ઉત્તરકાશી દુર્ઘટના પર PM મોદીએ દુઃખ વ્યક્ત કર્યું, મૃતકના પરિવારજનોને બે લાખ વળતરની કરી જાહેરાત

|

Jun 06, 2022 | 7:27 AM

PMOએ PM મોદી વતી ટ્વીટ (Tweet) કર્યું છે કે, "ઉત્તરાખંડમાં બસ અકસ્માત અત્યંત દુઃખદાયક છે. આ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા લોકોના પ્રિયજનો પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું."

ઉત્તરકાશી દુર્ઘટના પર PM મોદીએ દુઃખ વ્યક્ત કર્યું, મૃતકના પરિવારજનોને બે લાખ વળતરની  કરી જાહેરાત
PM Modi expressed grief over Uttarkashi road accident

Follow us on

વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Modi)  અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે (Amit Shah) ઉત્તરાખંડમાં ઉત્તરકાશી માર્ગ અકસ્માત પર શોક વ્યક્ત કર્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે, ઉત્તરાખંડમાં બસ દુર્ઘટના ખૂબ જ દર્દનાક છે. આ દુર્ઘટનામાં હું તેમના પ્રિયજનોને ગુમાવનારા લોકો પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું. સાથે જ PM મોદીએ વડાપ્રધાન રાહત ફંડમાંથી મૃતકોના પરિવારજનોને બે-બે લાખ રૂપિયાની આર્થિક સહાયની પણ જાહેરાત કરી છે. ઉલ્લેખનીય છે કે, આ અકસ્માતમાં 25 લોકોના મોત થયા છે.

PMOએ PM મોદી વતી ટ્વીટ (Tweet) કર્યું છે કે, “ઉત્તરાખંડમાં બસ દુર્ઘટના અત્યંત દુઃખદાયક છે. આમાં, હું તેમના પ્રિયજનોને ગુમાવનારા લોકો પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું. રાજ્ય સરકારની દેખરેખ હેઠળ, સ્થાનિક વહીવટીતંત્ર સ્થળ પર શક્ય તમામ મદદમાં રોકાયેલ છે.”

ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે

પીએમઓએ વળતરની જાહેરાત કરી

અન્ય એક ટ્વિટમાં જાહેરાત કરવામાં આવી છે કે, ” PMNRF દ્વારા ઉત્તરાખંડ અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોના નજીકના સંબંધીઓને 2 લાખ અને ઘાયલોને 50,000 રૂપિયા આપવામાં આવશે.”

અમિત શાહે CM પુષ્કર ધામી સાથે વાત કરી

અમિત શાહે કહ્યું છે કે મેં અકસ્માતને લઈને મુખ્યમંત્રી પુષ્કર સિંહ(CM Pushkar Dhami)  ધામી સાથે વાત કરી છે. સ્થાનિક પ્રશાસન અને SDRFની ટીમો બચાવ કાર્યમાં લાગેલી છે અને ઘાયલોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યા છે. એનડીઆરએફ પણ ટૂંક સમયમાં ત્યાં પહોંચી રહ્યું છે.

કેવી રીતે થયો અકસ્માત ?

મધ્યપ્રદેશના પન્ના જિલ્લાના 28 શ્રદ્ધાળુઓને લઈને જતી બસ ઉત્તરાખંડમાં ઉત્તરકાશી જિલ્લાના દમતા પાસે ખીણમાં પડી ગઈ હતી. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 25 લોકોના મોત થયા છે, જ્યારે 6 લોકો ગંભીર રીતે ઘાયલ છે, જેમને સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસ (Uttrakhand Police) અને SDRFની ટીમ હાલ રાહત કાર્યમાં લાગેલી છે.

Next Article