વડાપ્રધાન નરેન્દ્ર મોદી સેનાને સોંપશે ‘અર્જુન’ ટેન્ક, તમિલનાડુ અને કેરલને આપશે ઘણી ભેટ

|

Feb 14, 2021 | 8:14 AM

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi)રવિવારે ચેન્નઈમાં અર્જુન મેઈન બેટલ ટેન્ક (Arjun Main Battle Tank) સૈન્ય સોંપશે અને તમિલનાડુ (Tamil Nadu) અને કેરલ (Kerala)માં અનેક પ્રોજેક્ટ્સનું ઉદ્દઘાટન કરશે અને શિલાન્યાસ કરશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સેનાને સોંપશે અર્જુન ટેન્ક, તમિલનાડુ અને કેરલને આપશે ઘણી ભેટ
Narendra Modi

Follow us on

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi)રવિવારે ચેન્નઈમાં અર્જુન મેઈન બેટલ ટેન્ક (Arjun Main Battle Tank) સૈન્ય સોંપશે અને તમિલનાડુ (Tamil Nadu) અને કેરલ (Kerala)માં અનેક પ્રોજેક્ટ્સનું ઉદ્દઘાટન કરશે અને શિલાન્યાસ કરશે. શુક્રવારે વડાપ્રધાન કાર્યાલય (PMO) તરફથી જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ પ્રોજેક્ટ્સમાં ચેન્નઈ મેટ્રો પ્રોજેક્ટ અને કેરલમાં પેટ્રોકેમિકલ સંકુલના લોકાર્પણનો સમાવેશ થાય છે.

ચેન્નઇમાં વડાપ્રધાન સ્વદેશી રીતે વિકસિત અર્જુન ટેન્કને સેનાને સોંપશે. આ વર્ષે એપ્રિલ-મે મહિનામાં તમિલનાડુ અને કેરળમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. આ પ્રવાસ પર વડાપ્રધાન ચેન્નઈ મેટ્રો રેલ પ્રોજેક્ટના પ્રથમ તબક્કાની શરૂઆત કરશે. આ વિસ્તૃત પ્રોજેક્ટને પૂર્ણ કરવા માટે 3,770 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. તે ઉત્તર ચેન્નઈને એરપોર્ટ અને રેલ્વે સ્ટેશન સાથે જોડશે. પીએમઓએ કહ્યું કે વડાપ્રધાન ચેન્નાઈ બીચ અને એટ્ટીપટ્ટુ વચ્ચેની ચોથી રેલ લાઇનનું ઉદ્ઘાટન પણ કરશે.

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

આ પહેલા પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તમિલનાડુની મુલાકાત કરી ચૂક્યા છે. આ ઉપરાંત ભાજપ અધ્યક્ષ જે.પી.નડ્ડા અને ગૃહ પ્રધાન અમિત શાહ પણ મુલાકાતે ગયા હતા. તમિલનાડુમાં આગામી સમયમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. ભાજપે ચૂંટણીની તૈયારી શરૂ કરી દીધી છે. આ જ કારણ છે કે પીએમ મોદી, ગૃહ પ્રધાન અમિત શાહ સહિત ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા સતત રાજ્યની મુલાકાતે આવે છે. તમિલનાડુમાં શાસક પક્ષ AIADMKનું ભાજપ સાથે જોડાણ છે.

Next Article