Parliament : રાજ્યસભામાંથી 72 સભ્યોની વિદાય, PM મોદીએ કહ્યું ‘અનુભવી સાથી સભ્યોની કમી રહેશે’
રાજ્યસભામાં વધુમાં PM મોદીએ કહ્યું કે, અનુભવથી જે મળે છે તેમાં સમસ્યાઓ ઉકેલવા માટે સરળ ઉપાયો હોય છે. અનુભવનું મિશ્રણ હોવાથી ભૂલો ઓછી થાય છે.આવા અનુભવી સાથીઓ જ્યારે ગૃહ છોડીને જાય છે ત્યારે ગૃહને અને રાષ્ટ્રને મોટું નુકસાન થાય છે.
Parliament Update : રાજ્યસભામાંથી આજે 72 સભ્યો નિવૃત્ત થઈ રહ્યા છે, ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ (Prime Minister Narendra Modi )સંબોધન કર્યું. તમને જણાવી દઈએ કે,બુધવારે ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુએ (M Venkaiah Naidu)ગૃહમાં જાહેરાત કરી હતી કે ગુરુવારે ઝીરો અવર (Zero hour) અને પ્રશ્નકાળ નહીં હોય જેથી નેતાઓ અને સભ્યો આ પ્રસંગે બોલી શકે છે.સાથે જ રાજ્યસભાના નિવૃત્ત થયેલા સભ્યોએ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાજ્યસભાના અધ્યક્ષ એમ વેંકૈયા નાયડુ, ઉપાધ્યક્ષ હરિવંશ અને લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા(OM Birla) સાથે ફોટા પણ પડાવ્યા હતા.
Delhi | Retiring members of Rajya Sabha had a photo-op session with Prime Minister Narendra Modi, Rajya Sabha Chairman M Venkaiah Naidu, Dy Chairman Harivansh and Lok Sabha Speaker Om Birla, today pic.twitter.com/d32InEthtj
— ANI (@ANI) March 31, 2022
અનુભવી સાથીઓની કમી વર્તાશે
PM મોદીએ રાજ્યસભામાં પોતાના સંબોધનમાં કહ્યું કે અનુભવી સાથીઓની કમી હંમેશા વર્તાશે.વધુમાં તેણે કહ્યુ કે, અનુભવમાં જ્ઞાન કરતાં વધુ શક્તિ હોય છે.રાજ્યસભામાં વધુમાં PM મોદીએ કહ્યું કે, અનુભવથી જે મળે છે તેમાં સમસ્યાઓ ઉકેલવા માટે સરળ ઉપાયો હોય છે. અનુભવનું મિશ્રણ હોવાથી ભૂલો ઓછી થાય છે. અનુભવનું પોતાનું મહત્વ છે. આવા અનુભવી સાથીઓ જ્યારે ગૃહ છોડીને જાય છે ત્યારે ગૃહને અને રાષ્ટ્રને મોટું નુકસાન થાય છે.
Our RS Members have a lot of experience..sometimes experience has more power than academic knowledge.. We will say to the retiring members ‘come again’: Prime Minister Narendra Modi speaks at the farewell of 72 retiring Members of the Rajya Sabha pic.twitter.com/0LduuL4lHe
— ANI (@ANI) March 31, 2022
રાજ્યસભામાં 72 સભ્યોની વિદાયના અવસર પર PM મોદીએ તેમના સંબોધનમાં ઉમેર્યું કે, આજે વિદાય લેવા જઈ રહેલા સાથીઓ પાસેથી આપણે જે કંઈ પણ શીખ્યા છીએ. આજે આપણે પણ સંકલ્પ કરીએ કે જે પણ શ્રેષ્ઠ છે, તેને આગળ લઈ જવામાં આપણે આ ગૃહના પવિત્ર સ્થાનનો અવશ્ય ઉપયોગ કરીશું. જે દેશની સમૃદ્ધિ માટે ઉપયોગી થશે.
આ પણ વાંચો : હવે જામીન મળ્યા બાદ કેદીઓની મુક્તિ પ્રક્રિયા થશે ઝડપી, CJI એનવી રમના આજે લોન્ચ કરશે FASTER સિસ્ટમ