બેંક ડિપોઝિટ ઇન્સ્યોરન્સ કવર વધાર્યુ
એક મોટા સુધારામાં, સરકારે બેંક ડિપોઝિટ ઇન્સ્યોરન્સ કવર 1 લાખ રૂપિયાથી વધારીને 5 લાખ રૂપિયા કર્યું છે. ડીપોઝિટ ઇન્સ્યોરન્સ કવરની મર્યાદા(Bank Cover Deposit Insurance) ને બેંક દીઠ પ્રતિ જમાકર્તા રૂ. 5 લાખ સુધી વધાર્યા પછી, ગયા નાણાકીય વર્ષના અંત સુધીમાં સંપૂર્ણ સુરક્ષિત ખાતાઓની સંખ્યા 98.1 ટકા હતી. આ 80 ટકાના આંતરરાષ્ટ્રીય બેન્ચમાર્ક કરતાં ઘણું વધારે છે.
વચગાળાની ચૂકવણીનો પ્રથમ હપ્તો તાજેતરમાં બહાર પાડવામાં આવ્યો
ડિપોઝિટ ઇન્સ્યોરન્સ અને ક્રેડિટ ગેરંટી કોર્પોરેશને તાજેતરમાં વચગાળાની ચુકવણીનો પ્રથમ હપ્તો બહાર પાડ્યો છે. આ રકમ 16 શહેરી સહકારી બેંકોના થાપણદારોને આપવામાં આવી છે. રિઝર્વ બેંકે આ શહેરી સહકારી બેંકો પર નિયંત્રણો લાદ્યા છે.
રૂ. 1,300 કરોડથી વધુની ચૂકવણી કરવામાં આવી
એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે લગભગ એક લાખ થાપણદારોના વૈકલ્પિક બેંક ખાતાઓમાં રૂ. 1,300 કરોડથી વધુની ચૂકવણી કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ, આ સમારોહમાં કેન્દ્રીય નાણા પ્રધાન, નાણા રાજ્ય પ્રધાન અને RBI ગવર્નર પણ હાજર રહેશે.