PM MODI LIVE: જનઔષધિ કેન્દ્રોને કારણે ગરીબ-મધ્યમવર્ગને વર્ષે 50 હજાર કરોડની બચતઃ મોદી

| Updated on: Mar 07, 2021 | 11:08 AM

PM MODI LIVE: વડાપ્રધાન નરેન્દ્ર મોદી શિલોંગમાં NEIGRIHMS (નોર્થ ઇસ્ટર્ન ઇન્દિરા ગાંધી રિજનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ એન્ડ મેડિકલ સાયન્સિસ)માં દેશને 7500મું જનઔષધિ કેન્દ્ર અર્પણ કર્યા બાદ કહ્યું કે, દેશના પરંપરાગત ખોરાક એવા જાડા ધાન્યને એક સમયે લોકો ગરીબોનુ અનાજ કહેતા હતા. પરંતુ આજે સ્થિતિ પલટાઈ છે. અમિર લોકો પણ હવે જાડુ ધાન્ય ખાતા થયા છે. સંયુક્ત રાષ્ટ્રે પણ જાડા ધાન્યની આરોગ્યપ્રદ ગુણવતાને બિરદાવી છે. અને 2023નું વર્ષ ઉજવવાની જાહેરાત કરી છે.

PM MODI LIVE: જનઔષધિ કેન્દ્રોને કારણે ગરીબ-મધ્યમવર્ગને વર્ષે 50 હજાર કરોડની બચતઃ મોદી
PM Narendra Modi

જનઔષધિ સપ્તાહના સમાપન પ્રસંગે, જનઔષધિ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, સંબોધન કરતા કહ્યું કે, દેશમાં બહુ ઝડપથી જનઔષધિ કેન્દ્રનો આક દશ હજારે પહોચશે. અત્યાર સુધીમાં સ્થપાયેલા જન ઔષધિ કેન્દ્રો થકી, વર્ષે દહાડે ગરીબ અને મધ્યમવર્ગના લોકોના 50 હજાર કરોડની બચત થઈ રહી છે. દેશના પરંપરાગત ખોરાક એવા જાડા ધાન્યને એક સમયે લોકો ગરીબોનુ અનાજ કહેતા હતા. પરંતુ આજે સ્થિતિ પલટાઈ છે. અમિર લોકો પણ હવે જાડુ ધાન્ય ખાતા થયા છે. સંયુક્ત રાષ્ટ્રે પણ જાડા ધાન્યની આરોગ્યપ્રદ ગુણવતાને બિરદાવી છે. અને 2023નું વર્ષ ઉજવવાની જાહેરાત કરી છે. આજે આરોગ્ય ક્ષેત્રે વિશ્વમાં ભારતની બોલબાલા વધી હોવાનું જણાવીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, મેડ ઈન ઈન્ડિયા મેડીસીન અને સર્જીક્લની માંગ વિશ્વમાં વિશ્વાસ સાથે વધી છે.

પ્રધાનમંત્રી ભારતીય જનઔષધિ પરિયોજના (pmbjp) આ યોજના હેઠળ બિમાર લોકોને વાજબી કિંમતે ગુણવત્તાયુક્ત દવાઓ પ્રદાન કરવાનો પ્રયાસ છે. આ યોજના અંતર્ગત સ્ટોરની સંખ્યા વધીને 7499 થઈ છે, જે દેશના તમામ જિલ્લાઓમાં કાર્યરત છે. નાણાકીય વર્ષ 2020-21માં (4 માર્ચ, 2021 સુધી) આ કેન્દ્રોમાં વેચાણથી સામાન્ય નાગરિકોને કુલ અંદાજે રૂ. 3600 કરોડની બચત થઈ હતી, કારણ કે આ દવાઓ બજારમાં પ્રવર્તમાન દરથી 50 ટકાથી 90 ટકા સુધી સસ્તી છે.

જનઔષધિ દિવસ વિશે જનઔષધિ વિશે વધારે જાગૃતિ લાવવા “જન ઔષધિ સેવા ભી, રોજગાર ભી”ના થીમ સાથે દેશમાં 1થી 7 માર્ચ સુધીનું સપ્તાહ ‘જનઔષધિ સપ્તાહ’ તરીકે ઉજવવામાં આવે છે. સપ્તાહનો છેલ્લો દિવસ એટલે કે 7મી માર્ચે ‘જનઔષધિ દિવસ’ તરીકે ઉજવાય છે.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 07 Mar 2021 10:56 AM (IST)

    લોકસભાના ત્રણ મતવિસ્તાર દીઠ એક મેડિકલ કોલેજ બનાવાશેઃ મોદી

    ભારત પાસે ક્ષમતા હતી પણ માત્ર પ્રોત્સાહનની જરૂર હતી. આજે કોરોનાની રસી આપણી મદદ ઉપરાંત વિશ્વ માટે પણ મદદરૂપ થઈ રહી છે. વિશ્વમાં સૌથી સસ્તી માત્ર અઢીસો રૂપિયામાં જ રસી મળી રહી છે. ગામની હોસ્પિટલથી એઈમ્સ સુધી સંકલન કર્યુ છે. માત્ર ઉધરસ કે તાવ માટે જ નહી ગંભીર પ્રકારની બિમારી માટે પણ ઉપયોગી છે. પ્રધાનમંત્રી આત્મનિર્ભર સ્વાસ્થય્ કેન્દ્રની જાહેરાત આ વર્ષના બજેટમાં કરાઈ છે. કોરોના જેવી કોઈ મહામારી આપણને હેરાન ના કરે તે માટે ત્રણ લોકસભા વિસ્તાર વચ્ચે એક મેડીકલ કોલેજ સ્થપાશે.

  • 07 Mar 2021 10:53 AM (IST)

    સંયુક્ત રાષ્ટ્રે ભારતના મોટા અનાજને વખાણીને 2023નું વર્ષ ઉજવવાની કરી છે જાહેરાત

    પરંપરાગત આહાર અને દવાને લોકો લોહા માની રહ્યાં છે. કોદરી, બાજરી, જાડા ધાન્ય વગેરે આરોગ્ય માટે ખુબ ઉપયોગી સાબિત થઈ રહ્યાં છે. આવુ ખાનારાને લોકો ગરીબોનું અનાજ કહેતા હતા. પણ સ્થિતિ બદલાઈ ગઈ છે. લોકો હોશે હોશે ખાવા લાગે છે.  સંયુક્ત રાષ્ટે 2023 ઈન્ટરનેશનલ મિલેટ યર જાહેર કર્યું છે. જન ઔષધી આયુષ્ય માનની કિંમત જોડીએ તો મધ્યમ વર્ગના લોકોના 50,000 કરોડ દર વર્ષે બચી રહ્યાં છે. ભારત દુનિયાનું મેડીકલ હબ છે. જનરીક દવા ઉપર જેટલુ જોર લગાવવું જોઈએ એટલુ લગાવીને લોકોની બચત કરાવડાવી છે.

  • 07 Mar 2021 10:48 AM (IST)

    આજે મેડ ઈન ઈન્ડિયાની દવા અને સર્જીકલની માંગ વધી છેઃ મોદી

    જન ઔષધ કેન્દ્રોએ ગરીબોના 3600 કરોડ બચાવ્યા હોવાનો ઉલ્લેખ કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, મેડ ઈન ઈન્ડિયાની દવા અને સર્જીકલની માંગ વધી છે. આયુષ દવા સસ્તી મળવાથી આર્યુવેદ અને આયુષ કેન્દ્રને પણ લાભ થશે. સરકારી વિચારસરણીમાં બિમારીની સારવારને જ ભાર અપાયો હતો. પણ સામાજીક તાણાવાણાને પણ જોવા પડે છે. જેટલા મજબુત અને શક્તિશાળી હોય એટલુ જ રાષ્ટ્ર મજબૂત અને શક્તિશાળી. હેલ્થને ટુકડે ટુકડે નહી સંપૂર્ણ વ્યવસ્થા કરાઈ છે.

  • 07 Mar 2021 10:44 AM (IST)

    જનઔષધી કેન્દ્રનો બહુ ઝડપથી આંકડો 10,000 થશેઃ મોદી

    જનઔષધ કેન્દ્રના સંચાલકો અને કેન્દ્રનો લાભ લેનારાઓ સાથે વાતચીત કર્યા બાદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, સંબોધન કરતા કહ્યું કે, જન ઔષધી ચિકીત્સક, જન ઔષધી સારથીનો એવોર્ડ મેળવનારાઓને અભિનંદન આપુ છુ. ગરિબ અને મધ્યમવર્ગીય પરીવારનો સાથી બની રહ્યો છે. સેવા અને રોજગારનુ માધ્યમ બન્યુ છે. સસ્તી દવા સાથે યુવાનોને આવક પણ મલી રહી છે. માત્ર અઢી રૂપિયામમાં સેનેટરી કેપકીન મળે છે. અત્યાર સુધીમાં 11 કરોડ નેપકીનનું વેચાણ થયુ છે. ગર્ભવતી મહિલા માટે જરૂરી પોષણ અને સપ્લીમેન્ટ ઉપલબ્ધ થઈ રહ્યાં છે. 1000 કેન્દ્ર તો માત્ર મહિલાઓ જ ચલાવી રહી છે. પહાડી વિસ્તાર, નોર્થ ઈસ્ટમાં સસ્તી દવા આપવામા મદદ મળી રહી છે, 7500 કેન્દ્રના લોકાર્પણ શીલોગમાં થયુ છે. નોર્થ ઈસ્ટમાં જન ઔષધ કેન્દ્રનો કેટલો વિકાસ થયો છે તે સાબિત કરે છે. છ વર્ષ પૂર્વે 100 કેન્દ્ર પણ નહોતા.  10000નો લક્ષ્યાંક પાર કરવા ઈચ્છા.  75 જીલ્લા એવા હશે કે 75થી વધુ જન ઔષધી કેન્દ્ર હશે.

  • 07 Mar 2021 10:35 AM (IST)

    કર્ણાટકમાં જનઔષધ કેન્દ્રમા ઈસીજી લગાવનાર ડોકટરની સેવાને બિરદાવતા મોદીએ કહ્યુ જન ઔષધી જનઉપયોગી

    દિવમાં જનઔષધ કેન્દ્ર ધરાવનારા રફિકને સંબોધતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, જનઔષધ કેન્દ્ર શરૂ કરનારા ક્રાતિ લાવી શકે છે. દિવના લોકોએ સોલાર એનર્જીમાં વિક્રમ સ્થાપ્યો છે તો કર્ણાટકના ડોકટર કામતની રજૂઆત સાંભળી હતી. સાંજ અને રાત્રે પહાડી વિસ્તારમમાં હાર્ટ એટેકનો ભોગ બનનારાઓને ઈસીજી માટે બહુ તકલીફ થઈ રહી હતી. ત્રણ વર્ષ પૂર્વે અભિયાન ચલાવ્યુ અને જનઔષધ કેન્દ્ર માં ઈસીજી મૂકાવ્યુ. જેથી લોકો મોડી રાત્ર સુધી ઈસીજી કરાવી શકે. જન ઔષધી કેન્દ્રને જનઉપયોગી બનાવ્યુ. એ સમયે મારી નિંદા કરનારા આજે મારા વખાણ કરે છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે જનઔષધી કેન્દ્રને જન ઉપયોગી બનાવ્યુ તે બિરદાવવા લાયક છે.

  • 07 Mar 2021 10:27 AM (IST)

    લોકો મેડીસીન નહી, મોદી દુકાનની મોડીસીન કહે છે

    અમદાવાદના નવા નરોડામાં રહેતા રાજુભાઈ ભાયાણી એ પોતોનો સ્વાનુભવ વર્ણાવ્યો હતો.  કોરોનાકાળમાં  બીપી ડાયાબીટીસના દર્દીઓને નિયમિત દવા પહોચાડતા હતા. આઠથી દસ હજાર દર્દીઓને દવા પહોચાડી રહ્યાં છીએ. દવા લેનારા જરૂરીયાતવાળા દર્દીઓ કહી રહ્યાં છે કે,  મોદી દુકાનેથી મોડીસીન લાવો છે. સંજીવની આપવામાં આવી રહી છે.  આપણો દેશ ઝડપથી ત્રણ કંપનીએ કોરોનાની રસી વિકસાવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, દેશના તમામ યુવાનોને તમે પ્રેરણા આપી રહ્યા છો. કોરોનાની મહામારીમાં તમારા પિતાને ગુમાવ્યા હોવા છતા સમાજસેવા ચાલુ રાખી છે. રચનાત્મક કાર્યો માટે અભિનંદન પાઠવુ છુ.  સારા કામ માટે જીવન ખપાવનારા છો. તમે એક કામ કરો. વેક્સિનેશન સેન્ટર છે ત્યા તમે તમારા સાથીદારો સાથે સેવા કરો. જ્યા વૃધ્ધ સહીત જરૂરીયાતવાળાને મદદ કરજો.

  • 07 Mar 2021 10:20 AM (IST)

    પ્રધાનમંત્રી જનઔષધ કેન્દ્રને કારણે 9000 કરોડની બચત થઈ છેઃ મોદી

    મધ્યપ્રદેશના ભોપાલથી રૂબિના અને તેમના પૂત્ર સાથે વાત કરતા કહ્યું કે, તમને કેવો લાભ થયો તેના પ્રતિભાવમાં રુબિનાએ કહ્યુ કે, મોદી દુકાન (જન ઔષધ કેન્દ્ર ) થી દવા લેવાના કારણે મારુ ઘર ગીરવે મુકવાનુ ટળી ગયુ. મારા પૂત્રને માનસિક બિમારી છે. દવા બહુ મોંધી આવતી હતી. પછી કોઈએ કહ્યું કે પ્રધાનમંત્રી જનઔષધ કેન્દ્રમાંતી દવા લો. ત્યારથી મોદી દુકાને દવા લઉ છુ. વડાપ્રધાને કહ્યું કે, પ્રધાનમંત્રી જનઔષધ કેન્દ્રને કારણે 9000 કરોડની બચત થઈ છે.

  • 07 Mar 2021 10:16 AM (IST)

    ગરીબ દર્દી માટે જનઔષધ કેન્દ્રને મોદીની દુકાન ગણાવતી હિમાચલની મહિલા દર્દી

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, જનઔષધ કેન્દ્રમાંથી દવાઓ લેનારા દર્દીઓ સાથે વાતચીત કરી હતી.  હિમાચલના થિયોગની એક મહિલાએ કે જે ડાયાબિટીસના દર્દી છે તેમણે જનઔષધ કેન્દ્રને, મોદીની દુકાન ગણાવીને કહ્યું કે, ગરીબ દર્દીઓ માટે આ દુકાન આર્શીવાદરૂપ છે. મોદી તમે ગરીબ દર્દીઓ માટે દેવદુત સમાન છો. પહેલા પાંચથી છ હજારની દવા થતી હતી હવે તેમાં ત્રણથી ચાર હજારની બચત થાય છે.

Published On - Mar 07,2021 10:56 AM

Follow Us:
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">