Bhopal: PM નરેન્દ્ર મોદીએ 11મી વંદે ભારત ટ્રેનને બતાવી લીલી ઝંડી, ઈન્દોરમાં થયેલા અકસ્માત પર વ્યક્ત કર્યો શોક

ભોપાલમાં વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવ્યા બાદ પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે આ ટ્રેન ભારતના વિકાસનું પ્રતિક છે. આ દરમિયાન પીએમ મોદી ટ્રેનની અંદર બેઠેલા લોકોને પણ મળ્યા હતા.

Bhopal: PM નરેન્દ્ર મોદીએ 11મી વંદે ભારત ટ્રેનને બતાવી લીલી ઝંડી, ઈન્દોરમાં થયેલા અકસ્માત પર વ્યક્ત કર્યો શોક
Vande Bharat
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 01, 2023 | 5:40 PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે (1 એપ્રિલ) મધ્યપ્રદેશની રાજધાની ભોપાલ પહોંચ્યા છે. આ દરમિયાન તેમણે મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ સાથે દેશની 11મી વંદે ભારત ટ્રેનની શરૂઆત કરી હતી. આ વંદે ભારત ટ્રેન ભોપાલથી દિલ્હી વચ્ચે દોડશે. પીએમ મોદીએ ભોપાલના રાણી કમલાપતિ રેલવે સ્ટેશનથી આ ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી.

આ પણ વાંચો: Morbi: ભાજપના ધારાસભ્ય કાંતિ અમૃતિયાની જીતને હાઈકોર્ટમાં પડકારાઈ, કોર્ટે ધારાસભ્ય,ઈલેક્શન ઓફિસને નોટિસ ઈશ્યુ કરી

IPL Auction ની શરૂઆતમાં જ કાવ્યા મારનને પ્રીટિ ઝિન્ટાએ આપ્યો ઝટકો ! આ ફાસ્ટ બોલર હાથમાંથી ગયો
અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં
કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અહીં લોકોને સંબોધતા પહેલા ઈન્દોરમાં થયેલા અકસ્માત પર શોક વ્યક્ત કર્યો હતો અને મૃતકોના પરિવારજનો અને ઘાયલો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. પીએમ મોદીએ ભાષણમાં કહ્યું છે કે રામનવમી પર ઈન્દોરમાં બનેલી ઘટના ખૂબ જ દુઃખદ છે અને તેમણે ઘાયલોના જલદી સ્વસ્થ થવાની પણ કામના કરી છે. ભાષણમાં પીએમ મોદીએ કોંગ્રેસ પર જોરદાર નિશાન સાધ્યું હતું અને કહ્યું હતું કે કેટલાક લોકોએ સોપારી આપી છે કે તેઓ મોદીની છબી ખરાબ કરતા રહેશે.

આવા લોકો દેશની અંદર પણ છે અને બહાર પણ છે. તેમણે કટાક્ષ કરતા કહ્યું કે જ્યારે આ કાર્યક્રમ 1લી એપ્રિલે યોજાઈ રહ્યો હતો ત્યારે તેમણે કહ્યું હતું કે હવે કોંગ્રેસના નેતાઓ કહેશે કે 1લી એપ્રિલે મોદી એપ્રિલ ફૂલ બનાવશે. પીએમ મોદીએ કહ્યું કે આ ટ્રેન ચલાવવાથી મધ્યપ્રદેશમાં રહેતા લોકોને ઘણો ફાયદો થશે. ઉદ્યોગપતિઓથી લઈને વિદ્યાર્થીઓ સુધી દિલ્હી સુધી પહોંચવું વધુ સરળ બનશે.

વંદે ભારત વિકાસનું પ્રતીક

ભોપાલમાં વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવ્યા બાદ પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે આ ટ્રેન ભારતના વિકાસનું પ્રતિક છે. આ દરમિયાન પીએમ મોદી ટ્રેનની અંદર બેઠેલા લોકોને પણ મળ્યા હતા, અહીં કેટલાક વિદ્યાર્થીઓ પણ બેઠા હતા જેમને પીએમ મળ્યા હતા. પીએમે કહ્યું કે પહેલા રેલવેમાં સ્વચ્છતાનું ધ્યાન રાખવામાં આવતું ન હતું, લોકો એટલા કંટાળી ગયા હતા કે તેઓએ ફરિયાદ કરવાનું બંધ કરી દીધું હતું. પણ હવે એવું નથી. આ સિસ્ટમનો મહત્તમ લાભ મહિલાઓને મળ્યો છે.

અગાઉની સરકારોએ ન આપ્યું ધ્યાન

પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે અગાઉની સરકારોએ ધ્યાન આપ્યું નહોતું, નહીંતર રેલવેનો વધુ સારી રીતે વિકાસ થઈ શક્યો હોત. પીએમએ પોતાના ભાષણમાં ભારતીય રેલવેને સામાન્ય પરિવારોની રેલ ગણાવી હતી. તેમણે કહ્યું કે રેલવે પહેલા કરતા વધુ સુરક્ષિત બની ગઈ છે, પહેલા અકસ્માતના સમાચાર આવતા હતા પરંતુ હવે એવું નથી. આ માટે મેડ ઇન ઇન્ડિયાનું કવચ બનાવવામાં આવી રહ્યું છે.

દેશ અને દુનિયાના તાજા સમાચાર ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર 

          દેશ સાથે જોડાયેલા તમામ ન્યૂઝ માટે જોડાયેલા રહો…

g clip-path="url(#clip0_868_265)">