Gujarati NewsNationalPM Modi in Varanasi: 84 ghats including Dashaswamedh lit by lamps, PM Modi watches 'Ganga Aarti' on cruise
PM Modi in Varanasi : દશાશ્વમેધ સહિત 84 ઘાટ દીવાઓથી પ્રગટ્યા, PM મોદીએ ક્રુઝ પર ‘ગંગા આરતી’ નિહાળી
કાશીમાં પીએમ મોદીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે કાશી વિશ્વનાથ કોરિડોરનું ઉદ્ઘાટન કર્યું છે. તેમણે ગંગા આરતીમાં પણ હાજરી આપી હતી. તેમની સાથે ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ હાજર રહ્યા.
PM Modi in Varanasi: 84 ghats including Dashaswamedh lit by lamps, PM Modi watches 'Ganga Aarti' on cruise
Follow Us:
PM Modi in Varanasi: 84 ghats including Dashaswamedh lit by lamps, PM Modi watches ‘Ganga Aarti’ on cruise
પીએમ મોદી વારાણસીમાં વિવેકાનંદ ક્રુઝ પર સવાર હતા તે દરમિયાન તેમણે હાથ મિલાવીને લોકોનું અભિવાદન કર્યું હતું. સાથે જ હાથ જોડીને મા ગંગાને પ્રણામ કર્યા.
આ સાથે અહીં શિવ દીપોત્સવની ઉજવણી કરવામાં આવી. આરતીની સાથે લેસર શો પણ ચાલતો જોવા મળ્યો. ચારે બાજુ દીવાઓ પ્રગટાવવામાં આવ્યા.
આ સમયે 21 દેવ કન્યાઓ અને 9 અર્ચકે ગંગા આરતી કરી. આ સાથે ઘાટો પર 11 હજાર દીવા પ્રગટાવવામાં આવ્યા , જેના કારણે તે એકદમ પ્રકાશિત દેખાયુ
વડાપ્રધાનની સાથે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ અને નાયબ મુખ્યમંત્રીઓ પણ હાજર રહ્યા. તે ક્રૂઝ દ્વારા જ અહીં પહોંચ્યા હતા.
પીએમ મોદી વારાણસીના રવિદાસ ઘાટ ખાતે વિવેકાનંદ ક્રૂઝમાં સવાર થયા હતા. તેઓ અહીંથી ‘ગંગા આરતી’માં ભાગ લેવા નીકળ્યા હતા. સીએમ યોગી આદિત્યનાથ અને બીજેપી શાસિત અન્ય રાજ્યોના સીએમ અને ડેપ્યુટી સીએમ પણ તેમની સાથે ક્રુઝ પર હાજર હતા.