AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ત્રિપુરા પ્રવાસ પહેલા BSF એલર્ટ પર, ભારત-બાંગ્લાદેશ સરહદે વધારી સુરક્ષા

ત્રિપુરાના મુખ્યપ્રધાન બિપ્લબ દેવે માહિતી આપી હતી કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મહારાજા બીર બિક્રમ એરપોર્ટના નવા ટર્મિનલ બિલ્ડિંગનું ઉદ્ઘાટન કરવા 4 જાન્યુઆરીએ ત્રિપુરાની મુલાકાત લેશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ત્રિપુરા પ્રવાસ પહેલા BSF એલર્ટ પર, ભારત-બાંગ્લાદેશ સરહદે વધારી સુરક્ષા
BSF - File Photo
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 02, 2022 | 7:53 AM
Share

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) 4 જાન્યુઆરીએ ત્રિપુરાની મુલાકાતે જઈ રહ્યા છે. આ પ્રવાસ (PM Modi Tripura Visit)ને લઈને રાજ્યમાં તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. રાજ્યમાં ભારત-બાંગ્લાદેશ સરહદ પર સુરક્ષા સઘન કરવામાં આવી છે. આ સિવાય બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF)ની વધારાની તૈનાતી પણ કરવામાં આવી છે.

વડાપ્રધાન તેમની મુલાકાત દરમિયાન એરપોર્ટના નવા ટર્મિનલનું ઉદ્ઘાટન કરશે. આ દરમિયાન તેમની સાથે ઉચ્ચ અધિકારીઓ પણ હાજર રહેવાના છે. પીએમ મોદી રાજધાની અગરતલામાં એક જનસભાને પણ સંબોધિત કરવાના છે. ન્યૂઝ એજન્સી સાથે વાત કરતા, BSFના 120 બટાલિયન કમાન્ડન્ટ રત્નેશ કુમારે કહ્યું, જ્યારે પણ VVIP લોકો મુલાકાત લે છે, ત્યારે કોઈ અપ્રિય ઘટના ન બને તે માટે તકેદારી વધારવામાં આવે છે. આ વિસ્તારોમાં પેટ્રોલિંગ પણ વધારી દેવામાં આવ્યું છે.

ભારતીય જનતા પાર્ટી (BJP)ના સૂત્રોએ એમ પણ જણાવ્યું કે વડાપ્રધાન અગરતલાના સ્વામી વિવેકાનંદ સ્ટેડિયમમાં જાહેર સભાને સંબોધશે. નવા ટર્મિનલ બિલ્ડીંગના ઉદ્ઘાટન સાથે, મહારાજા બીર બિક્રમ એરપોર્ટ આંતરરાષ્ટ્રીય એરપોર્ટની યાદીમાં જોડાવા માટે તૈયાર છે.

ઉડ્ડયન મંત્રી સિંધિયા પીએમ મોદી સાથે રહેશે

ત્રિપુરાના મુખ્યપ્રધાન બિપ્લબ દેવે માહિતી આપી હતી કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મહારાજા બીર બિક્રમ એરપોર્ટના નવા ટર્મિનલ બિલ્ડિંગનું ઉદ્ઘાટન કરવા 4 જાન્યુઆરીએ ત્રિપુરાની મુલાકાત લેશે. સીએમ દેવે કહ્યું કે કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા અને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (AAI)ના વરિષ્ઠ અધિકારીઓ પણ આ કાર્યક્રમમાં હાજર રહેશે. નવી ઇન્ટિગ્રેટેડ ટર્મિનલ બિલ્ડીંગ (NITB) રૂ. 3,400 કરોડના ખર્ચે બાંધવામાં આવી છે.

મહારાજા બીર બિક્રમ એરપોર્ટ એ ઉત્તર પૂર્વનું બીજું સૌથી વ્યસ્ત એરપોર્ટ

ત્રિપુરાના મુખ્યમંત્રીએ પત્રકારોને જણાવ્યું હતું કે, મને વડાપ્રધાન કાર્યાલય (PMO) તરફથી એક ફોન આવ્યો છે જેમાં વડાપ્રધાનની ત્રિપુરાની મુલાકાતની પુષ્ટિ અને મહારાજા બીર બિક્રમ એરપોર્ટના નવા ટર્મિનલ બિલ્ડીંગના ઉદ્ઘાટનની પુષ્ટિ કરવામાં આવી છે, જે ઉત્તર પૂર્વમાં બીજા નંબરનું સૌથી વ્યસ્ત છે. આ સિવાય તે એ જ દિવસે વિવેકાનંદ મેદાનમાં એક રેલીને પણ સંબોધિત કરશે. અધિકારીઓએ જણાવ્યું હતું કે 20 ચેક-ઇન કાઉન્ટરો સાથે, NIBT એક દિવસમાં આંતરરાષ્ટ્રીય મુસાફરો સહિત 1,200 મુસાફરોને હેન્ડલ કરી શકશે.

આ પણ વાંચો : UP Election: પીએમ મોદી આજે મેરઠમાં મેજર ધ્યાનચંદ સ્પોર્ટ્સ યુનિવર્સિટીનો શિલાન્યાસ કરશે, પશ્ચિમ યુપીને મળશે નવા વર્ષની ભેટ

આ પણ વાંચો : બોર્ડર પર ભારતની સુરક્ષા વધુ મજબૂત: આવતા મહિને S-400 મિસાઈલ સિસ્ટમ થશે તૈનાત, પ્રક્રિયા શરૂ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહ પતંગબાજો સાથે પેચ લડાવતા જોવા મળ્યા
કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહ પતંગબાજો સાથે પેચ લડાવતા જોવા મળ્યા
Breaking news : હજારો કિલો ઊંધિયુ-જલેબી ઝાપટી જશે ગુજરાતીઓ, જુઓ Video
Breaking news : હજારો કિલો ઊંધિયુ-જલેબી ઝાપટી જશે ગુજરાતીઓ, જુઓ Video
Breaking news : પંચમહાલમાં ગાઢ ધુમ્મસની ચાદર પથરાઈ
Breaking news : પંચમહાલમાં ગાઢ ધુમ્મસની ચાદર પથરાઈ
અમદાવાદમાં ઉત્તરાયણ પર્વની ઉલ્લાસભેર ઉજવણી, જુઓ VIDEO
અમદાવાદમાં ઉત્તરાયણ પર્વની ઉલ્લાસભેર ઉજવણી, જુઓ VIDEO
તમારું સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે, વ્યવસાયિક સંપર્કોમાં સુધારો થશે
તમારું સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે, વ્યવસાયિક સંપર્કોમાં સુધારો થશે
પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો
પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો
અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ
અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
g clip-path="url(#clip0_868_265)">