AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Narendra Modi: ચોવીસ કલાકમાં જ એક મિલિયન ફોલોઅર્સ, પીએમ મોદી સાથે વોટ્સએપ પર જોડાવા માટે ફોલો કરો આ સ્ટેપ્સ

જો તમે તમારા સ્માર્ટફોન પર પીએમ મોદી (PM Narendra Modi) સાથે જોડાયેલ દરેક અપડેટ મેળવવા માંગો છો, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થવાના છે. હવે તમે વોટ્સએપ પર પીએમ મોદી સાથે સરળતાથી કનેક્ટ થઈ શકો છો. ગઈ કાલે પીએમ નરેન્દ્ર મોદી વોટ્સએપ ચેનલ સાથે જોડાયા. હવે તમે વોટ્સએપ પર પીએમ મોદી સાથે સરળતાથી કનેક્ટ થઈ શકો છો. તો જાણો કેવી રીતે.

PM Narendra Modi: ચોવીસ કલાકમાં જ એક મિલિયન ફોલોઅર્સ, પીએમ મોદી સાથે વોટ્સએપ પર જોડાવા માટે ફોલો કરો આ સ્ટેપ્સ
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 20, 2023 | 6:13 PM
Share

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) વોટ્સએપ ચેનલ સાથે જોડાયા છે અને ચોવીસ કલાકમાં જ તેમના એક મિલિયન ફોલોઅર્સ થઈ ગયા છે. હવે આ પ્લેટફોર્મ પર યુઝર્સ તેમના સ્માર્ટફોન પર તેમના તમામ અપડેટ્સ સરળતાથી મેળવી શકે છે. તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે મેટાનું નવું ફીચર એડમિનિસ્ટ્રેટરને તેના ફોલોઅર્સ સાથે ટેક્સ્ટ, ફોટો, વીડિયો, સ્ટીકર્સ અને પોલ શેર કરવાની સ્વતંત્રતા આપે છે.

જો તમે નથી જાણતા તો તમને જણાવી દઈએ કે WhatsAppએ થોડા સમય પહેલા જ ચેનલ ફીચર રજૂ કર્યું છે. આ ફીચર લોન્ચ થયા બાદથી ઘણા મોટા નામ તેની સાથે જોડાયેલા છે. વોટ્સએપનું આ ફીચર બિલકુલ ઈન્સ્ટાગ્રામના બ્રોડકાસ્ટિંગ ચેનલ ફીચર જેવું છે. વોટ્સએપનું આ નવું ફીચર ધીમે ધીમે યુઝર્સમાં લોકપ્રિય થઈ રહ્યું છે. તમારા WhatsApp પર સ્ટેટસને બદલે WhatsApp ચેનલનો વિકલ્પ અપડેટ તરીકે દેખાશે. તો ચાલો જાણીએ કે આ ફીચર શું છે અને તમે પીએમ નરેન્દ્ર મોદીની વોટ્સએપ ચેનલ સાથે કેવી રીતે કનેક્ટ થઈ શકશો.

પીએમ મોદીએ પ્લેટફોર્મ સાથે જોડાવા અંગે આપી હતી જાણકારી

પીએમ નરેન્દ્ર મોદી પણ હવે વોટ્સએપ ચેનલ સાથે જોડાઈ ગયા છે. ચેનલ સાથે જોડાવાથી, હવે સામાન્ય લોકો પણ તેમની સાથે સંબંધિત દરેક માહિતી અથવા અપડેટ ખૂબ જ સરળતાથી મેળવી શકશે. પીએમ મોદીએ તેમની ઓફિશિયલ વોટ્સએપ ચેનલ પર એક પોસ્ટ શેર કરીને વોટ્સએપ ચેનલ સાથે જોડાવાની માહિતી આપી હતી. પહેલી પોસ્ટ શેર કરતી વખતે તેમને કહ્યું કે તે વોટ્સએપ કોમ્યુનિટીમાં જોડાઈ રહ્યો છે. આ પોસ્ટની સાથે પીએમ મોદીએ નવી સંસદની પહેલી તસવીર પણ શેર કરી છે. પીએમ મોદીએ શેર કરેલી આ તસવીરમાં તમે તેમને તેમના ડેસ્ક પર બેસીને કામ કરતા જોઈ શકો છો.

વોટ્સએપની ચેનલ ફીચર શું છે?

WhatsApp ચેનલ્સ એ એક-માર્ગી પ્રસારણ સાધન છે. જે એડમિનને તેમના ફોલોઅર્સ સાથે ટેક્સ્ટથી લઈને મલ્ટીમીડિયા અને પોલ સુધી વિવિધ પ્રકારની સામગ્રી શેર કરવાની સ્વતંત્રતા આપે છે. આ ફીચરની મદદથી યુઝર્સ હવે એપની અંદર જ પોતાની પસંદગીની વ્યક્તિઓ અને સંસ્થાઓ સાથે માહિતગાર અને જોડાયેલા રહી શકે છે. WhatsApp ચેનલોને અપડેટ્સ નામની સમર્પિત ટેબ દ્વારા એક્સેસ કરી શકાય છે, જે ફેમિલી, ફ્રેન્ડર્સ અને કોમ્યુનિટી સાથેની તમારી નિયમિત ચેટથી અલગ છે.

તમને જણાવી દઈએ કે તમે એકવાર ચેનલ પર પોસ્ટ કરશો, તે પોસ્ટ તમને 30 દિવસ સુધી જોવા મળશે, ત્યારબાદ જ તમે તેને બદલી શકશો. આની મદદથી તમે વોટ્સએપ મેસેજને ઓટોમેટિક ડિલીટ પણ કરી શકશો. યુઝર્સ ઈમોજીસનો ઉપયોગ કરીને WhatsApp ચેનલ પર પોસ્ટ અને મેસેજ પર રિએક્શન પણ આપી શકે છે. યુઝર્સની પ્રાઈવસીને ધ્યાનમાં રાખીને વોટ્સએપે આ ફીચર નંબર ફ્રી રાખ્યો છે. એટલે કે WhatsApp પર ચેનલ બનાવવા માટે તમારે મોબાઈલ નંબરની જરૂર નહીં પડે. યુઝરનો કોન્ટેક્ટ નંબર પણ કોઈપણ યુઝરને દેખાશે નહીં.

આ પણ વાંચો: Canada News: પંજાબ પોલીસના સિંઘમ ઓફિસર હતા IPS પવન કુમાર રાય, જેમને ભારતે રાજદ્વારી બનાવી કેનેડા મોકલ્યા હતા

પીએમ મોદીની ચેનલમાં કેવી રીતે જોડાવું

પીએમ મોદીની વોટ્સએપ ચેનલમાં જોડાવા માટે સૌથી પહેલા તમારા સ્માર્ટફોનમાં એપ ઓપન કરો. આ પછી તમારે નેવિગેટ ટેબ જોવાનું રહેશે. જ્યારે તમે તેના પર નેવિગેટ કરો છો, ત્યારે તમારી સ્ક્રીનની નીચે, તમે સર્ચ ચેનલ્સ વિકલ્પ જોશો. તમારે ફક્ત તેના પર ક્લિક કરવું પડશે. તમે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત તમામ ઉપલબ્ધ ચેનલોની લિસ્ટ જોશો. ચેનલમાં જોડાવા માટે, તેના ચેનલના નામની બાજુમાં પ્લસ આઈકોન પર ક્લિક કરો. તમે મેન્યુઅલી પણ ચેનલ શોધી શકો છો અથવા ફક્ત તમારી સ્ક્રીનના ઉપર-જમણા ખૂણે સર્ચ આયકનનો ઉપયોગ કરી શકો છો.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">