વિપક્ષને પીયુષ ગોયલનો જવાબ, માર્શલ ના તો સરકારના કે ના વિપક્ષના

|

Aug 12, 2021 | 8:24 PM

રાજ્યસભાના નેતા અને કેન્દ્રીય પ્રધાન પીયૂષ ગોયલે (Piyush Goyal) કહ્યું કે, "વિપક્ષને ડર છે કે સંસદના કર્મચારીઓ પર હુમલાને જોતા તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે, તેથી તેઓ અમને ધમકી આપવાનો પ્રયાસ કરી રહ્યા છે."

વિપક્ષને પીયુષ ગોયલનો જવાબ, માર્શલ ના તો સરકારના કે ના વિપક્ષના
Piyush Goyal

Follow us on

કેન્દ્રીય પ્રધાન પીયૂષ ગોયલે (Piyush Goyal) ગુરુવારે રાજ્યસભામાં વિપક્ષના સભ્યો સાથે ઝપાઝપી કરવા માટે બહારના લોકોને લાવવામાં આવ્યા હોવાના આક્ષેપને ફગાવી દિધો હતો. માર્શલ ન તો શાસક પક્ષના છે અને ના તો વિપક્ષના છે તેમ જણાવીને તેમણે એવો આરોપ લગાવ્યો છે કે મહિલા માર્શલ છે જેમને વિપક્ષના સભ્યોએ માર માર્યો હતો.

કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે કહ્યું કે, “વિપક્ષને ડર છે કે સંસદના કર્મચારીઓ પર કરાયેલા હુમલાને જોતા તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે, તેથી તેઓ હવે અમને ધમકી આપવાનો પ્રયાસ કરી રહ્યા છે.” હું પણ શરદ પવારને કહેવા માગુ છુ કે, અમારી સામે આંગળી ચીંધતા પહેલા તેઓ આત્મનિરીક્ષણ કરે.

પીયૂષ ગોયલે અન્ય કેબિનેટ પ્રધાનોની સાથે સંયુક્ત પત્રકાર પરિષદને સંબોધતા કહ્યુ કે, . મારી સંસદીય કારકિર્દીના 55 વર્ષોમાં, મેં આ ગૃહમાં મહિલા સાંસદો પ્રત્યે આવું વર્તન ક્યારેય જોયું નથી. ગૃહમાં 40 થી વધુ પુરુષો અને મહિલાઓને લાવવામાં આવ્યા હતા. આ લોકશાહી પર હુમલો છે. ”

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

12 મહિલા માર્શલ અને 18 પુરુષ સુરક્ષા કર્મચારીઓ હતા.
પીયૂષ ગોયલે (Piyush Goyal) વધુમાં સ્પષ્ટતા કરતા કહ્યું, માર્શલ કે સુરક્ષા કર્મચારીઓ ન તો શાસક પક્ષના હોય છે અને ના તો વિપક્ષના, તેઓ સંસદની સુરક્ષાનું ધ્યાન રાખે છે. અમે તેમની નિમણૂક કરી નથી. ” તે બધા માર્શલ, સંસદીય સુરક્ષા સેવાના અધિકારીઓ હતા. તેમાંથી 12 મહિલા માર્શલ અને 18 પુરુષ સુરક્ષા કર્મચારીઓ હતા.

ગોયલે કહ્યું કે, હું સ્પષ્ટતા કરી દઉં કે શરદ પવારને ખોટી માહિતી આપવામાં આવી હતી, તેમના આક્ષેપો પણ ખોટા છે કે માર્શલ બહારથી આવેલા હતા, હું શરદ પવારને વિનંતી કરું છું કે તેઓ સંસદ સત્ર દરમિયાન વિપક્ષના વર્તન પર આત્મનિરીક્ષણ કરે. શું તેમણે તેમની સંસદીય કારકિર્દીના 55 વર્ષોમાં આજે જે પક્ષો સાથે ઉભા છે અને ગૃહમાં જે થયુ તેવુ અગાઉ જોયુ છે ખરુ ? મને લાગે છે કે શરદ પવારે આત્મનિરીક્ષણ કરીને દેશને સત્ય જણાવવું જોઈએ.

આ પણ વાંચોઃ Parliament Monsoon Session: સંજય રાઉતે રાજ્યસભામાં માર્શલ લો લાગુ કરવાનો આરોપ લગાવ્યો, પૂછ્યું શું આ આપણી સંસદીય લોકશાહી છે?

આ પણ વાંચોઃ Corona Vaccination: રસી વિશે લોકોમાં પ્રવર્તી રહેલી ગેરમાન્યતાઓને દુર કરવા, આગામી અઠવાડીયે લોન્ચ કરાશે ટ્રેકીંગ પ્લેટફોર્મ

 

Next Article