PM મોદીએ ‘મન કી બાત’માં કહ્યું- દેશમાં અમૃત મહોત્સવનો અમૃત પ્રવાહ વહી રહ્યો છે

Mann Ki Baat : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે તેમના રેડિયો કાર્યક્રમ 'મન કી બાત' દ્વારા દેશવાસીઓને સંબોધિત કર્યા હતા. વડાપ્રધાને કહ્યું કે, આવતીકાલે 29મી ઓગસ્ટે મેજર ધ્યાનચંદ જીની જન્મજયંતિ પર રાષ્ટ્રીય રમત દિવસની પણ ઉજવણી કરવામાં આવશે.

PM મોદીએ 'મન કી બાત'માં કહ્યું- દેશમાં અમૃત મહોત્સવનો અમૃત પ્રવાહ વહી રહ્યો છે
PM Narendra Modi ( file photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 28, 2022 | 12:56 PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) રવિવારે તેમના રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’ (Mann Ki Baat) દ્વારા દેશવાસીઓને સંબોધિત કર્યા. પીએમ મોદીના મન કી બાત કાર્યક્રમનો આ 92મો એપિસોડ હતો. રેડિયો કાર્યક્રમ મન કી બાત 2014માં શરૂ થયો હતો. મન કી બાત કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે દેશમાં અમૃત મહોત્સવ (Amrit Mohotsav) ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવવામાં આવી રહ્યો છે. દેશની જનતાએ પણ તિરંગા યાત્રાને સફળ બનાવી છે. આ સમયે દેશમાં અમૃત મહોત્સવની અમૃત ધારા વહી રહી છે.

પીએમ મોદીએ કહ્યું કે દેશભક્તિની ભાવના જોવા મળી રહી છે. દેશની વાત આવી ત્યારે બધા લોકો એક થઈ ગયા. મને અમૃત મહોત્સવ અને તિરંગા યાત્રાને લગતા ઘણા પત્રો મળ્યા છે. અંતમાં પીએમ મોદીએ ગણેશ ચતુર્થી, ઓણમ જેવા આગામી તહેવારો માટે પણ શુભેચ્છા પાઠવી હતી. તેમણે કહ્યું કે આ તહેવારોની સાથે આવતીકાલે 29મી ઓગસ્ટે મેજર ધ્યાનચંદ જીની જન્મજયંતિ પર રાષ્ટ્રીય રમત દિવસની પણ ઉજવણી કરવામાં આવશે. આપણા યુવા ખેલાડીઓ વૈશ્વિક પ્લેટફોર્મ પર આપણા ત્રિરંગાનું ગૌરવ વધારતા રહે, આ જ ધ્યાનચંદ જીને આપણી શ્રદ્ધાંજલિ હશે.

અમૃત સરોવરનો ઉલ્લેખ કર્યો

પીએમ મોદીએ કહ્યું, ‘મેં 4 મહિના પહેલા અમૃત સરોવરની વાત કરી હતી. આ અંગે જિલ્લા અને તાલુકા સ્તરે તમામ લોકો એકઠા થયા હતા. પાણી શ્રેષ્ઠ ઔષધ અને પાલનહાર છે. તેલંગાણામાં પણ એક તળાવને અમૃત સરોવર તરીકે વિકસાવવામાં આવી રહ્યું છે. પશુઓ માટે પાણી પણ ઉપલબ્ધ છે. આ દરમિયાન તેમણે તેલંગાણાના વારંગલ, મધ્યપ્રદેશના મંડલા અને ઉત્તર પ્રદેશના લલિતપુરમાં બનેલા અમૃત સરોવરનું ઉદાહરણ આપ્યું.

આજનું રાશિફળ તારીખ : 19-05-2024
ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ

પીએમ મોદીએ કહ્યું, ‘હું તમને બધાને, ખાસ કરીને મારા યુવા મિત્રોને વિનંતી કરું છું કે, અમૃત સરોવર અભિયાનમાં સક્રિયપણે ભાગ લે અને જળ સંરક્ષણ અને જળ સંચયના આ પ્રયાસોને સંપૂર્ણ તાકાત આપો, તેને આગળ લઈ જાઓ.’

90 ટકાથી વધુ બાળકોમાં કુપોષણ દૂર થયું

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે આસામના બોંગાઈ ગામમાં એક રસપ્રદ પ્રોજેક્ટ ચાલી રહ્યો છે. તેનું નામ પ્રોજેક્ટ સંપૂર્ણ છે. આ પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય કુપોષણ સામે લડવાનો છે. આ અંતર્ગત, તંદુરસ્ત બાળકની માતા અઠવાડિયામાં એકવાર આંગણવાડી કેન્દ્રમાં કુપોષિત બાળકની માતાને મળે છે. આ દરમિયાન તે પોષણ સાથે જોડાયેલી માહિતી શેર કરે છે. આ પહેલને કારણે એક વર્ષમાં 90 ટકાથી વધુ બાળકોમાં કુપોષણ નાબૂદ થયું છે.

બરછટ અનાજ વિશે જાગૃતિ વધારવી

પીએમ મોદીએ કહ્યું કે સંયુક્ત રાષ્ટ્રએ ઠરાવ પસાર કરીને 2023ને આંતરરાષ્ટ્રીય બાજરી વર્ષ તરીકે જાહેર કર્યું છે. તમને એ જાણીને પણ ખુશી થશે કે ભારતના આ પ્રસ્તાવને 70 થી વધુ દેશોનું સમર્થન મળ્યું છે. તેમણે કહ્યું કે આજે સમગ્ર વિશ્વમાં બરછટ અનાજનો ક્રેઝ વધી રહ્યો છે. બરછટ અનાજ પ્રાચીન સમયથી આપણી ખેતી, સંસ્કૃતિ અને વસ્તીનો એક ભાગ છે. આપણે બધાએ સાથે મળીને તેને એક જનઆંદોલન બનાવવું પડશે અને દેશના લોકોમાં બરછટ અનાજ વિશે જાગૃતિ વધારવી પડશે.

PM મોદીએ મન કી બાત કાર્યક્રમમાં કહ્યું કે અમારા યુવા મિત્રોના ભણતર અને શીખવાની રીત બદલાઈ ગઈ છે. તેણે કહ્યું, ‘તમે મને ગામડાના ડિજિટલ સાહસિકો વિશે જેટલું કરી શકો તેટલું મોકલો અને સોશિયલ મીડિયા પર તેમની સફળતાની વાર્તા પણ શેર કરો.’

Latest News Updates

ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
સાબરકાંઠામાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર, ઉત્તર ગુજરાતમાં હીટવેવની અસર
સાબરકાંઠામાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર, ઉત્તર ગુજરાતમાં હીટવેવની અસર
સુભાપુરામાં માધવ ગ્રુપ ઓફ કંપની પર ITના દરોડા
સુભાપુરામાં માધવ ગ્રુપ ઓફ કંપની પર ITના દરોડા
રાજકોટના આંગણે TV9ના એજ્યુકેશન એક્સપોનો ધમાકેદાર પ્રારંભ, જુઓ-video
રાજકોટના આંગણે TV9ના એજ્યુકેશન એક્સપોનો ધમાકેદાર પ્રારંભ, જુઓ-video
g clip-path="url(#clip0_868_265)">