PM Modi 5 નવેમ્બરે પાંચમી વાર કરશે કેદારનાથ ધામની યાત્રા, પોણા ચારસો કરોડની યોજનાઓનું કરશે ઉદ્ઘાટન
2013ના ભયંકર પૂર બાદ કેદારનાથ ધામનું નિર્માણ કાર્ય વડાપ્રધાન મોદીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું છે અને તેમણે દરેક પ્રોજેક્ટની સતત સમીક્ષા અને દેખરેખ રાખી છે.
PM Modi Kedarnath Visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) આવતી કાલે એટલે કે 5 નવેમ્બરે કેદારનાથ ધામની મુલાકાત લેશે. કેદારનાથ ધામ મંદિરમાં પૂજા કર્યા બાદ તેઓ આદિ શંકરાચાર્યની સમાધિ અને તેમની પ્રતિમાનું અનાવરણ કરશે. આ સાથે તેઓ શિલાન્યાસ પણ કરશે અને અનેક વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન પણ કરશે.
આ માહિતી ભારતીય જનતા પાર્ટી (BJP)ના રાષ્ટ્રીય મહાસચિવ તરુણ ચુગે આપી છે. તેમણે કહ્યું કે 2013ના ભયંકર પૂર બાદ કેદારનાથ ધામનું નિર્માણ કાર્ય વડાપ્રધાન મોદીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું છે અને તેમણે દરેક પ્રોજેક્ટની સતત સમીક્ષા અને દેખરેખ રાખી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) શુક્રવારે પાંચમી વખત કેદારનાથ (Kedarnath) પહોંચશે અને તેઓ તેમની મુલાકાતમાં ચારસો કરોડના વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. આમાં સરસ્વતી (Sarswati) અને મંદાકિની (Mandakini) નદીઓના કિનારે સુરક્ષા દિવાલ સાથે આદિગુરુ શંકરાચાર્ય (Shankracharya)ની સમાધિનું ઉદ્ઘાટન, મંદાકિની પરનો પુલ અને તીર્થયાત્રાના પૂજારીઓ માટેના રહેઠાણો તેમજ અન્ય પુનઃનિર્માણ કાર્યો માટે શિલાન્યાસનો સમાવેશ થાય છે. આ સાથે કેદારનાથ ધામમાં ચાર ગુફાઓ પણ તૈયાર કરવામાં આવી છે. સાથે જ રાજ્ય સરકારે આ માટે તમામ પ્રકારની તૈયારીઓ કરી લીધી છે.
તેમણે કહ્યું કે, ‘દેશની સાંસ્કૃતિક વારસાને અકબંધ રાખવા અને તમામ દેશવાસીઓને તેનાથી પરિચિત કરાવવા વડાપ્રધાનના આ કાર્યક્રમથી આદિ શંકરાચાર્યની અખંડ યાત્રાના માર્ગ પદેશભરના પ્રમુખ 87 મંદિરો પર સાધુ-સંતો, મહામંડલેશ્વર, આચાર્ય વગેરે જોડાશે. અદ્ભુત સંત સમાગમ થશે અને દેશની આધ્યાત્મિક ચેતનાને નવો આયામ આપવાના કાર્યક્રમો થશે.
દેશભરના હજારો શિવાલયાઓમાં જોઈ શકશે પીએમનો કાર્યક્રમ તરુણ યુગે વધુમાં જણાવ્યું હતું કે, ‘આદિગુરુ શંકરાચાર્યે દેશમાં આધ્યાત્મિક સંસ્કાર અને આધ્યાત્મિક ચેતના જગાવવા અને તેમના દ્વારા પ્રદર્શિત સિદ્ધાંતોને જીવંત કરવા માટે જે અસાધારણ કાર્ય કર્યું હતું તેનાથી દેશવાસીઓને ભારતીય જનતા પાર્ટીએ પરિચિત કરવા માટે આ કાર્યક્રમની રચના કરી છે. દેશભરના હજારો શિવાલયોમાં માનનીય વડાપ્રધાનનો કાર્યક્રમ જોવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. અહીં વિશેષ સાંસ્કૃતિક અને ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે જે ચોક્કસપણે નાગરિકોમાં આધ્યાત્મિક ચેતનાના સંસ્કારને જગાડશે.
આ પણ વાંચો: Diwali 2021: દિવાળીની રાત્રે આ અચૂક ઉપાયોથી ચમકી જશે કિસ્મત, જાણો આ ચમત્કારી ઉપાયો વિશે