AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસના કાર્યક્રમમાં બદલાવ, હવે 26 સપ્ટેમ્બરે આવશે અમદાવાદ

પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી 27 સપ્ટેમ્બરે ગુજરાત આવવાના હતા. જયારે હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 26 સપ્ટેમ્બરે સાંજે 7 કલાકે અમદાવાદ આવશે. તેઓ 26 સપ્ટેમ્બરે 8 કલાકે એરપોર્ટ પર નારી શક્તિ વંદન અભિવાદન કાર્યક્રમમાં હાજરી આપશે.

Breaking News : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસના કાર્યક્રમમાં બદલાવ, હવે 26 સપ્ટેમ્બરે આવશે અમદાવાદ
Kinjal Mishra
| Edited By: | Updated on: Sep 23, 2023 | 10:20 AM
Share

Gandhinagar : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના (Prime Minister Narendra Modi) ગુજરાત પ્રવાસના કાર્યક્રમમાં બદલાવ થયો છે. પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી 27 સપ્ટેમ્બરે ગુજરાત આવવાના હતા. જયારે હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 26 સપ્ટેમ્બરે સાંજે 7 કલાકે અમદાવાદ આવશે. તેઓ 26 સપ્ટેમ્બરે 8 કલાકે એરપોર્ટ પર નારી શક્તિ વંદન અભિવાદન કાર્યક્રમમાં હાજરી આપશે.

આ પણ વાંચો-Ahmedabad news : ‘કર્ણાવતી’ શહેરમાં બન્યા ‘અવનવા સર્કલો’, જે રસ્તાની સુંદરતા જ નહીં પણ સામાજીક મેસેજ પણ આપે છે-જુઓ Photos

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 26 સપ્ટેબરે અમદાવાદ એરપોર્ટ પર આવવાના છે. તેઓ અમદાવાદ એરપોર્ટ પર સાંજે 7 વાગે ઉતરાણ કરશે. ત્યારબાદ એરપોર્ટ પર જ 8 વાગ્યા સુધી નારી શક્તિ વંદન અભિવાદન કાર્યક્રમમાં હાજરી આપવાના છે. ત્યારબાદ એરપોર્ટ પરથી રવાના થઇને તેઓ ગાંધીનગર જવાના રવાના થશે. તેઓ ગાંધીનગરમાં રાજભવન ખાતે રાત્રિ રોકાણ કરશે.

ત્યારબાદ 27 સપ્ટેમ્બરે તેઓ સવારે 10 વાગ્યાથી 11.15 વાગ્યા સુધી સાયન્સ સિટી ખાતે કાર્યક્રમમાં હાજરી આપશે. જે પછી તેઓ સાયન્સ સિટી જવા રવાના થશે.

5 હજાર કરોડના શિક્ષણ કાર્યોનું લોકાર્પણ કરશે

જો તેમના ગુજરાતના કાર્યક્રમની વાત કરવામાં આવે તો એક શિક્ષણનો રાજ્ય કક્ષાનો કાર્યક્રમ જો છોટા ઉદેપુરના બોડેલીમાં યોજાવાનો છે. જેમાં તેઓ હાજરી આપવાના છે. બોડેલીમાં આ કાર્યક્રમ દરમિયાન જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 5 હજાર કરોડના શિક્ષણ કાર્યોનું લોકાર્પણ કરવાના છે.

શાળા સંકુલ, ઓરડા,લેબોરેટરી તેમજ સ્માર્ટ ક્લાસનું તેઓ લોકાર્પણ

5 હજાર કરોડના આ શિક્ષણ કાર્યોમાં ગુજરાતમાં બનેલા નવા શાળા સંકુલ, ઓરડા,લેબોરેટરી તેમજ સ્માર્ટ ક્લાસનું તેઓ લોકાર્પણ કરવાના છે. મહત્વપૂર્ણ બાબત એ પણ છે કે આ શિક્ષણનો કાર્યક્રમ અન્ય કોઇ જિલ્લામાં પણ થઇ શકતો હતો. જો કે છોટા ઉદેપુર એક આદિવાસી વિસ્તાર છે અને રાજકીય રીતે આદિવાસી વિસ્તારનું ખૂબ મહત્વ રહેલુ છે. આ સાથે અનેક અન્ય મુદ્દાઓને લઇને છોટા ઉદેપુરમાં આ કાર્યક્રમ યોજાવાનો છે.

છોટાઉદેપુરના બોડેલીથી PM મોદી વડોદરા જવા રવાના થશે. વડોદરામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. અહીં મહિલાઓ PM મોદીનો મહિલા અનામત બિલ માટે આભાર માનશે. 2.50 થી 3.30 નારી શક્તિ વંદન અભિનંદન એરપોર્ટ પર યોજાશે. તેઓ 3.45 એ વડોદરાથી દિલ્હી જવા રવાના થશે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ગુજરાત પર માવઠાનો ખતરો, 22 થી 27 જાન્યુઆરી વચ્ચે કમોસમી વરસાદની શક્યતા
ગુજરાત પર માવઠાનો ખતરો, 22 થી 27 જાન્યુઆરી વચ્ચે કમોસમી વરસાદની શક્યતા
શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ
શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ
Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ
કચ્છ સરહદે ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, 9 પાકિસ્તાની ઝડપાયા
કચ્છ સરહદે ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, 9 પાકિસ્તાની ઝડપાયા
અંકલેશ્વરમાં હેરોઇનના નશાની આંતરરાષ્ટ્રીય કડી તૂટી
અંકલેશ્વરમાં હેરોઇનના નશાની આંતરરાષ્ટ્રીય કડી તૂટી
ઈરાનમાં સરકાર વિરોધીઓની હત્યા અને ફાંસીની કાર્યવાહી બંધ થઈ
ઈરાનમાં સરકાર વિરોધીઓની હત્યા અને ફાંસીની કાર્યવાહી બંધ થઈ
g clip-path="url(#clip0_868_265)">