અમારા ડોગ સ્કવોડના સભ્યોએ ગજબ હિંમત બતાવી, તુર્કીમાં ઓપરેશન દોસ્તમાં સામેલ લોકોને મળ્યા PM Modi
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તુર્કીમાં 'ઓપરેશન દોસ્ત'માં સામેલ એનડીઆરએફ (NDRF) અને અન્ય સંસ્થાઓની ભારતીય બચાવ દળો સાથે વાતચીત કરી. એનડીઆરએફના ડીજી અતુલ કરવાલ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તુર્કીમાં ઓપરેશન દોસ્તમાં સામેલ થયેલા એનડીઆરએફ અને અન્ય સંસ્થાઓના ભારતીય બચાવ ટીમો સાથે વાતચીત કરી. એનડીઆરએફના ડીજી અતુલ કરવાલ પણ આ પ્રસંગે ઉપસ્થિત હતા. પીએમ મોદીએ કહ્યું કે અમારા ડોગ સ્ક્વોડના સભ્યોએ ગજબની તાકાત બતાવી. દેશને તમારા પર ગર્વ છે. આપણી સંસ્કૃતિએ આપણને વસુધૈવ કુટુંબકમ શીખવ્યું છે. આપણે આખી દુનિયાને એક પરિવાર માનીએ છીએ.
તેમને કહ્યું કે જ્યારે પરિવારનો કોઈપણ સભ્ય મુશ્કેલીમાં હોય ત્યારે તેની મદદ કરવી ભારતનું કર્તવ્ય છે. આપણે બધાએ તે તસવીરો જોઈ છે જ્યાં એક માતા તમને કપાળ પર ચુંબન કરીને આશીર્વાદ આપી રહી હતી. 2001માં ગુજરાતમાં ભૂકંપ આવ્યો ત્યારે મેં વોલન્ટિયર તરીકે કામ કર્યું હતું અને મેં લોકોને બચાવવામાં પડતી મુશ્કેલીઓ જોઈ છે.
#WATCH | Wherever we reach with our Tiranga, there is an assurance, since the Indian teams have arrived, the situation will get better. We saw it in Ukraine and Afghanistan also. Tiranga became a shield for people of many countries in Ukraine: PM Modi pic.twitter.com/n9XovBxIZe
— ANI (@ANI) February 20, 2023
પીએમ મોદીએ એનજડીઆરએફની કરી પ્રશંસા
મોદીએ કહ્યું કે આજે હું તમને બધાને નમસ્કાર કરું છું. તેમને કહ્યું કે જ્યારે કોઈ બીજાને મદદ કરે છે ત્યારે તે નિઃસ્વાર્થ હોય છે. આ માત્ર વ્યક્તિઓને જ નહીં પરંતુ રાષ્ટ્રોને પણ લાગુ પડે છે. વર્ષોથી ભારતે આત્મનિર્ભર અને નિઃસ્વાર્થ બંને તરીકે પોતાની ઓળખ મજબૂત કરી છે. તેમને વધુમાં કહ્યું હતું કે દેશ કોઈપણ હોય અને માનવતાની વાત હોય તો ભારત માનવ હિતને સર્વોપરી રાખે છે.
આખી દુનિયાએ જોયું કે તમે તરત જ ત્યાં કેવી રીતે પહોંચ્યા. આ તમારી તૈયારી અને તમારી તાલીમ કૌશલ્ય દર્શાવે છે. અમારા એનડીઆરએફ જવાનોએ 10 દિવસ સુધી જે રીતે કામ કર્યું છે તે પ્રશંસનીય છે.
प्रधानमंत्री नरेंद्र मोदी ने तुर्की में ‘ऑपरेशन दोस्त’ में शामिल हुए एनडीआरएफ और अन्य संगठनों के भारतीय बचाव दलों के साथ बातचीत की। एनडीआरएफ के डीजी अतुल करवाल भी इस अवसर पर उपस्थित रहे। pic.twitter.com/JCpKGMamJC
— ANI_HindiNews (@AHindinews) February 20, 2023
આપણે આખી દુનિયાને એક પરિવાર માનીએ છીએ
પીએમ મોદીએ કહ્યું કે આજે વિશ્વમાં ભારત પ્રત્યે સદ્ભાવના છે. જ્યારે પણ આપત્તિ આવે છે, ભારત સૌથી પહેલા ઉત્તરદાતાના રૂપમાં કાર્ય કરે છે અને મદદની ઓફર કરે છે. નેપાળનો ભૂકંપ હોય, માલદીવ હોય કે શ્રીલંકાનું સંકટ હોય, ભારત મદદ માટે આગળ આવ્યું. તેમને કહ્યું કે હવે અન્ય દેશો પણ એનડીઆરએફ પર તેમનો વિશ્વાસ વધારી રહ્યા છે.
આ પણ વાંચો : 2024માં દુરબીન લઈને શોધવા પર પણ નહીં મળે કોંગ્રેસ: અમિત શાહ