AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM મોદીનું નવુ સરનામું, સેવા તીર્થથી કરશે કામકાજ, જાણો મોદી સરકારે દિલ્હીમાં કેટલા બદલ્યા નામ-ઠામ

PM Narendra Modi New Office : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવા પ્રધાનમંત્રી કાર્યાલય (PMO) સંકુલનું અનાવરણ કર્યું, જેનું નામ "સેવા તીર્થ" છે. સેવા તીર્થ હવે વડાપ્રધાનનું સત્તાવાર કાર્યાલય કહેવાશે. પીએમનું કાર્યાલય સેવા તીર્થ સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટનો જ એક ભાગ છે, જે વિવિધ મંત્રાલયોને એક છત નીચે લાવવા માટે બનાવાયું છે.

PM મોદીનું નવુ સરનામું, સેવા તીર્થથી કરશે કામકાજ, જાણો મોદી સરકારે દિલ્હીમાં કેટલા બદલ્યા નામ-ઠામ
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 13, 2026 | 3:26 PM
Share

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે, 13 ફેબ્રુઆરીને શુક્રવાર ના રોજ, નવા વડાપ્રધાન કાર્યાલય (PMO) ભવન સંકુલનું નામ “સેવા તીર્થ” રાખ્યું છે. પીએમ મોદી આજે નવા PMO માં સ્થળાંતર કરશે. આનો અર્થ એ થયો કે, હવેથી પ્રધાનમંત્રી કાર્યાલય કાયમી ધોરણે તેનું સરનામું બદલશે. પીએમ મોદીનું સત્તાવાર કાર્યાલય હવે સેવા તીર્થ ગણાશે, સેવા તીર્થની સાથે અન્ય ઘણા પ્રધાનોના, મંત્રાલયના કાર્યાલયો આવેલ હશે.

વડાપ્રધાન મોદીએ PMO, NSCS અને કેબિનેટ સચિવાલય ધરાવતા સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ સંકુલનું નામ સેવા તીર્થ રાખ્યું છે. 2014 થી, મોદી સરકારે વર્ષોજૂના ભારતમાંથી બહાર નીકળવા અને તેની વિચારસરણીમાં પરિવર્તન લાવવા માટે સતત પગલાં લીધાં છે. કેટલાક મુખ્ય ફેરફારો નીચે મુજબ છે: સેવા તીર્થ સંકુલમાં ત્રણ ઇમારતો છે.

પીએમ મોદી સાંજે કરશે સંબોધન

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સાંજે 6 વાગ્યે કર્તવ્ય ભવન-1 અને 2 સાથે સેવા તીર્થનું ઉદ્ઘાટન કરશે. તેઓ આ પ્રસંગે સંબોધન પણ કરશે. સેવા તીર્થમાં સ્થળાંતર કરતા પહેલા, પીએમ મોદી સાઉથ બ્લોકમાં કેન્દ્રીય મંત્રીમંડળની એક ખાસ બેઠક યોજશે. આ સાઉથ બ્લોકમાં મોદી મંત્રીમંડળની છેલ્લી બેઠક હશે. આ પછી, હવેથી બધી જ બેઠકો નવા કાર્યાલયમાં યોજાશે.

આ સ્થળોના નામ બદલાયા છે:

  • સાઉથ બ્લોક → સેવા તીર્થ
  • કેન્દ્રીય સચિવાલય → કર્તવ્ય ભવન
  • રાજપથ → કર્તવ્ય પથ
  • રેસ કોર્સ રોડ → લોક કલ્યાણ માર્ગ
  • રાજ ભવન / રાજ નિવાસ → લોક ભવન / લોક નિવાસ

એક જ છત નીચે સમગ્ર સરકાર

સેવા તીર્થને સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટના ભાગ રૂપે વિકસાવવામાં આવ્યું છે. 2.26 લાખ ચોરસ ફૂટમાં ફેલાયેલું આ આધુનિક સંકુલ દારા શિકોહ રોડ પર સ્થિત છે. તેનું બાંધકામ આશરે રૂપિયા 1,189 કરોડના ખર્ચે કરવામાં આવ્યું હતું. અગાઉ, અલગ અલગ સ્થળોએ આવેલી સરકારી ઓફિસો હવે એક જ છત નીચે રાખવામાં આવશે.

સ્માર્ટ ઓફિસ સુવિધાઓથી સજ્જ, આ કેન્દ્ર હાઇ-સ્પીડ ઇન્ટરનેટ, પેપરલેસ વર્ક કલ્ચર, ડિજિટલ આર્કાઇવ્સ અને અત્યાધુનિક કોન્ફરન્સ રૂમ સાથે વહીવટી કાર્યને વધુ સરળ બનાવશે તેમ કહેવાઈ રહ્યું છે.

Breaking News :જમ્મુ-કાશ્મીરનો સ્વાલકોટ હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટ ફરી ચર્ચામાં, ચિનાબ મુદ્દે પાકિસ્તાનની નવી ચાલ

g clip-path="url(#clip0_868_265)">