દૂધનું દૂધ પાણીનું પાણી, રાહુલે કહ્યું નથી આપ્યા, સેનાએ કહ્યું શહીદ પરિવારને આપ્યા આટલા રૂપિયા

|

Jul 04, 2024 | 1:21 PM

ભારતીય સેનાના ADG PIનું નિવેદન સામે આવ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, સોશિયલ મીડિયા પર કેટલીક પોસ્ટ્સમાં ઉલ્લેખ કરાયો છે કે, શહીદ અગ્નવીર અજય કુમારના પરિવારના સભ્યોને વળતર આપવામાં આવ્યું નથી. તેમણે કહ્યું કે અગ્નિવીર યોજનાની જોગવાઈઓ અનુસાર, શહીદ અગ્નિવીર અજય કુમારના પરિવારને નાણાકીય સહાય કરવામાં આવી છે અને અન્ય નાણાકીય લાભો, પોલીસ વેરિફિકેશન પછી ચૂકવવામાં આવશે.

દૂધનું દૂધ પાણીનું પાણી, રાહુલે કહ્યું નથી આપ્યા, સેનાએ કહ્યું શહીદ પરિવારને આપ્યા આટલા રૂપિયા

Follow us on

લોકસભા ચૂંટણી બાદ સંસદનું પ્રથમ ખાસ સત્ર પૂર્ણ થયું છે. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ, ગત બુધવારે સરકાર પર આરોપ લગાવ્યો હતો કે, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ શહીદ અગ્નિવીરના પરિવારોને વળતર આપવાના મુદ્દે સંસદમાં ખોટું બોલ્યા હતા. હવે આ મામલે ભારતીય સેનાના ADG PIનું નિવેદન સામે આવ્યું છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, સોશિયલ મીડિયા પર કેટલીક પોસ્ટ્સથી જાણવા મળ્યું છે કે ફરજ દરમિયાન પોતાનો જીવ ગુમાવનારા અગ્નિવીર અજય કુમારના પરિવારના સભ્યોને વળતર આપવામાં આવ્યું નથી. પરંતુ એવુ નથી, શહીદ અગ્નિવીરના પરિવારને અગ્નિવીર યોજનાની જોગવાઈ અનુસાર નાણાકીય લાભ આપવામાં આવ્યા છે. હજુ પણ કેટલાક નાણાકીય લાભ, પોલીસના વેરિફિકેશન બાદ ચૂકવવામાં આવશે.

ADG PIએ જણાવ્યું હતું કે, ભારતીય સેના અગ્નિવીર અજય કુમાર દ્વારા કરાયેલ સર્વોચ્ચ બલિદાનને સલામ કરે છે, તે વાત પર ભાર મૂકવામાં આવે છે. તેમને સંપૂર્ણ સૈન્ય સન્માન સાથે અંતિમ વિદાય આપવામાં આવી હતી. અગ્નિવીર અજયના પરિવારજનોને 98.39 લાખ રૂપિયાની ચૂકવણી કરવામાં આવી હોવાનું પણ જણાવ્યું હતું. તમને જણાવી દઈએ કે આને રક્ષા મંત્રી રાજનાથ સિંહના કાર્યાલય તરફ ફરીથી રી પોસ્ટ કરવામાં આવ્યું છે.

ઘરે તુલસી છે ! જાણી લો મંજરી કયા દિવસે ન તોડવી જોઈએ?
સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન આવી મોટી ગાડીઓમાં ફરતા હતા મહાત્મા ગાંધી, જુઓ Photos
ખાલી પેટ ખીરા કાકડીનું જ્યુસ પીવાથી જાણો શું થાય છે?
Tobacco Diseases : તમાકુના સેવનથી કયા રોગો થાય છે?
ભૂખ્યા પેટે વરિયાળીનું પાણી પીવાથી થાય છે આ ચમત્કારીક ફાયદા
જીવનમાં આગળ વધવું હોય તો આ 5 જગ્યાથી બચવા ઈન્દ્રેશજી મહારાજે આપી સલાહ

67 લાખની નાણાકીય સહાય

ADG PIએ જણાવ્યું હતું કે અગ્નિવીર યોજનાની જોગવાઈઓ મુજબ આશરે 67 લાખ રૂપિયાની નાણાકીય સહાય આપવામાં આવી છે અને અન્ય લાભો પોલીસ વેરિફિકેશન બાદ ચૂકવવામાં આવશે. કુલ અંદાજે રૂ. 1.65 કરોડની સહાર શહીદ અજયકુમારના પરિવારને આપવામાં આવશે. નિવેદનમાં એ વાત પર ભાર મૂકવામાં આવ્યો છે કે અગ્નિવીર સહિત શહીદ થયેલા જવાનોના પરિવારજનોને વહેલી તકે આર્થિક સહાય ચૂકવવામાં આવે છે.

રાહુલે શું આરોપ લગાવ્યા?

રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક વીડિયો મેસેજ પોસ્ટ કર્યો છે. જેમાં તેઓ ભગવાન શિવના ફોટા સાથે અગ્નિવીર યોજનાને લઈને કેન્દ્ર સરકાર પર આરોપ લગાવી રહ્યા છે. વીડિયોમાં વિપક્ષના નેતાએ કહ્યું કે સંસદમાં મારા ભાષણમાં મેં કહ્યું હતું કે સત્યની રક્ષા દરેક ધર્મનો પાયો છે. તેના જવાબમાં રક્ષા મંત્રી રાજનાથ સિંહે વળતર અંગે ભગવાન શિવના ફોટાની સામે સમગ્ર ભારત, દેશની સેના અને ફાયર બ્રિગેડને જૂઠું બોલ્યા છે.

Next Article