દુનિયામાં ફરી વાગ્યો વડાપ્રધાન મોદીનો ડંકો, એપ્રુવલ રેટિંગમાં PM મોદીએ દુનિયાના નેતાઓને માત આપી બન્યા નંબર 1, જાણો જો બાઈડનનો ક્રમ

|

Apr 02, 2023 | 2:10 PM

મોર્નિંગ કન્સલ્ટે ગ્લોબલ લીડર એપ્રુવલ લિસ્ટ બહાર પાડ્યું છે. જેમાં પીએમ નરેન્દ્ર મોદીને 76 ટકા એપ્રુવલ રેટિંગ સાથે ટોચનું સ્થાન મળ્યું છે, જ્યારે ઓસ્ટ્રેલિયા, અમેરિકા સહિતના દેશોના નેતાઓ PM મોદીની નજીક પણ કોઈ નથી.

દુનિયામાં ફરી વાગ્યો વડાપ્રધાન મોદીનો ડંકો, એપ્રુવલ રેટિંગમાં PM મોદીએ દુનિયાના નેતાઓને માત આપી બન્યા નંબર 1, જાણો જો બાઈડનનો ક્રમ
Image Credit source: Google

Follow us on

અમેરિકા ભલે વિશ્વની સૌથી મોટી મહાસત્તા હોય, પરંતુ જ્યારે સૌથી શક્તિશાળી નેતાની વાત આવે તો ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે કોઈ ટકી શકતું નથી. PM નરેન્દ્ર મોદી ફરી એકવાર મોર્નિંગ કન્સલ્ટ દ્વારા જાહેર કરાયેલ વૈશ્વિક લીડર એપ્રુવલ લિસ્ટમાં ટોચ પર છે. પીએમ મોદીને 76 ટકા એપ્રુવલ રેટિંગ મળ્યું છે. તે જ સમયે, મેક્સિકોના રાષ્ટ્રપતિ એન્ડ્રેસ મેન્યુઅલ લોપેઝ ઓબ્રાડોર 61 ટકા એપ્રુવલ રેટિંગ સાથે આ યાદીમાં બીજા નંબરે છે.

આ પણ વાચો: Viral Video : નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 1 લાખ લોકોએ એકસાથે ગાયું વંદે માતરમ, દેશભક્તિનો શાનદાર વીડિયો થયો વાયરલ

મોર્નિંગ કન્સલ્ટની આ યાદીમાં ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝ ત્રીજા સ્થાને છે. તેમને 55 ટકાનું વૈશ્વિક લીડર એપ્રુવલ રેટિંગ મળ્યું છે. તે જ સમયે, ઇટાલીના પીએમ જ્યોર્જિયા મેલોનીને 49 ટકાનું એપ્રુવલ રેટિંગ મળ્યું છે. આ યાદીમાં મેલોની ચોથા નંબર પર છે. ગ્લોબલ લીડર એપ્રુવલ રેટિંગની યાદીમાં બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુલા ડી સિલ્વાને જ્યોર્જિયા મેલોનીની જેમ જ 49 ટકાનું રેટિંગ મળ્યું છે.

નારિયેળની છાલને ફેંકશો નહીં, દાંતથી લઈ વાસણ ચમકાવા માટે છે ઉપયોગી
RCB vs CSK મેચમાં 'મિસ્ટ્રી ગર્લ'એ કર્યો જબરદસ્ત ડાન્સ, વીડિયો વાયરલ
ધર્મેન્દ્ર થી જાહ્નવી કપૂર સુધી, મુંબઈના મતદાન મથકો પર ચમક્યું બોલિવૂડ
ઉનાળામાં પેટમાં એસીડિટીથી રાહત મેળવવા માટે કરો આ ઉપાય
બિહારી અને ઈન્દોરી પૌઆમાં શું અંતર છે? સ્વાદના ચટાકાથી જ તમે જાણી શકશો
પહેલા મગર તો હવે સાપ વાળો નેકલેસ પહેરી Cannesમાં ઉતરી ઉર્વશી રૌતેલા, જુઓ-Photo

સુપરપાવર અમેરિકાના રાષ્ટ્રપતિ બાઈડનને મળ્યું છઠ્ઠુ સ્થાન

વિશ્વની સૌથી મોટી મહાસત્તા કહેવાતા અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડન ગ્લોબલ લીડર એપ્રુવલ રેટિંગની યાદીમાં છઠ્ઠા નંબર પર છે. બાઈડનને માત્ર 41 ટકાનું એપ્રુવલ રેટિંગ મળ્યું છે. તે જ સમયે, કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડો 39 ટકા એપ્રુવલ રેટિંગ સાથે સાતમા નંબરે છે. બ્રિટનના પીએમ ઋષિ સુનક 10માં નંબર પર છે. તેમનું વૈશ્વિક લીડર એપ્રુવલ રેટિંગ 34 ટકા છે. સ્પેનના પીએમ પેડ્રો સાંચેઝને 38 ટકા એપ્રુવલ રેટિંગ મળ્યું છે અને તેઓ આ યાદીમાં 8મા નંબરે છે.

અમેરિકન કંપની છે મોર્નિંગ કન્સલ્ટ

મોર્નિંગ કન્સલ્ટ એ અમેરિકન કંપની છે, જે પીએમ નરેન્દ્ર મોદીને વૈશ્વિક નેતાઓમાં સૌથી શક્તિશાળી ગણાવે છે. આ કંપની 2014માં શરૂ કરવામાં આવી હતી, જે વર્ષે નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા હતા. આ કંપનીનું કામ વૈશ્વિક સ્તરે ડેટા ઈન્ટેલિજન્સનું છે. મોર્નિંગ કન્સલ્ટને સૌથી ઝડપથી વિકસતી ટેકનોલોજી આધારિત કંપની માનવામાં આવે છે.

 

                ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

                                     બિઝનેસના તમામ સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Next Article