‘કોપીમાસ્ટર’ કેજરીવાલે મારી મફત તીર્થયાત્રા યોજનાની કરી નકલ’, પ્રમોદ સાવંતે ચૂંટણી વચનને લઈને દિલ્હીના મુખ્યમંત્રી પર કર્યો પ્રહાર

અરવિંદ કેજરીવાલ પર નિશાન સાધતા પ્રમોદ સાવંતે કહ્યું કે તેઓ મારા પ્લાનની નકલ કરી રહ્યા છે. તે કોપીમાસ્ટર છે.

'કોપીમાસ્ટર' કેજરીવાલે મારી મફત તીર્થયાત્રા યોજનાની કરી નકલ', પ્રમોદ સાવંતે ચૂંટણી વચનને લઈને દિલ્હીના મુખ્યમંત્રી પર કર્યો પ્રહાર
ગોવાના સીએમ પ્રમોદ સાવંત
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 04, 2021 | 6:49 AM

ગોવામાં આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને રાજકીય ઘમાસાણ તેજ બન્યું છે. અનેક રાજકીય પક્ષો સક્રિય થયા છે. આમ આદમી પાર્ટીએ પણ લોકોને આકર્ષવા માટે ચૂંટણી વચનો આપવાનું શરૂ કરી દીધું છે. જેના કારણે આરોપ-પ્રત્યારોપની રાજનીતિ પણ શરૂ થઈ ગઈ છે. આ અંતર્ગત ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના મફત તીર્થયાત્રાના વચન પર નિશાન સાધ્યું છે.

અરવિંદ કેજરીવાલે ચૂંટણી જીતવા પર રાજ્યમાં મફત તીર્થયાત્રાનું વચન આપ્યું હતું, જેને પ્રમોદ સાવંતે તેમની યોજના ગણાવી છે. સાવંતે કહ્યું, ‘મેં મારા બજેટમાં મફત તીર્થયાત્રાની જાહેરાત કરી હતી. આ યોજનાને જાહેર પણ કરવામાં આવી છે. તેનું રજીસ્ટ્રેશન પણ શરૂ થઈ ગયું છે.અરવિંદ કેજરીવાલ પર નિશાન સાધતા કહ્યું કે તેઓ મારા પ્લાનની નકલ કરી રહ્યા છે. તે કોપી માસ્ટર છે.

અરવિંદ કેજરીવાલે સોમવારે તેમની એક દિવસીય ગોવાની મુલાકાત દરમિયાન કોંગ્રેસ અને ભાજપ પર જોરદાર નિશાન સાધ્યું હતું. તેમણે કોંગ્રેસ અને ભાજપ બંનેને ભ્રષ્ટ ગણાવ્યા. કેજરીવાલે કહ્યું કે કોંગ્રેસ ભાજપ વિરુદ્ધ બોલવાની હિંમત નથી કરતી કારણ કે તેઓ જાણે છે કે જો તેઓ બોલશે તો તેમને જેલમાં મોકલવામાં આવશે. રાજ્ય સરકાર પર સવાલ ઉઠાવતા કેજરીવાલે કહ્યું કે છેલ્લા 10 વર્ષથી ભાજપની સરકાર છે અને કોંગ્રેસના પૂર્વ મુખ્યમંત્રી કે મંત્રી વિરુદ્ધ એક પણ કેસ કેમ નોંધવામાં આવ્યો નથી.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

ગોવાના તમામ લોકોને મફત તીર્થયાત્રા

કેજરીવાલે જાહેરાત કરી હતી કે જો રાજ્યમાં તેમની સરકાર બનશે તો ગોવાના લોકોને અયોધ્યાની મફત યાત્રાની સુવિધા મળશે. તેમણે કહ્યું, જેઓ અમારા ખ્રિસ્તી ભાઈઓ અને બહેનો છે, તેઓને વેંલેકનીની મફત યાત્રા કરાવવામાં આવશે. જે મુસ્લિમ ભાઈ-બહેનો છે, તેઓને અજમેર શરીફની યાત્રા કરાવવામાં આવશે.

મને કહેવામાં આવ્યું છે કે ગોવામાં એવા ઘણા લોકો છે જેઓ શિરડીમાં આસ્થા ધરાવે છે, તેમને શિરડીની યાત્રા કરાવવામાં આવશે.દિલ્હીનું ઉદાહરણ આપતા કેજરીવાલે કહ્યું કે તીર્થયાત્રા યોજના હેઠળ પ્રથમ વર્ષમાં 35,000 લોકોને મફતમાં યાત્રા કરાવવામાં આવી હતી. દિલ્હીના મુખ્યમંત્રીએ કહ્યું કે છેલ્લા 25-30 દિવસમાં 1 લાખ 12 હજાર યુવાનોએ AAPની રોજગાર ગેરંટી માટે નોંધણી કરાવી છે. આ દર્શાવે છે કે લોકોને આમ આદમી પાર્ટીમાં કેટલો વિશ્વાસ છે.

તેમણે કહ્યું, હું તે બધાને વિશ્વાસ અપાવવા માંગુ છું કે આ કેજરીવાલની ગેરંટી છે કે આ પૂર્ણ થશે. અમે તમને રોજગાર આપીશું અને જ્યાં સુધી તમને રોજગાર નહીં મળે ત્યાં સુધી અમે તમને રોજગાર ભથ્થું પણ આપીશું.

આ પણ વાંચો :  Maharashtra: નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે ITની કાર્યવાહી પર કરી સ્પષ્ટતા, ‘ન મારી કોઈ સંપતિ સીઝ થઈ છે અને નથી મને કોઈ નોટિસ મળી છે’

g clip-path="url(#clip0_868_265)">