તુર્કીમાં આવેલા ભૂકંપની વાત કરતા ભાવુક થયા PM મોદી, કચ્છના ભૂકંપને યાદ કરી કહ્યું-દરેક સંભવ મદદ કરીશુ

|

Feb 07, 2023 | 1:55 PM

BJP Parliamentary Party Meeting: ભાજપ સંસદીય દળની બેઠકમાં PM મોદીએ તુર્કીમાં આવેલા ભૂકંપનો ઉલ્લેખ કરતા ગુજરાતના કચ્છમાં આવેલા ભૂકંપને પણ યાદ કર્યો હતો.

તુર્કીમાં આવેલા ભૂકંપની વાત કરતા ભાવુક થયા PM મોદી, કચ્છના ભૂકંપને યાદ કરી કહ્યું-દરેક સંભવ મદદ કરીશુ
તુર્કીમાં આવેલા ભૂકંપની વાત કરતા ભાવુક થયા PM મોદી, કચ્છના ભૂકંપને યાદ કરી કહ્યું-દરેક સંભવ મદદ કરીશુ
Image Credit source: Google

Follow us on

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ ભારતીય જનતા પાર્ટી સંસદીય દળની બેઠક (BJP Parliamentary Party Meeting) માં ભાગ લીધો હતો. બેઠકમાં પીએમ મોદીએ તુર્કીમાં આવેલા વિનાશક ભૂકંપનો ઉલ્લેખ કરી ભાવુક થઈ ગયા હતા. ગુજરાતમાં કચ્છના ભૂકંપને યાદ કરતાં પીએમે કહ્યું કે, અમે પણ આવી મુશ્કેલીઓનો સામનો કર્યો છે. ભારત તુર્કીને શક્ય તમામ મદદ કરશે.

2001માં કચ્છના ભૂકંપને યાદ કરતા કહ્યું

ભાજપ સંસદીય દળની બેઠકમાં તુર્કી અને સીરિયાના ભૂકંપની દુર્ઘટના પર શોક વ્યક્ત કરવામાં આવ્યો હતો. ત્યાં સર્જાયેલી પરિસ્થિતિ વિશે વાત કરતા પીએમ મોદીએ વર્ષ 2001માં કચ્છના ભૂકંપને યાદ કરતા કહ્યું કે, આપણે પણ આવી ભયાનકતાનો સામનો કર્યો છે. અમે (ભારત) આ મુશ્કેલ સમયમાં તુર્કીને શક્ય તમામ મદદ કરીશું.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

આ પણ વાચો: Turkey Earthquake : PM મોદીએ કહ્યું- ભારત તમામ સંભવિત મદદ માટે તૈયાર, અમે તુર્કીના લોકો સાથે

સોમવારે (6 ફેબ્રુઆરી) તુર્કીમાં વિનાશક ભૂકંપ આવ્યો હતો. તેની તીવ્રતા 7.8 માપવામાં આવી હતી. ભૂકંપ એટલો ગંભીર હતો કે અત્યાર સુધીમાં 4 હજારથી વધારે લોકોના મોત થઈ ચુક્યા છે, જ્યારે 15 હજારથી વધુ લોકો ઘાયલ થયા છે અને અનેક ઘર વેરવીખેર થઈ ગયા છે.

ગરીબોના હિતમાં બજેટ- PM મોદી

કેન્દ્રીય બજેટની રજૂઆત બાદ ભાજપના સંસદીય દળની આ બેઠકમાં પીએમ મોદીએ તમામ સાંસદોને બજેટને જનતા સુધી લઈ જવા માટે આહ્વાન કર્યું હતું. પીએમ મોદીએ કહ્યું, બજેટમાં ગરીબોના હિતને પ્રાથમિકતા આપવામાં આવી છે. કોઈ તેને ચૂંટણીનું બજેટ કહી રહ્યું નથી. જો કે આગામી લોકસભા ચૂંટણી પહેલા આ છેલ્લું પૂર્ણ બજેટ છે.

વૈચારિક રીતે ભાજપનો વિરોધ કરી રહ્યા છે

પીએમ મોદીના ભાષણને લઈ કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ પત્રકારોને જણાવ્યું હતું કે જે લોકો વૈચારિક રીતે ભાજપનો વિરોધ કરી રહ્યા છે, તેમણે પણ બજેટનું સ્વાગત કર્યું છે.

PMએ રમતગમતના કાર્યક્રમોનું આયોજન કરવા કહ્યું

પીએમ મોદીએ સાંસદોને ખાસ કરીને શહેરોમાંથી આવતા લોકોને રમતગમતના કાર્યક્રમોનું આયોજન કરવા કહ્યું. (એવું જોવા મળે છે કે શહેરના યુવાનો રમતગમતમાં વધુ ભાગ લેતા નથી). PMએ આ દરમિયાન એમ પણ કહ્યું કે, વિવિધ G20 બેઠકો માટે ભારત આવતા વિદેશી મહેમાનોએ દેશમાં તેમની આતિથ્યની પ્રશંસા કરી છે.

Next Article