AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Turkey Earthquake : PM મોદીએ કહ્યું- ભારત તમામ સંભવિત મદદ માટે તૈયાર, અમે તુર્કીના લોકો સાથે

Turkey Earthquake : વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નિવેદન એવા સમયે આવ્યું છે, જ્યારે તબાહીનો સામનો કરી રહેલા તુર્કીએ આંતરરાષ્ટ્રીય સમુદાયને મદદ માટે અપીલ કરી છે.

Turkey Earthquake : PM મોદીએ કહ્યું- ભારત તમામ સંભવિત મદદ માટે તૈયાર, અમે તુર્કીના લોકો સાથે
PM મોદીએ કહ્યું-તમામ સંભવિત મદદ માટે તૈયાર ભારત, અમે તુર્કીના લોકો સાથે Image Credit source: Google
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 06, 2023 | 2:54 PM
Share

આજે 6 ફેબ્રુઆરી તુર્કીમાં 7.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જેમાં અત્યાર સુધીમાં 300થી વધારે લોકોના મોત થયા છે. મૃત્યુઆંક ઝડપથી વધી રહ્યો છે. જ્યારે હજારો લોકો ઘાયલ થયા છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તુર્કીમાં આવેલા આ ભૂકંપ પર શોક વ્યક્ત કર્યો છે. પીએમ મોદીએ કહ્યું, તુર્કીમાં ભૂકંપના કારણે જાન-માલના નુકસાનથી હું ખૂબ જ દુઃખી છું. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી સંવેદના તેમજ ઘાયલોને ઝડપથી સ્વસ્થ થવાની કામના.

આ દુર્ઘટનાનો સામનો કરવા માટે તમામ શક્ય મદદ કરવા તૈયાર

પીએમ મોદીએ વધુમાં કહ્યું કે, ભારત તુર્કીના લોકો સાથે છે અને આ દુર્ઘટનાનો સામનો કરવા માટે તમામ શક્ય મદદ કરવા તૈયાર છે. તમને જણાવી દઈએ કે, ભૂકંપના કારણે દક્ષિણ પૂર્વ તુર્કી સહિત સીરિયામાં મોટું નુકસાન થયું છે.

ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા

ભૂકંપનું કેન્દ્ર તુર્કી ગાડિયાન્ટેપેમાં હતું, જે સીરિયા સરહદથી લગભગ 90 કિલોમીટર દૂર છે. જેના કારણે સીરિયાના અનેક શહેરોમાં પણ ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. તુર્કીમાં સવારે 4.17 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા, ભૂકંપની ઊંડાઈ જમીનથી 17.9 કિલોમીટર હતી. આ તીવ્ર ભૂકંપના કારણે અનેક ઈમારતો જોતજોતામાં ધરાશાયી થઈ ગઈ હતી અને ચારેબાજુ હાહાકાર મચી ગયો હતો.

ભૂકંપ દરમિયાન લોકોએ લગભગ 6 વખત આંચકા અનુભવ્યા હતા

ભૂકંપ વિશે માહિતી આપતાં તુર્કીના રાષ્ટ્રપતિ રજબ તૈયબ એર્દુગને ટ્વીટ કર્યું કે, પ્રભાવિત વિસ્તારોમાં બચાવ કામગીરી ઝડપથી ચાલી રહી છે. આ ભૂકંપ દરમિયાન લોકોએ લગભગ 6 વખત આંચકા અનુભવ્યા હતા. રાષ્ટ્રપતિએ અપીલ કરી કે અસરગ્રસ્ત વિસ્તારોમાં પ્રવેશ ન કરો.

ઇમારતો ધ્રૂજી રહી હતી

તુર્કીમાં ભૂકંપના કેન્દ્રની નજીક સ્થિત ગાઝિયનટેપના રહેવાસીએ રોઇટર્સ ન્યૂઝ એજન્સીને જણાવ્યું કે, જ્યારે ભૂકંપ આવ્યો ત્યારે ઇમારતો ધ્રૂજી રહી હતી. એર્ડેમે કહ્યું કે મને 40 વર્ષમાં આવું ક્યારેય જોયુ નથી. તેમનું કહેવું છે કે ભૂકંપ એટલો જોરદાર હતો કે આખી ઈમારત ધ્રૂજી રહી હતી. ત્રણ તીવ્ર આંચકા અનુભવાયા હતા. લોકો ઊંઘમાં હતા, બહાર ખૂબ અંધારું હતું.

સેંકડો લોકોના મોતની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે

ભૂકંપના આંચકા અનુભવતાની સાથે જ લોકો દોડવા લાગ્યા હતા. તરત જ લોકો પોતાની ગાડીઓ બહાર કાઢીને ખુલ્લી જગ્યા બાજુ જવા લાગ્યા હતા. કદાચ આખા શહેરમાં દરેક લોકો પોતાનો જીવ બચાવવા દોડી રહ્યા હતા. આ ભયાનક દુર્ઘટનામાં સેંકડો લોકોના મોતની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. 150થી વધુ ઈમારતો ધરાશાયી થઈ છે. પહેલા ભૂકંપ અને પછી બરફના તોફાને બચાવકાર્યમાં અડચણ ઉભી કરી છે.

પૂર્વી તુર્કીમાં ગાઝિયાટેપમાં પણ ભારે હિમવર્ષા

ઇસ્તાબુલ અને અંકારાથી પૂર્વીય તુર્કીની ફ્લાઇટ્સ ઇસ્તાબુલમાં પવન, વરસાદ અને બરફના કારણે અને અંકારામાં ભારે હિમવર્ષાને કારણે રદ કરવામાં આવી છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં હવે સરળતાથી પહોંચી શકાતું નથી. પૂર્વી તુર્કીમાં ગાઝિયાટેપમાં પણ ભારે હિમવર્ષા થઈ છે. જ્યારે કહરમનમારસમાં વરસાદ પડ્યો છે. લોકો એટલા ડરી ગયા છે કે ડરના કારણે તેઓ ઘરની અંદર નથી જતા. ભારે વરસાદ અને હિમવર્ષા વચ્ચે તેઓ બહાર અટવાયા છે.

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">