AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Canada News: પંજાબ પોલીસના સિંઘમ ઓફિસર હતા IPS પવન કુમાર રાય, જેમને ભારતે રાજદ્વારી બનાવી કેનેડા મોકલ્યા હતા

પંજાબમાં તેમની પોસ્ટિંગ દરમિયાન, IPS પવન કુમાર રાય ત્યારે ચર્ચામાં આવ્યા જ્યારે તેમણે એક MLAની કારમાંથી 10 કિલો હેરોઈન રિકવર કર્યું. 1 જુલાઈ, 2010ના રોજ પવન કુમાર રાયને ડેપ્યુટેશન પર RAWમાં મોકલવામાં આવ્યા.

Canada News: પંજાબ પોલીસના સિંઘમ ઓફિસર હતા IPS પવન કુમાર રાય, જેમને ભારતે રાજદ્વારી બનાવી કેનેડા મોકલ્યા હતા
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 20, 2023 | 4:37 PM
Share

India Canada Relation: કેનેડા સરકાર (Canada Government) દ્વારા કેનેડામાંથી પરત કાઢવામાં આવેલા ભારતીય રાજદ્વારી વાસ્તવમાં પંજાબ કેડરના આઈપીએસ અધિકારી છે. જેમણે લાંબા સમય સુધી પંજાબમાં સેવા આપી છે. 1997 બેચના IPS અધિકારી પવન કુમાર રાય (IPS Pawan Kumar Rai) મૂળ ઉત્તર પ્રદેશના બારાબંકીના છે, પરંતુ RAWમાં ડેપ્યુટેશન પર જતા પહેલા તેઓ લાંબા સમય સુધી પંજાબ પોલીસમાં પોસ્ટેડ હતા. પવન કુમાર રાય પંજાબના મોગા, અમૃતસર અને પાકિસ્તાનની સરહદે આવેલા તરનતારન જિલ્લાના એસએસપી રહી ચૂક્યા છે.

આ સિવાય તેમણે અમૃતસર અને જલંધરમાં એસપી તરીકે પંજાબ પોલીસના અલગ-અલગ વિભાગોમાં પણ સેવા આપી હતી. પંજાબમાં તેમની પોસ્ટિંગ દરમિયાન, IPS પવન કુમાર રાય ત્યારે ચર્ચામાં આવ્યા જ્યારે તેમણે એક MLAની કારમાંથી 10 કિલો હેરોઈન રિકવર કર્યું. 1 જુલાઈ, 2010ના રોજ પવન કુમાર રાયને ડેપ્યુટેશન પર RAWમાં મોકલવામાં આવ્યા.

તેમના સાથી અધિકારીઓ હાલમાં પંજાબ પોલીસમાં એડિશનલ ડીજીપી તરીકે તૈનાત છે. પવન કુમાર રાયને તેમના કડક વલણ અને પ્રામાણિક છબીના કારણે પંજાબ પોલીસમાં એક અલગ ઓળખ મળી હતી અને આ કારણે ડ્રગ્સ વિરુદ્ધ તેમના દ્વારા શરૂ કરાયેલા અભિયાન હેઠળ ઘણા નેતાઓ સાથે તેમનો રાજકીય સંઘર્ષ થયો હતો.

આ પણ વાંચો: Breaking News: ખાલિસ્તાનની ધમકી વચ્ચે કેનેડામાં રહેતા ભારતીયો માટે એડવાઈઝરી જાહેર, વિદેશ મંત્રીની PM મોદી સાથે થઈ મુલાકાત

તેમને કેમ હાંકી કાઢવામાં આવ્યા?

કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ ભારત પર ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભૂમિકા ભજવવાનો આરોપ લગાવ્યો હતો. જે બાદ કેનેડાના વિદેશ મંત્રી મેલાની જોલીએ ભારતીય રાજદ્વારી પવન રાય કુમારને દેશનિકાલ કરવાનો આદેશ જાહેર કર્યો હતો. હરદીપ સિંહ નિજ્જરની કેનેડામાં 18 જૂને હત્યા કરવામાં આવી હતી.

ડેપ્યુટેશન માટે જાતે જ કરી હતી અપીલ

પવન કુમાર રાયે ડેપ્યુટેશન માટે જાતે જ અપીલ દાખલ કરી હતી અને 2010માં તેમને પંજાબ પોલીસમાંથી ડેપ્યુટેશન પર RAWમાં મોકલવામાં આવ્યા હતા. RAWમાં 8 વર્ષ સુધી અલગ-અલગ હોદ્દા સંભાળ્યા પછી, તેઓ 2018માં વિદેશ વિભાગમાં જોઈન્ટ સેક્રેટરી તરીકે નિયુક્ત થયા અને કેનેડામાં ઈન્ટેલિજન્સ ઓફિસર તરીકે નિયુક્ત થયા.

હાલમાં તેઓ કેનેડામાં ભારતીય ગુપ્તચર સંસ્થા રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ (RAW)ના સ્ટેશન હેડ તરીકે કામ કરતા હતા. સામાન્ય રીતે તેમને હાંકી કાઢતી વખતે કોઈપણ રાજદ્વારીની માહિતી ગુપ્ત રાખવામાં આવે છે, પરંતુ કેનેડાની સરકારે પવન કુમાર રાયને હાંકી કાઢ્યા છે. તમામ માહિતી અને તેની પ્રોફાઈલ લીક થઈ ગઈ છે.

ધારાસભ્યની કારમાંથી હેરોઈન મળી આવ્યું હતું

1997 બેચના IPS પવન કુમાર રાય, પંજાબમાં તેમના કાર્યકાળ દરમિયાન અકાલી દળના ધારાસભ્યની કારમાંથી 10 કિલો હેરોઈન મળી આવ્યું હતું. તે સમયે રાજ્યમાં અકાલી દળની સરકાર હતી અને તે સમયે તેઓ તરનતારનના એસએસપી હતા. આટલું જ નહીં તેમણે જલંધરમાં હીરાની લૂંટના કેસમાં પંજાબ પોલીસ અધિકારી શિવકુમારના પુત્રની ધરપકડ કરી હતી.

આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">