Breaking News : અમદાવાદ એરપોર્ટ ખાતે PM મોદીનું સંબોધન, વિધાનસભાથી લોકસભા સુધી મહિલાઓનું પ્રતિનિધિત્વ વધારવાની મોદીની ગેરંટી

એરપોર્ટ ખાતે વડાપ્રધાન મોદીએ મહિલાઓને સંબોધતા કહ્યું કે આજે મહિલા અનામતનું સપનું સાકાર થયું છે. વિધાનસભાથી લોકસભા સુધી મહિલાઓનું પ્રતિનિધિત્વ વધારવાની મોદીની ગેરંટી છે. રક્ષાબંધન પર ઘણી બહેનોએ મને રાખડી મોકલી હતી. જેમના માટે આ બિલ સ્વરૂપે ભેટ પહેલાથી જ તૈયાર રાખી હતી.

Breaking News : અમદાવાદ એરપોર્ટ ખાતે PM મોદીનું સંબોધન, વિધાનસભાથી લોકસભા સુધી મહિલાઓનું પ્રતિનિધિત્વ વધારવાની મોદીની ગેરંટી
PM Modi
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 26, 2023 | 8:37 PM

Ahmedabad : વડાપ્રધાન મોદીનું (PM Modi) ગુજરાતમાં આગમન થયું છે. અમદાવાદ એરપોર્ટ ખાતે આવી પહોંચતા PM મોદીનું સ્વાગત કરવામાં આવ્યું છે. સંસદમાં મહિલા અનામત બિલ પાસ થતાં મહિલાઓ દ્વારા PM મોદીનું અભિવાદન કરવામાં આવ્યું.

એરપોર્ટ ખાતે વડાપ્રધાન મોદીએ મહિલાઓને સંબોધતા કહ્યું કે આજે મહિલા અનામતનું સપનું સાકાર થયું છે. વિધાનસભાથી લોકસભા સુધી મહિલાઓનું પ્રતિનિધિત્વ વધારવાની મોદીની ગેરંટી છે. રક્ષાબંધન પર ઘણી બહેનોએ મને રાખડી મોકલી હતી. જેમના માટે આ બિલ સ્વરૂપે ભેટ પહેલાથી જ તૈયાર રાખી હતી. તમે જે મારા પર વિશ્વાસ મુક્યો હતો એમાં વધુ એક કામ કરી દીધું છે.

આ ઉપરાંત PM મોદીએ કહ્યું કે એશિયન ગેમ્સમાં ભારતીય મહિલા ટીમે ગોલ્ડ જીતી વિશ્વમાં ડંકો વગાડ્યો છે. આગામી સમયમાં મહિલાઓ દેશનો આવાજ બનશે.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

બે દિવસના પ્રવાસમાં PM મોદી ગુજરાતને 5,206 કરોડના વિકાસકાર્યોની ભેટ આપશે. સંસદમાં નારી શક્તિ વંદન બિલ પાસ થવા પર મહિલાઓ વડાપ્રધાન મોદીનો આભાર માનશે. મહિલા અનામત બિલ પાસ કરવા પર વડાપ્રધાન મોદીનું નારીશક્તિ દ્વારા સન્માન કરવામાં આવશે. પીએમને આવકારવા માટે મોટી સંખ્યામાં મહિલાઓ એરપોર્ટ પર ઉમટી પડી છે. ઢોલ-નગારા સાથે મહિલાઓ મોદીને સન્માનવા ઉત્સુક છે.

આ પણ વાંચો Breaking News : અમદાવાદમાં વરસાદ બાદ રોગચાળો વકર્યો, ડેન્ગ્યુના કેસમાં થયો વધારો

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી 27 સપ્ટેમ્બરે અમદાવાદના સાયન્સ સિટી ખાતે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના 20 વર્ષની ઉજવણી નિમિત્તે યોજાનાર કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત વડાપ્રધાન સાયન્સ સિટી ખાતે ‘સમિટ ઓફ સક્સેસ’ પેવેલિયનનું ઉદ્ઘાટન પણ કરશે.

વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના 20 વર્ષોની ઉજવણી કરતા આ કાર્યક્રમમાં રાજદ્વારીઓ, અગ્રણી ઉદ્યોગપતિઓ, ઉદ્યોગ સંગઠનો, વેપાર અને વાણિજ્ય ક્ષેત્રની અગ્રણી હસ્તીઓ, યુવા ઉદ્યોગ સાહસિકો, સ્ટાર્ટઅપ્સ, ઉચ્ચ અને તકનીકી શિક્ષણ આપતી કોલેજોના વિદ્યાર્થીઓ સહિત અન્ય લોકો સહભાગી થશે.

બે દિવસની ગુજરાત મુલાકાત દરમિયાન PM છોટાઉદેપુર જિલ્લા ખાતે 5206 કરોડ રૂપિયાના વિવિધ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે. ગુજરાતમાં શિક્ષણનું સ્તર વધુને વધુ ઉંચુ લાવવા માટે પ્રસાસ કરી રહ્યું છે, ત્યારે વડાપ્રધાન મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ અંતર્ગત 4505 કરોડ રૂપિયાના વિવિધ શૈક્ષણિક વિકાસકાર્યોની ભેટ આપશે.

આ ઉપરાંત વડાપ્રધાન માર્ગ અને મકાન, શહેરી વિકાસ, વિજ્ઞાન અને ટેક્નોલોજી તેમજ પાણી પુરવઠા વિભાગના વિકાસકાર્યોનું પણ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે અને વડોદરામાં કાર્યક્રમમાં હાજરી આપશે.

g clip-path="url(#clip0_868_265)">