PM મોદી આજે 18મી આસિયાન-ભારત સમિટમાં લેશે ભાગ, આ મુદ્દાઓ પર રહેશે ફોકસ, વાંચો દેશ માટે શા માટે છે મહત્વનું ?
18th ASEAN-India summit: PM મોદી 18મી આસિયાન-ભારત સમિટમાં આસિયાનની સ્થિતિ અને ભારતની વ્યૂહાત્મક ભાગીદારીની સમીક્ષા કરશે. તેઓ બ્રુનેઈના સુલતાનના આમંત્રણ પર સમિટમાં ભાગ લઈ રહ્યા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા 18મી આસિયાન-ભારત સમિટ (18th ASEAN-India summit) માં ભાગ લેશે. પૂર્વ એશિયા સમિટ એ ઈન્ડો-પેસિફિક (Indo-Pacific) ના અગ્રણી નેતાઓની આગેવાની હેઠળનું એક મંચ છે. 2005 માં તેની શરૂઆત થઈ ત્યારથી, ફોરમે પૂર્વ એશિયાના વ્યૂહાત્મક અને ભૌગોલિક રાજકીય વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. આસિયાનના 10 સભ્ય દેશો ઉપરાંત પૂર્વ એશિયા સમિટમાં ભારત, ચીન, જાપાન, રિપબ્લિક ઓફ કોરિયા, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, યુનાઇટેડ સ્ટેટ્સ અને રશિયા સામેલ છે.
ભારત, પૂર્વ એશિયા સમિટના સ્થાપક સભ્ય હોવાને કારણે, પૂર્વ એશિયા સમિટને મજબૂત કરવા અને તેને સમકાલીન પડકારોનો સામનો કરવા વધુ અસરકારક બનાવવા માટે પ્રતિબદ્ધ છે. PM મોદી 18મી આસિયાન-ભારત સમિટમાં આસિયાનની સ્થિતિ અને ભારતની વ્યૂહાત્મક ભાગીદારીની સમીક્ષા કરશે. તેઓ બ્રુનેઈના સુલતાનના આમંત્રણ પર સમિટમાં ભાગ લઈ રહ્યા છે.
કોરોના અને આર્થિક સુધારા પર વાતચીતની આશા વડા પ્રધાન નરેન્દ્ર મોદી કોવિડ-19 (Covid-19), આરોગ્ય, વેપાર અને વાણિજ્ય, કનેક્ટિવિટી અને શિક્ષણ અને સંસ્કૃતિ સહિતના મુખ્ય ક્ષેત્રોમાં થયેલી પ્રગતિની સમીક્ષા કરશે. રોગચાળા પછી આર્થિક પુનઃપ્રાપ્તિ સહિત મહત્વપૂર્ણ પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય વિકાસની પણ ચર્ચા થવાની અપેક્ષા છે.
આસિયાન-ભારત સમિટ દર વર્ષે યોજાય છે. આનાથી ભારત અને આસિયાનના સભ્ય દેશોને મજબૂત રીતે જોડવાની તક મળે છે. પીએમ મોદીએ ગયા વર્ષે નવેમ્બરમાં આયોજિત 17મી આસિયાન-ઈન્ડિયા સમિટમાં ભાગ લીધો હતો. આ નવમી વખત હશે કે તેઓ આ કોન્ફરન્સમાં ભાગ લેશે.
આસિયાન એ ઈન્ડો-પેસિફિકના વ્યાપક વિઝનનું કેન્દ્ર છે આસિયાન-ભારત વ્યૂહાત્મક ભાગીદારી વહેંચાયેલ ભૌગોલિક, ઐતિહાસિક અને સભ્યતાના સંબંધોના મજબૂત પાયા પર બનેલી છે. અમારી એક્ટ ઈસ્ટ પોલિસી અને ઈન્ડો-પેસિફિકના વ્યાપક વિઝનમાં આસિયાન કેન્દ્ર સ્થાને છે. ભારત અને આસિયાન વચ્ચે ઘણા ડાયલોગ હોય છે, જેમાં શિખર સંમેલન, મંત્રી સ્તરની બેઠકો અને વરિષ્ઠ અધિકારીઓની બેઠકોનો સમાવેશ થાય છે. વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે ઓગસ્ટ 2021માં ASEAN-ભારત વિદેશ મંત્રીઓની બેઠક અને EAS વિદેશ મંત્રીઓની બેઠકમાં ભાગ લીધો હતો.
આ પણ વાંચો: શું હવે ડિસેમ્બરમાં નહીં થાય કેટરિના અને વિક્કી કૌશલના લગ્ન ? કેટરીનાએ કહી દીધું કંઈક આવું
આ પણ વાંચો: સસ્તી વિદેશી ચાએ વધારી દેશી ચાના બગીચાના માલિકોની મુશ્કેલી, આયાતી ચા માટે લઘુત્તમ ભાવની માંગ