AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

માલ્યા અને નીરવ મોદી જેવા ભાગેડુને મોદીની ચેતવણી, દેશમાં પાછા ફરો, બીજો કોઈ વિકલ્પ નથી

PM Modi on Economic Offenders: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે એક કાર્યક્રમ દરમિયાન દેશમાં આર્થિક ગુન્હો કરીને ભાગતા ફરતા આરોપીને કડક શબ્દોમાં ચેતવણી આપી હતી કે તેઓએ દેશમાં પાછા ફરવું જોઈએ કારણ કે હવે તેમની પાસે કોઈ વિકલ્પ બચ્યો નથી.

માલ્યા અને નીરવ મોદી જેવા ભાગેડુને મોદીની ચેતવણી, દેશમાં પાછા ફરો, બીજો કોઈ વિકલ્પ નથી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 19, 2021 | 8:38 AM
Share

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ (Prime Minister Narendra Modi,) ગુરુવારે જણાવ્યું હતું કે તેમની સરકાર “હાઇ-પ્રોફાઇલ” ભાગેડુ આર્થિક અપરાધીઓને ઘરે લાવવા માટે તમામ માધ્યમોનો ઉપયોગ કરી રહી છે અને તેમની પાસે દેશમાં પાછા ફરવા સિવાય કોઈ વિકલ્પ બચ્યો નથી. ધિરાણ પ્રવાહ અને આર્થિક વૃદ્ધિ અંગેની ચર્ચાને સંબોધતા વડાપ્રધાને કહ્યું, “અમે નીતિઓ અને કાયદા પર આધાર રાખ્યો છે અને ભાગેડુ આર્થિક અપરાધીઓને પરત લાવવા માટે રાજદ્વારી માધ્યમોનો પણ ઉપયોગ કર્યો છે. સંદેશ ખૂબ જ સ્પષ્ટ છે – તમારા દેશમાં પાછા આવો. આ માટે અમે અમારા પ્રયાસો ચાલુ રાખીએ છીએ.

વિજય માલ્યા અને નીરવને ચેતવણી જોકે, વડાપ્રધાને (Prime Minister) તેમના ભાષણમાં કોઈ આર્થિક અપરાધીનું નામ લીધું ન હતું. પરંતુ તેમની સરકારે ભૂતકાળમાં વિજય માલ્યા (Vijay Mallya) અને નીરવ મોદી (Nirav Modi) જેવા ભાગેડુ આર્થિક અપરાધીઓને પ્રત્યાર્પણ કરવાના પ્રયાસો તેજ કર્યા છે. વડાપ્રધાને કહ્યું કે સક્રિયતા બતાવીને ડિફોલ્ટરો પાસેથી રૂ. 5 લાખ કરોડ વસૂલ કરવામાં આવ્યા છે. તાજેતરમાં રચાયેલી નેશનલ એસેટ રિકન્સ્ટ્રક્શન કંપની (NARCL) રૂ. 2 લાખ કરોડની સ્ટ્રેસ્ડ એસેટ્સનો નિકાલ કરવામાં પણ મદદ કરશે.

પીએમની સલાહ તેમણે કહ્યું કે 2014માં તેમની સરકાર આવ્યા બાદ બેંકોના સ્થિતિમાં ઘણો સુધારો થયો છે. “ભારતીય બેંકો હવે દેશના અર્થતંત્રમાં નવી ઉર્જાનો સંચાર કરવા માટે મજબૂત સ્થિતિમાં છે. આનાથી ભારતનો માર્ગ આત્મનિર્ભર બનશે. તેમણે કહ્યું કે બેંકોએ તેમની સાથે દેશના ‘બુક-એકાઉન્ટ’ને સુધારવા માટે સક્રિયપણે કામ કરવું પડશે. મોદીએ કહ્યું કે બેંકોએ હવે જૂની સંસ્કૃતિથી દૂર રહેવું પડશે અને વ્યાપાર ક્ષેત્રના વિકાસમાં મદદ કરવા માટે ક્રેડિટની ‘મંજૂર કરનાર’ માનસિકતાથી પોતાને દૂર રાખવું પડશે. તેમણે બેંકોને બિઝનેસ જગત સાથે ભાગીદારીનું મોડલ અપનાવવાની પણ સલાહ આપી હતી.

અર્થતંત્ર મજબૂત સ્થિતિમાં તેમણે છેલ્લા છ-સાત વર્ષમાં તેમની સરકાર દ્વારા કરાયેલા સુધારા સાથે બેંકિંગ ક્ષેત્રને મજબૂત બનાવવાની વાત કરી હતી. વડાપ્રધાન મોદીએ કહ્યુ કે, “અમે બેંકોની NPAની સમસ્યા હલ કરી છે, બેંકોમાં નવી મૂડી દાખલ કરી છે, નાદારી કોડ લાવ્યો છે અને ડેબ્ટ રિકવરી ટ્રિબ્યુનલ્સને સશક્ત કર્યા છે,” તેમણે બેંકરોને કંપનીઓ અને સૂક્ષ્મ, નાના અને મધ્યમ ઉદ્યોગો (MSME) માટે કસ્ટમાઇઝ્ડ સોલ્યુશન્સ પ્રદાન કરવા પણ કહ્યું. તેણે કહ્યું, ‘ગ્રાહકો બેંકમાં આવે તેની રાહ ન જુઓ. તમારે તેમની પાસે જવું પડશે.

આ પણ વાંચોઃ Movies And Shows Releasing Today: સૈફ-રાનીની બંટી ઔર બબલી 2 થી લઈને કાર્તિક આર્યનની ધમાકા સુધી, આજે રીલીઝ થતી ફિલ્મો અને શો પર એક નજર

આ પણ વાંચોઃ Hyderpora encounter : હૈદરપોરા એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા બે લોકોની લાશ કબરમાંથી કાઢી, એન્કાઉન્ટરની થશે ન્યાયિક તપાસ

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">