PM Narendra Modi In Bhopal: પસમાન્દા મુસલમાન-યૂનિફોર્મ સિવિલ કોડ, ભોપાલમાં PM મોદીના સંબોધનની મોટી વાતો

|

Jun 27, 2023 | 4:29 PM

પીએમે કહ્યું કે વિશ્વના મોટાભાગના મુસ્લિમ દેશોમાં ટ્રિપલ તલાકને નાબૂદ કરવામાં આવ્યો છે, પરંતુ અહીં કેટલાક રાજકીય પક્ષો પોતાના ફાયદા માટે મુસ્લિમ ભાઈ-બહેનોને ભડકાવી રહ્યા છે.

PM Narendra Modi In Bhopal: પસમાન્દા મુસલમાન-યૂનિફોર્મ સિવિલ કોડ, ભોપાલમાં PM મોદીના સંબોધનની મોટી વાતો
PM Narendra Modi

Follow us on

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ​​ભોપાલમાં ભાજપ બૂથ કાર્યકર્તાઓને સંબોધિત કરતા યુનિફોર્મ સિવિલ કોડનો ઉલ્લેખ કરીને વિપક્ષી પાર્ટીઓ પર નિશાન સાધ્યું છે. પીએમે કહ્યું કે વિશ્વના મોટાભાગના મુસ્લિમ દેશોમાં ટ્રિપલ તલાકને નાબૂદ કરવામાં આવ્યો છે, પરંતુ અહીં કેટલાક રાજકીય પક્ષો પોતાના ફાયદા માટે મુસ્લિમ ભાઈ-બહેનોને ભડકાવી રહ્યા છે.

આ પણ વાંચો: PM Modi in Bhopal: બૂથ કાર્યકરોને પીએમ મોદીનો મંત્ર, જણાવ્યું કે લોકોને કેવી રીતે તમારી સાથે જોડવા

પીએમએ કહ્યું કે, યુનિફોર્મ સિવિલ કોડના નામે મુસ્લિમ ભાઈ-બહેનોને ઉશ્કેરવામાં આવી રહ્યા છે. શું એક જ પરિવારમાં બે પ્રકારના નિયમો ચાલશે? દેશના બંધારણમાં બધા માટે સમાન કાયદાની વાત કહેવામાં આવી છે. સુપ્રીમ કોર્ટ પણ વારંવાર ફટકાર લગાવે છે, પરંતુ આ લોકો વોટબેંકના ભૂખ્યા લોકો છે. બૂથ કાર્યકરોને સંબોધતા પહેલા પીએમ મોદીએ ભોપાલમાં જ એક સાથે પાંચ વંદે ભારત ટ્રેનોને લીલી ઝંડી બતાવી હતી.

જીવનથી નિરાશ થઈને આ પ્રાણીઓ પણ માણસની જેમ જ કરે છે આત્મહત્યા
અમદાવાદમાં નવરાત્રીમાં ગરબાની રમઝટ બોલાવશે, હિમાલી વ્યાસ
Kisan helpline number : ફક્ત એક કોલ પર જ મળી જશે ખેતીને લગતી માહિતી, SMS થી કરાવો રજીસ્ટ્રેશન
PM મોદીના ડાયટમાં સામેલ છે સરગવો, તેના પાનની આ રીતે બનાવો ચટણી
આજનું રાશિફળ તારીખ : 17-09-2024
એક મેચમાં કોમેન્ટ્રી કરી લાખો કમાય છે આ પૂર્વ ક્રિકેટરો અને કોમેન્ટેટરો

પીએમ મોદીના સંબોધનની મોટી વાતો

  • અમારા પસમાન્દા ભાઈ-બહેનો છે જેમને અમુક લોકોએ તબાહ કરી કર્યા. તેમનો વોટ બેંક તરીકે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ટ્રિપલ તલાકની હિમાયત કરનારાઓ વોટબેંકના ભૂખ્યા લોકો છે.
  • પસમાન્દા મુસ્લિમો મોચી, દફાલી, જોલાહા, શિયા, લહારી છે. વિશ્વના ઘણા મુસ્લિમ દેશોમાં ટ્રિપલ તલાક નાબૂદ કરવામાં આવ્યો છે.
  • વોટ બેંકની રાજનીતિ કરનારાઓએ મુસ્લિમોનું શોષણ કર્યું, પરંતુ તેમની ક્યારેય ચર્ચા થઈ નથી. આજે પણ તેમને સમાન અધિકારો નથી મળતા.
  • હું બે દિવસ પહેલા ઇજિપ્તમાં હતો, ઇજિપ્તે 90 વર્ષ પહેલા ટ્રિપલ તલાક નાબૂદ કર્યુ હતું. કતાર, ઈન્ડોનેશિયા, બાંગ્લાદેશ જેવા દેશોમાં પણ તેને નાબૂદ કરી દેવામાં આવ્યું છે.
  • કેટલાક લોકો મુસ્લિમ દીકરીઓ પર ટ્રિપલ તલાકનો દોર મૂકીને તેમના પર અત્યાચાર કરવા માગે છે. શું એક જ પરિવારમાં બે પ્રકારના નિયમો હશે? બંધારણમાં સમાન કાયદાની વાત કરવામાં આવી છે.
  • સુપ્રીમ કોર્ટ યુનિફોર્મ સિવિલ કોડ લાવવા માટે ડંડો ચલાવી રહી છે પરંતુ વોટબેંકના ભૂખ્યા આ લોકો તેનો વિરોધ કરે છે.
    ટ્રિપલ તલાકથી માત્ર મુસ્લિમ દીકરીઓને જ અન્યાય થતો નથી, પરંતુ આખો પરિવાર બરબાદ થઈ જાય છે. જો તે ઇસ્લામનો આવશ્યક ભાગ હતો, તો પછી અન્ય દેશોએ તેને કેમ નાબૂદ કર્યો.
  • PMએ કહ્યું કે અમે એમાં નથી કે જેઓ એસીમાં બેસીને પાર્ટી ચલાવે છે. આપણે એવા લોકો છીએ જે ગામડે ગામડે જઈને લોકો વચ્ચે વિતાવીએ છીએ. તેમની સાથે ઊભા રહીએ છીએ.
  • 2014 અને 2019માં ભાજપના કટ્ટર વિરોધીઓમાં એટલો ડર દેખાતો ન હતો જેટલો આજે જોવા મળે છે. જે લોકો પહેલા અપશબ્દો બોલતા હતા, આજે તેમની સામે નતમસ્તક છે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article