RT-PCR ટેસ્ટના દરમાં ઘટાડો કર્યો છે. હવે RT-PCR ટેસ્ટ માટે 500ના બદલે માત્ર 300 રૂપિયા ચૂકવવા પડશે.

Delhi Corona: દિલ્લી સરકારે ઘટાડ્યા RT-PCRના ચાર્જ, હવે ફક્ત 300 રૂપિયામાં થશે ટેસ્ટ
Delhi government reduced RT PCR test rates to Rs. 300. Rapid antigen test also decreased
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 20, 2022 | 9:56 PM

દિલ્હીમાં કોરોનાના કેસ ઓછા થવાનું નામ નથી લઈ રહ્યા. આજે રાજ્યમાં કોરોનાના 12306 નવા કેસ નોંધાયા છે, જ્યારે 43 દર્દીઓના મોત થયા છે. આ દરમિયાન દિલ્હી સરકારે કોરોના ટેસ્ટની કિંમતમાં ઘટાડો કર્યો છે. દિલ્હી સરકારના (Delhi Government) આરોગ્ય વિભાગે (Delhi Health Department) RT-PCR ટેસ્ટના દર ઘટાડવાના નિર્દેશ આપ્યા છે. નવા આદેશ બાદ હવે દિલ્હીની ખાનગી લેબ અથવા હોસ્પિટલોમાં RT-PCR ટેસ્ટનો દર 300 રૂપિયા કરી દેવામાં આવ્યો છે, પહેલા તેની કિંમત 500 રૂપિયા હતી. RT-PCR ટેસ્ટ રેટની સાથે રેપિડ એન્ટિજેનની કિંમતમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે. ખાનગી લેબ અથવા હોસ્પિટલ દ્વારા આરટી-પીસીઆર પરીક્ષણ માટે નમૂનાના સંગ્રહનો દર 300 રૂપિયા નક્કી કરવામાં આવ્યો છે.

RT-PCR ટેસ્ટની સાથે રેપિડ એન્ટિજેન ડિટેક્શન ટેસ્ટના દરમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે. પહેલા જ્યાં રેપિડ એન્ટિજેન ટેસ્ટ માટે 300 રૂપિયા ચૂકવવા પડતા હતા, હવે આ ટેસ્ટ માટે માત્ર 100 રૂપિયા ચૂકવવા પડશે. કેન્દ્ર સરકાર દ્વારા કોરોનાની તપાસ વધારવા માટે લખવામાં આવેલા પત્ર બાદ દિલ્હીમાં ફરીથી કોરોનાની તપાસ વધારવામાં આવશે. બુધવારે મળેલી આરોગ્ય વિભાગની બેઠકમાં તમામ જિલ્લાઓને તેમના ટ્રાન્ઝિટ પોઈન્ટ, કન્ટેઈનમેન્ટ ઝોન અને બફર ઝોનની બહાર તપાસ વધારવા માટે કહેવામાં આવ્યું છે.

બેઠકમાં હાજર એક અધિકારીએ જણાવ્યું કે દિલ્હીને દરરોજ 80-85 હજાર કોરોના ટેસ્ટ કરાવવાનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે. કોરોના ટેસ્ટને લઈને ICMRની ગાઈડલાઈન્સને પગલે દિલ્હીમાં છેલ્લા કેટલાક દિવસોમાં કોવિડ ટેસ્ટમાં 58 ટકા સુધીનો ઘટાડો જોવા મળ્યો હતો. કોવિડ ટેસ્ટની સંખ્યા ઘટીને 50 હજારથી ઓછી થઈ ગઈ છે.

યુદ્ધના ભણકારા વચ્ચે કિમ જોંગે મોકલ્યા સૈનિક, બદલામાં પુતિને આપી ખાસ 70 ભેટ, જુઓ
23 નવેમ્બર, કાલ ભૈરવ જયંતીના દિવસે કરો આ બે કામ, જીવનની નકારાત્મકતા થશે દૂર, ઈચ્છાઓ થશે પૂરી
અદિતિ મિસ્ત્રીની બહેન દિવ્યા મિસ્ત્રી પણ ખુબ હોટ છે, જુઓ ફોટો
Winter Tips : ધાબળામાં આવતી વાસ થશે છૂમંતર, અપનાવો આ ટિપ્સ
જર્મનીમાં ન્યૂઝ9 ગ્લોબલ સમિટની શાનદાર શરૂઆત, જુઓ તસવીરોમાં ત્યાંની ઝલક
જસપ્રીત બુમરાહ કરતા 7 ગણો વધુ અમીર છે ઓસ્ટ્રેલિયન કેપ્ટન

બુધવારે રાજ્યમાં 13785 નવા કેસ નોંધાયા છે, જ્યારે 35 દર્દીઓએ જીવ ગુમાવ્યો છે. દિલ્હીમાં 12 હજાર 306 નવા કેસ નોંધાયા છે, જ્યારે 43 દર્દીઓના મોત થયા છે. રાહતના સમાચાર એ છે કે આજે 18815 દર્દીઓ કોરોના ચેપમાંથી સાજા થયા છે. વધતા કોરોના સંક્રમણ વચ્ચે દિલ્હીમાં પણ ટેસ્ટિંગ તેજ કરવામાં આવ્યું છે. છેલ્લા 24 કલાકમાં 57290 લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજધાનીમાં કોરોનાના 68730 સક્રિય દર્દીઓ છે, જેમાંથી 53593 દર્દીઓ હોમ આઇસોલેશનમાં સારવાર હેઠળ છે.

આ પણ વાંચો –

Maharashtra School Reopening: મહારાષ્ટ્રમાં 24 જાન્યુઆરીથી ખુલશે શાળાઓ, CM ઉદ્ધવ ઠાકરે એ આપી મંજૂરી

આ પણ વાંચો –

Uttar Pradesh Election: અખિલેશ યાદવ સમાજવાદી પાર્ટીના ગઢ મૈનપુરીથી ચૂંટણી મેદાનમાં ઉતરશે

ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી
ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી
ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો
ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો
બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન
બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન
સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ
સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ
સ્પોર્ટ્સ વિશ્વને જોડવાનું કામ કરે છે...સ્ટેફન હિલ્ડેબ્રાન્ડેએ જણાવ્યુ
સ્પોર્ટ્સ વિશ્વને જોડવાનું કામ કરે છે...સ્ટેફન હિલ્ડેબ્રાન્ડેએ જણાવ્યુ
જર્મન કંપનીઓ ભારતમાં રોકાણ કરવા માંગે છે
જર્મન કંપનીઓ ભારતમાં રોકાણ કરવા માંગે છે
લો બોલો ! ચોર કઇ નહીં પણ સિવિલ હોસ્પિટલમાંથી 50થી વધુ નળ ચોરી ગયા
લો બોલો ! ચોર કઇ નહીં પણ સિવિલ હોસ્પિટલમાંથી 50થી વધુ નળ ચોરી ગયા
ભારત બદલાઈ ગયું છે અને નવી ઊર્જા સાથે આગળ વધી રહ્યું છે
ભારત બદલાઈ ગયું છે અને નવી ઊર્જા સાથે આગળ વધી રહ્યું છે
ટેકનોલોજીએ દેશમાં ચૂંટણીની દિશા બદલી નાખી..બોલ્યા અશ્વિની વૈષ્ણવ
ટેકનોલોજીએ દેશમાં ચૂંટણીની દિશા બદલી નાખી..બોલ્યા અશ્વિની વૈષ્ણવ
ભારતીય યુવાનોનું કન્ઝ્યુમર બિહેવિયર જર્મની કરતા કેટલું અલગ છે? ઉલરિચ હ
ભારતીય યુવાનોનું કન્ઝ્યુમર બિહેવિયર જર્મની કરતા કેટલું અલગ છે? ઉલરિચ હ
g clip-path="url(#clip0_868_265)">