UP Election: પીએમ મોદી આજે મેરઠમાં મેજર ધ્યાનચંદ સ્પોર્ટ્સ યુનિવર્સિટીનો શિલાન્યાસ કરશે, પશ્ચિમ યુપીને મળશે નવા વર્ષની ભેટ
પીએમ મોદી સરધનાના સલવા ખાતે સ્પોર્ટ્સ યુનિવર્સિટીનો શિલાન્યાસ કરશે અને ત્યારબાદ તેઓ એક મોટી રેલીને પણ સંબોધિત કરશે. પીએમ મોદી શિલાન્યાસ કરતા પહેલા ઔધડનાથ મંદિર અને શહીદ મડકમાં 1857ના અમર શહીદોને શ્રદ્ધાંજલિ પણ અર્પણ કરશે.
ઉત્તર પ્રદેશમાં (Uttar Pradesh) યોજાનારી વિધાનસભા ચૂંટણીની (UP Elections) પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) આજે મેરઠમાં મેજર ધ્યાનચંદ સ્પોર્ટ્સ યુનિવર્સિટીનો (Major Dhyan Chand Sports University) શિલાન્યાસ કરશે. પીએમ મોદી સરધનાના સલવા ખાતે સ્પોર્ટ્સ યુનિવર્સિટીનો શિલાન્યાસ કરશે અને ત્યારબાદ તેઓ એક મોટી રેલીને પણ સંબોધિત કરશે. પીએમ મોદી શિલાન્યાસ કરતા પહેલા ઔધડનાથ મંદિર અને શહીદ મડકમાં 1857ના અમર શહીદોને શ્રદ્ધાંજલિ પણ અર્પણ કરશે.
પીએમ મોદીએ યુપીમાં યોજાનારી ચૂંટણીને લઈને રાજ્યમાં ઘણા પ્રવાસો કર્યા છે અને ઘણી યોજનાઓનું ઉદ્ઘાટન કર્યું છે અને ઘણી યોજનાઓનો શિલાન્યાસ પણ કર્યો છે. આજે પીએમ મોદી પશ્ચિમ યુપી આવશે અને મેરઠમાં મેજર ધ્યાનચંદ સ્પોર્ટ્સ યુનિવર્સિટીનો શિલાન્યાસ કરશે. પીએમઓ દ્વારા જાહેર કરાયેલા કાર્યક્રમ અનુસાર, મોદી સવારે 10:45 વાગ્યે મેરઠમાં આર્મી હેલિપેડ પર ઉતરશે અને અહીંથી તેઓ ઔઘડનાથ મંદિર પહોંચશે અને પૂજા કરશે.
આ પછી પીએમ મોદી શહીદ સ્મારક પર પહોંચશે અને અમર જવાન જ્યોતિ ખાતે શહીદોને શ્રદ્ધાંજલિ આપશે અને અહીં સ્વતંત્રતા સંગ્રામ મ્યુઝિયમનું નિરીક્ષણ કરશે. અહીંથી પીએમ મોદી આર્મી હેલિપેડ પહોંચશે અને હેલિકોપ્ટર દ્વારા ખતૌલી હેલિપેડ પહોંચશે અને ત્યાં મેજર ધ્યાનચંદ સ્પોર્ટ્સ યુનિવર્સિટીનો શિલાન્યાસ કરવા સલવા પહોંચશે. પીએમ મોદી અહી એક જનસભાને સંબોધશે અને બપોરે 2.30 વાગ્યે રવાના થશે.
શિલાન્યાસ પહેલા સરધનામાં દિવાળી
પશ્ચિમ યુપીને સ્પોર્ટ્સ યુનિવર્સિટીની ભેટ અને આજના શિલાન્યાસ અને પીએમ મોદીની મુલાકાતની પૂર્વસંધ્યાએ શનિવારે સાંજે સરધનાના ઠાકુર ચૌબાસીમાં દીપાવલીની ઉજવણી કરવામાં આવી હતી. અહીં સ્થાનિક લોકોએ 10 લાખ દીવા પ્રગટાવીને દિવાળીની ઉજવણી કરી હતી.
ખેલાડીઓની કોરોના તપાસ
આજે મેરઠમાં શિલાન્યાસ કાર્યક્રમ માટે અર્જુન એવોર્ડ વિજેતા, પેરા ઓલિમ્પિયન્સ અને અન્ય ખેલાડીઓ રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી મેરઠ પહોંચ્યા છે અને આજે આ તમામ ખેલાડીઓ શિલાન્યાસ કાર્યક્રમમાં હાજરી આપશે. આ ખેલાડીઓને દિલ્હી રોડ સહિત શહેરની વિવિધ હોટલ અને અગ્રણી સ્થળોએ રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે જ તમામ ખેલાડીઓની કોરોના તપાસ પણ કરવામાં આવી છે.
કમિશ્નર અને ડીએમએ તૈયારીઓની સમીક્ષા કરી
જિલ્લા વહીવટીતંત્રે આજે મેરઠના સલવામાં બનાવવામાં આવનાર મેજર ધ્યાનચંદ સ્પોર્ટ્સ યુનિવર્સિટીના શિલાન્યાસ કાર્યક્રમ માટે તમામ પ્રકારની તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. તૈયારીઓ માટે, મેરઠ અને સહારનપુર વિભાગના અધિકારીઓને પણ ફરજ પર મૂકવામાં આવ્યા છે. એડીજી, કમિશનર, આઈજી, ડીએમ, એસએસપીએ તમામ પંડાલનું ચેકિંગ અને તૈયારીઓ તપાસી હતી.
આ પણ વાંચો : બોર્ડર પર ભારતની સુરક્ષા વધુ મજબૂત: આવતા મહિને S-400 મિસાઈલ સિસ્ટમ થશે તૈનાત, પ્રક્રિયા શરૂ
આ પણ વાંચો : લદ્દાખ તણાવ વચ્ચે નજીક આવી ભારત-ચીનની સેનાઓ, નવા વર્ષે સરહદ પર જોવા મળ્યા કંઇક આવા દ્રશ્યો