PM મોદીના આમંત્રણ પર ભારત આવી રહેલા મોરેશિયસના PM ગુજરાત અને કાશીની મુલાકાત લેશે

|

Apr 16, 2022 | 9:55 PM

વિદેશ મંત્રાલયે એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું છે કે મોરેશિયસના વડાપ્રધાન પ્રવિંદ કુમાર જુગન્નાથ (Pravind Kumar Jugnauth) તેમની પત્ની કોબિતા અને ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ સાથે પીએમ મોદીના આમંત્રણ પર 17 થી 24 એપ્રિલ સુધી ભારતની મુલાકાત લેશે.

PM મોદીના આમંત્રણ પર ભારત આવી રહેલા મોરેશિયસના PM ગુજરાત અને કાશીની મુલાકાત લેશે
Mauritius Prime Minister Pravind Kumar Jugnauth and Prime Minister Narendra Modi (File Photo)

Follow us on

મોરેશિયસના વડાપ્રધાન પ્રવિંદ કુમાર જુગન્નાથ (Pravind Kumar Jugnauth) 17 એપ્રિલથી 24 એપ્રિલ સુધી ભારતના પ્રવાસે છે. આ જાણકારી વિદેશ મંત્રાલયે આપી છે. મંત્રાલયે કહ્યું કે જગન્નાથ તેમની પત્ની કોબિતા જગન્નાથ અને એક ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ સાથે હશે. આ સાથે જ વડાપ્રધાન મોદી (PM Narendra Modi) 18 થી 20 એપ્રિલ સુધી ગુજરાતની મુલાકાતે આવશે. 18મી એપ્રિલે વડાપ્રધાન ગાંધીનગરમાં શાળાઓના કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની મુલાકાત લેશે. 19 એપ્રિલના રોજ, તેઓ બનાસકાંઠાના દિયોદરમાં બનાસ ડેરી સંકુલમાં અનેક વિકાસ યોજનાઓનો શિલાન્યાસ કરશે.

આ પછી PM જામનગરમાં WHO ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિનનો શિલાન્યાસ કરશે. 20 એપ્રિલે વડાપ્રધાન મોદી ગાંધીનગરમાં ગ્લોબલ આયુષ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇનોવેશન સમિટનું ઉદ્ઘાટન કરશે. જ્યારે તે પછી બપોરે 3.30 કલાકે તેઓ દાહોદમાં આદિજાતિ મહાસંમેલનમાં હાજરી આપશે અને વિવિધ વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. મંત્રાલયે એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું છે કે PM મોદીના આમંત્રણ પર, મોરેશિયસના વડા પ્રધાન માનનીય પ્રવિંદ કુમાર જુગન્નાથ, તેમની પત્ની કોબિતા અને ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ સાથે, 17 થી 24 એપ્રિલ સુધી ભારતની મુલાકાત લેશે.

ગુજરાત અને વારાણસીનો પ્રવાસ કરશે

વિદેશ મંત્રાલય (MEA) એ શનિવારે કહ્યું કે નવી દિલ્હી સિવાય જગન્નાથ ગુજરાત અને વારાણસીની પણ મુલાકાત લેશે. મંત્રાલયના જણાવ્યા મુજબ, ભારત અને મોરેશિયસ ગાઢ સંબંધો ધરાવે છે. જે સહિયારા ઇતિહાસ, સંસ્કૃતિ અને વારસાથી બંધાયેલા છે. આગળ આવી મુલાકાતોથી દ્વિપક્ષીય સંબંધો વધુ મજબૂત બનશે. મોરેશિયસના વડા પ્રધાન જગન્નાથ 19 એપ્રિલે જામનગરમાં WHO-ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન અને 20 એપ્રિલે ગાંધીનગરમાં ગ્લોબલ આયુષ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇનોવેશન સમિટના શિલાન્યાસ સમારોહમાં PM નરેન્દ્ર મોદી સાથે ભાગ લેશે.

આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ
જયા કિશોરીએ તેની નાની બહેન ચેતના શર્મા સાથે થતા ઝઘડા વિશે કર્યો ખુલાસો, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-05-2024
અમિત શાહે આપી શેરબજારની મોટી ટીપ, લોકસભામાં ભાજપની જીત બાદ આ 5 સ્ટોક થશે શૂટ અપ

શાળાઓ માટે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર

પીએમઓએ કહ્યું કે શાળાઓ માટે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર વાર્ષિક 500 કરોડથી વધુ ડેટા સેટ સ્ટોર કરશે અને મોટા ડેટા એનાલિટિક્સ, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને મશીન લર્નિંગનો ઉપયોગ કરીને અર્થપૂર્ણ રીતે તેનું વિશ્લેષણ કરશે. તેનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓ માટે એકંદર ભણતરનું પરિણામ વધારવાનો છે. આ કેન્દ્ર શિક્ષકો, વિદ્યાર્થીઓની દૈનિક ઓનલાઈન હાજરી પર નજર રાખે છે, સમયાંતરે વિદ્યાર્થીઓના શીખવાના પરિણામોનું મૂલ્યાંકન કરે છે. પીએમઓએ એ પણ ઉલ્લેખ કર્યો છે કે વિશ્વ બેંકે તેને વૈશ્વિક શ્રેષ્ઠ કવાયત ગણાવી છે.

આ પણ વાંચો: Gujarat: PM મોદી 18 થી 20 એપ્રિલ સુધી ગુજરાત મુલાકાતે, ઘણા વિકાસ પ્રોજેક્ટનો કરશે શિલાન્યાસ અને લોકોર્પણ

આ પણ વાંચો: Asansol By-Poll Results: શત્રુઘ્ન સિંહા આસનસોલમાં રેકોર્ડ વોટથી જીત્યા, મમતા બેનર્જી સાથે મળીને ભાજપને કર્યું ‘ખામોશ’

Next Article