PM Modi US Visit: પીએમ મોદી અમેરિકા જવા રવાના, કહ્યું – આતંકવાદ સહિત વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરાશે

PM Modi before departing for US: વડાપ્રધાન મોદીએ કહ્યુ કે, 22-25 સપ્ટેમ્બરના યુએસ પ્રવાસ દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડન સાથે ભારત-યુએસ વ્યાપક વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારીની સમીક્ષા કરશે અને પરસ્પર હિતના પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર વિચારોનું આદાન-પ્રદાન કરશે.

PM Modi US Visit: પીએમ મોદી અમેરિકા જવા રવાના, કહ્યું - આતંકવાદ સહિત વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરાશે
Prime Minister Narendra Modi
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 22, 2021 | 12:20 PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકા પ્રવાસ માટે આજે રવાના થયા છે. અમેરિકા પ્રવાસે જતા પહેલા, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના સમગ્ર પ્રવાસ કાર્યક્રમ અને તેની થીમ વિશે માહિતી આપતો સંદેશ ટ્વીટર દ્વારા જારી કર્યો હતો. પીએમ મોદીની આ મુલાકાત ઘણી રીતે મહત્વની માનવામાં આવી રહી છે. ભારત-પ્રશાંત ક્ષેત્રમાં ચીનના વધતા જતા પ્રભાવ અને અફઘાનિસ્તાનમાં ઝડપથી બદલાતી રાજકીય પરિસ્થિતિને કારણે આ મુલાકાત વધુ મહત્વની બની છે. વડાપ્રધાને કહ્યું કે, “22-25 સપ્ટેમ્બર સુધીની અમેરિકાની મુલાકાત દરમિયાન, હું રાષ્ટ્રપતિ જો બાઈડન (Joe Biden) સાથે ભારત-યુએસ વ્યાપક વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારીની સમીક્ષા કરીશ અને પરસ્પર હિતના પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર વિચારોનું આદાન-પ્રદાન કરીશ.”

અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસને ( Kamala Harris) મળવાની તેમની આતુરતાનો ઉલ્લેખ કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે તેઓ બંને દેશો વચ્ચે સાયન્સ અને ટેકનોલોજીના ક્ષેત્રમાં સહયોગની તક શોધવા માટે ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ સાથે વાતચીતની પણ રાહ જોઈ રહ્યા છે.

સુંદરતાનું બીજું નામ 'એન્ટિલિયા', કોણે બનાવ્યું છે મુકેશ અંબાણીનું 27 માળનું ઘર?
એલ્વિશ યાદવ સહિત Bigg Bossના કન્ટેસ્ટન્ટ જઈ ચૂક્યા જેલ,જાણો કોણ છે સામેલ
ઘરમાં જ ઉગાડો સ્વાદિષ્ટ લીચી, અપનાવો આ સરળ ટીપ્સ
કઈ ઉંમરે ગર્ભધારણની શક્યતાઓ વધારે ?
ડ્રોન દીદી બનવા માટે શું લાયકાત હોવી જોઇએ ? જાણો કેટલુ વેતન મળશે
આજનું રાશિફળ તારીખ : 19-03-2024

વડાપ્રધાને કહ્યું કે તેઓ અમેરિકાના રાષ્ટ્રપતિ બાઈડન, ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસન (Scott Morrison) અને જાપાનના વડાપ્રધાન યોશીહિદે સુગા સાથે ક્વાડ સમિટમાં ભાગ લેશે. તેમણે કહ્યું કે, આ સમિટ આ વર્ષે માર્ચમાં યોજાયેલી વર્ચ્યુઅલ સમિટના પરિણામોને આગળ લઈ જવાની અને ભારત-પ્રશાંત ક્ષેત્ર માટે વહેંચાયેલ વિઝનના આધારે ભવિષ્યની પ્રાથમિકતાઓને ઓળખવાની તક પૂરી પાડે છે.

દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત કરવા માટે વાતચીત થશે પીએમ મોદીએ કહ્યું કે તેઓ ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન મોરિસન અને જાપાનના વડાપ્રધાન સુગાને પણ મળશે. આ બેઠક દરમિયાન, પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત કરવા માટે જાપાન અને ઓસ્ટ્રેલિયા સાથે વાતચીત કરવામાં આવશે.

તેમની મુલાકાત સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં પીએમના સંબોધન સાથે સમાપ્ત થશે. તેમણે કહ્યું, “હું મારી મુલાકાત યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલીના સંબોધન સાથે સમાપ્ત કરીશ, જેમાં કોવિડ -19 રોગચાળો, આતંકવાદ સામે લડવાની જરૂરિયાત, આબોહવા પરિવર્તન અને અન્ય મહત્વપૂર્ણ મુદ્દાઓ સહિત વૈશ્વિક પડકારો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.”

તેમણે કહ્યું કે તેમની યુએસ મુલાકાત અમેરિકા સાથે વ્યાપક વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત કરવા, ભારતીય વ્યૂહાત્મક ભાગીદારો જાપાન અને ઓસ્ટ્રેલિયા સાથેના સંબંધોને મજબૂત કરવા અને મહત્વપૂર્ણ વૈશ્વિક મુદ્દાઓ પર પરસ્પર સહયોગને આગળ વધારવા માટે એક મહાન તક હશે.

PM મોદીની મુલાકાત અંગે સાંસદો અને ઉદ્યોગપતિઓએ શું કહ્યું? યુ.એસ.માં ઈન્ડિયાસ્પોરાના સ્થાપક એમ.આર. રંગાસ્વામીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અમેરિકાની મુલાકાત એવા સમયે થઈ રહી છે જ્યારે ભારત મજબૂત સ્થિતિમાં છે અને ભારતીય અર્થતંત્રને પણ વેગ મળ્યો છે. તેમણે કહ્યું કે મોદીના નેતૃત્વમાં ભારત વિશ્વમાં એક મજબૂત આર્થિક શક્તિ તરીકે ઉભરી આવ્યું છે. કંપનીઓ તેને માત્ર રોકાણના સ્થળ તરીકે જોઈ રહી નથી, પરંતુ મોટી સંખ્યામાં ભારતીય ‘સ્ટાર્ટઅપ્સ’ હવે ‘યુનિકોર્ન’માં ફેરવાઈ રહ્યા છે.

‘યુનિકોર્ન’ એક સ્ટાર્ટઅપ કંપની કહેવાય છે જેની કિંમત એક અબજ ડોલરથી વધુ છે. રંગસ્વામીએ કહ્યું, ‘ભારતની અર્થવ્યવસ્થામાં તેજી આવવા લાગી છે. બે વર્ષ પહેલાની સરખામણીમાં આ ઘણું આગળ છે. ભારતની આર્થિક શક્તિ હવે યોગ્ય સ્વરૂપ લઈ રહી છે. ભારતીય ઉદ્યોગપતિઓ માટે આ સુવર્ણ દાયકો બનવા જઈ રહ્યો છે.

પીએમ મોદી અમેરિકન કોર્પોરેટ ક્ષેત્રના લોકોને પણ મળશે વડાપ્રધાન મોદી અમેરિકાના રાષ્ટ્રપતિ જો બિડેન સાથેની દ્વિપક્ષીય બેઠક અને ઐતિહાસિક ક્વાડ સમિટમાં ભાગ લેવા માટે બુધવારે ત્રણ દિવસની અમેરિકાની મુલાકાતે જઈ રહ્યા છે. આ દરમિયાન, તે અમેરિકન કોર્પોરેટ ક્ષેત્રના મજબૂત લોકોને મળવાની પણ શક્યતા છે.

દક્ષિણ એશિયાઈ સમુદાયના નેતા અજય ભુતારિયાએ મોદીની મુલાકાતને આવકારતા કહ્યું કે, ભારત-અમેરિકા દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબુત બનાવવાની દિશામાં આ ખૂબ જ મહત્વપૂર્ણ પગલું છે. દરમિયાન, હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવમાં સિલિકોન વેલીનું પ્રતિનિધિત્વ કરતા સાંસદ રો ખન્નાએ જણાવ્યું હતું કે, બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવા માટે મોદીની ત્રણ દિવસની યુએસ મુલાકાત મહત્વપૂર્ણ રહેશે. તેમણે કહ્યું કે, હું વડાપ્રધાન મોદીની મુલાકાતનું સ્વાગત કરું છું અને માનું છું કે અમેરિકા-ભારત સંબંધોને મજબૂત કરવા માટે તે મહત્વનું રહેશે.

આ પણ વાંચોઃ BJP: ચૂંટણી મોડમાં ભાજપ! મુખ્યમંત્રીઓ બાદ હવે ધારાસભ્યો નિશાન પર, 50% ધારાસભ્યો 2022ની ચૂંટણીમાંથી સાફ થઈ જશે

આ પણ વાંચોઃ IPL 2021 DC vs SRH Live Streaming: આજે દિલ્હી અને હૈદરાબાદ વચ્ચે જંગ, જાણો ક્યારે, ક્યાં અને કેવી રીતે મેચ નિહાળી શકાશે

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">