PM Modi : આ મહિનાના અંતમાં કરી શકે છે અમેરિકાનો પ્રવાસ, જો બાઇડન સાથે પહેલી વાર કરશે વ્યક્તિગત મુલાકાત

આ વર્ષે જાન્યુઆરીમાં જો બાઇડન (joe Biden) રાષ્ટ્રપતિ બન્યા બાદ પીએમ મોદીનો આ પ્રથમ અમેરિકાનો પ્રવાસ હશે. અગાઉ, બંને નેતાઓ વચ્ચે QUAD અને G-7 બેઠકોમાં વર્ચ્યુઅલ મીટિંગ થઈ ચુકી છે.

PM Modi : આ મહિનાના અંતમાં કરી શકે છે અમેરિકાનો પ્રવાસ, જો બાઇડન સાથે પહેલી વાર કરશે વ્યક્તિગત મુલાકાત
PM Narendra Modi (File Photo)

વડાપ્રધાન નરેન્દ્ર મોદી(Pm modi)  સપ્ટેમ્બરના અંતમાં અમેરિકાના પ્રવાસે જઈ શકે છે. આ પ્રવાસ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ થઇ નથી. ન્યુઝ એજન્સીએ જણાવ્યું હતું  કે, આ પ્રવાસ માટે તૈયારીઓ ચાલી રહી છે. પીએમ મોદીની મુલાકાતની જાણકારી ધરાવતા એક સૂત્ર પાસેથી પ્રાપ્ત થતી માહિતી અનુસાર, શેડ્યૂલ હજુ ફાઇનલ થવાનું બાકી છે. પ્રારંભિક યોજના મુજબ એવું માનવામાં આવે છે કે વડાપ્રધાન મોદી 23-24 સપ્ટેમ્બરે અમેરિકાની મુલાકાત લઈ શકે છે.

પીએમ મોદીએ છેલ્લે 2019માં અમેરિકાની મુલાકાત લીધી હતી. આ દરમિયા પીએમ મોદીએ અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે હ્યુસ્ટનમાં વિદેશી ભારતીય સમુદાયના લોકોને સંબોધન કર્યું હતું. પીએમ મોદીની આ અમેરિકા મુલાકાત એવા સમયે થવા જઈ રહી છે જ્યારે અફઘાનિસ્તાનમાંથી અમેરિકન સૈનિકો હટ્યા બાદ તાલિબાન સાથેના સંબંધો અંગે અનિશ્ચિતતા છે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડન સાથે પીએમ મોદીની આ પ્રથમ વ્યક્તિગત મુલાકાત હશે.

વોશિંગ્ટનની મુલાકાત લીધા બાદ પીએમ મોદી ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA) ના ઉચ્ચ સ્તરીય વાર્ષિક સત્રમાં હાજરી આપવાના છે. વડાપ્રધાન મોદી 25 સપ્ટેમ્બરે આ ઉચ્ચ સ્તરીય વાર્ષિક સત્રને સંબોધિત કરી શકે છે. ભારત સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદનું અસ્થાયી સભ્ય છે. તાલિબાનના કબજા બાદ રાજકીય સંકટનો સામનો કરી રહેલો અફઘાનિસ્તાન આ વખતે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના સત્રમાં મહત્વનો મુદ્દો બની શકે છે.

સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 76 માં સત્રમાં સામાન્ય ચર્ચા માટે વક્તાઓની પ્રથમ કામચલાઉ યાદી મુજબ નરેન્દ્ર મોદી 25 સપ્ટેમ્બરની સવારે એક ઉચ્ચ સ્તરીય સત્રમાં ભાષણ આપશે. તે દિવસ માટે સૂચિબદ્ધ પ્રથમ નેતા છે. સંયુક્ત રાષ્ટ્ર મહાસભાનું 76મુ સત્ર 14 સપ્ટેમ્બરથી શરૂ થશે. માલદીવના વિદેશ મંત્રી અબ્દુલ્લા શાહિદ વર્ષભર સત્રની અધ્યક્ષતા કરશે. આ પહેલા 2019 માં મોદી ઉચ્ચ સ્તરીય રાષ્ટ્ર મહાસભા સત્ર માટે ન્યૂયોર્ક ગયા હતા.

સામાન્ય ચર્ચા 21 સપ્ટેમ્બરથી શરૂ થશે

આ વર્ષે પણ પૂર્વ-નોંધાયેલા નિવેદનો મોકલવાનો વિકલ્પ વિશ્વના નેતાઓ માટે ખુલ્લો રાખવામાં આવ્યો છે કારણ કે વિશ્વના ઘણા દેશોમાં કોરોના મહામારી ચાલુ છે. સામાન્ય ચર્ચા 21 સપ્ટેમ્બરથી શરૂ થશે અને અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડન વ્યક્તિગત રીતે સત્રને સંબોધિત કરવાના છે. જે અમેરિકન નેતા તરીકે વિશ્વ સંગઠનને તેમનું પ્રથમ સંબોધન છે. જાપાનના વડા પ્રધાન યોશીહિડે સુગા અને ઓસ્ટ્રેલિયન નેતા સ્કોટ મોરિસન પણ 24 સપ્ટેમ્બરના રોજ રૂબરૂમાં સામાન્ય ચર્ચાને સંબોધવા માટે સૂચિબદ્ધ છે.

ગત વર્ષે કોરોના મહામારીને કારણે પીએમ મોદી સહિત વિશ્વના નેતાઓએ સપ્ટેમ્બરમાં યુએન જનરલ એસેમ્બલી સત્ર માટે પૂર્વ-રેકોર્ડ કરેલા વિડીયો ભાષણો રજૂ કર્યા હતા. કારણ કે કોરોના જેવી મહામારીને કારણે રાજ્ય અને સરકારના વડાઓ વાર્ષિક બેઠકમાં વ્યક્તિગત રીતે હાજર રહી શક્યા ન હતા. યુનાઇટેડ નેશન્સના 75 વર્ષના ઇતિહાસમાં આ પ્રથમ વખત હતું કે ઉચ્ચ સ્તરીય સત્ર ઓનલાઇન યોજવામાં આવ્યું હતું.

QUAD દેશો પણ મળી શકે છે

આ વર્ષે જાન્યુઆરીમાં જો બાઇડન રાષ્ટ્રપતિ બન્યા હતા. આ બાદ પીએમ મોદીની પ્રથમ અમેરિકાની મુલાકાત હશે. અગાઉ બંને નેતાઓ વચ્ચે QUAD અને G-7 બેઠકોમાં વર્ચ્યુઅલ મીટિંગ થઈ છે. વોશિંગ્ટનમાં મીડિયા સાથેની વાતચીતમાં વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રિંગલાએ સંકેત આપ્યા છે કે QUAD દેશો (ભારત, ઓસ્ટ્રેલિયા, જાપાન, અમેરિકા) ની બેઠક પણ થઈ શકે છે. તેમણે કહ્યું કે ભારત અને અમેરિકા અફઘાનિસ્તાનમાં પાકિસ્તાન દ્વારા લેવામાં આવેલા પગલાઓ પર નજીકથી નજર રાખી રહ્યા છે.

વિદેશી સચિવે વોશિંગ્ટનની ત્રણ દિવસની મુલાકાતના અંતે ભારતીય પત્રકારોના સમૂહને કહ્યું કે, દેખીતી રીતે અમારી જેમ તેઓ પણ નજીકથી જોઈ રહ્યા છે અને અમારે પાકિસ્તાનની ચાલ પર નજર રાખવી પડશે. અફઘાનિસ્તાનમાં પરિસ્થિતિ સર્જાઈ છે જે જોતા અમેરિકા રાહ જુઓની નીતિને અપનાવશે. આ ભારતની નીતિ પણ છે.

આ પણ વાંચો : Afghanistan Crisis : શું હજુ પણ અફઘાનિસ્તાનમાં ફસાયા છે અમેરિકી નાગરિકો ? વિદેશમંત્રીએ કહ્યું કે ફસાયેલા નાગરિકોના સંપર્કમાં

આ પણ વાંચો : Edible oil price : નાગરિકો માટે ખુશીના સમાચાર, આ મહિને સસ્તું થશે ખાદ્ય તેલ, છેલ્લા એક વર્ષથી થઇ રહ્યો ભાવમાં વધારો

Click on your DTH Provider to Add TV9 Gujarati