AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

બોઈંગના વિમાનો વારંવાર કેમ ખોટકાય છે ? તપાસ કરાવો, DGCA સમક્ષ પાયલટ્સ સંગઠને કરી માંગ

એક પછી એક અનેક વિમાનોમાં સર્જાતી ટેકનિકલ ખામીને કારણે, મુસાફરોની સુરક્ષા સામે અનેક સવાલો સર્જાઈ રહ્યાં છે. બર્મિંગહામમાં એર ઇન્ડિયાના બોઇંગ 787 વિમાનનું ઈમરજન્સીમાં લેન્ડિગ કરાવ્યા બાદ આ સમસ્યાને પાઈલટના સંગઠને અવાજ ઉઠાવ્યો છે. પાઇલટ સંગઠન FIP એ DGCA ને ભારતમાં તમામ બોઇંગ 787 વિમાનની ઇલેક્ટ્રિકલ સિસ્ટમનું નિરીક્ષણ કરવાની માંગ કરી છે.

બોઈંગના વિમાનો વારંવાર કેમ ખોટકાય છે ? તપાસ કરાવો, DGCA સમક્ષ પાયલટ્સ સંગઠને કરી માંગ
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 06, 2025 | 2:45 PM
Share

અમદાવાદમાં ગત 12 જૂન 2025ના રોજ એર ઈન્ડિયાના વિમાન દુર્ઘટના પછી, એર ઇન્ડિયાના વિમાનોની કોઈને કોઈ ક્ષતિ જાહેર થઈ રહી છે. એમ કહી શકાય કે એવુ એક પણ સપ્તાહ નહીં હોય કે, એર ઈન્ડિયાના વિમાનમાં ટેકનિકલ ખામીના સર્જાઈ હોય.

4 ઓક્ટોબરના રોજ એર ઇન્ડિયાના બોઇંગ 787 વિમાન AI117 એ ઈમરજન્સી લેન્ડિગ કરવું પડ્યું. વિમાન અમૃતસરથી બર્મિંગહામ જઈ રહ્યું હતું. લેન્ડિંગ દરમિયાન, વિમાનમાં એકાએક રેમ એર ટર્બાઇન (RAT) સક્રિય થઈ ગઈ. પરિણામે, સાવચેતીના ભાગરૂપે વિમાનને તાત્કાલિક નજીકના એરપોર્ટ ઉપર ઉતરાણ કરવામાં આવ્યું. આના પગલે, બર્મિંગહામથી ભારત પરત ફરતી ફ્લાઇટ પણ રદ કરી દેવામાં આવી હતી.

આ ઘટના બાદ, પાઇલટ્સનું સંગઠન, ફેડરેશન ઓફ ઇન્ડિયન પાઇલોટ્સ (FIP) એ ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવીએશન (DGCA) ને પત્ર લખીને વિનંતી કરી હતી કે, DGCA દેશના તમામ બોઇંગ 787 વિમાનોની ઇલેક્ટ્રિકલ સિસ્ટમનું નિરીક્ષણ કરે.

RAT 400-500 ફૂટ પર સક્રિય

DGCA ને લખેલા પત્રમાં, FIP ના પ્રમુખ જી.એસ. રંધાવાએ જણાવ્યું હતું કે, એરક્રાફ્ટ હેલ્થ મોનિટરિંગ (AHM) એ બસ પાવર કંટ્રોલ યુનિટ (BPCU) માં ખામી શોધી કાઢી હતી, જેના કારણે RAT આપમેળે સક્રિય થઈ ગયું હતું. બર્મિંગહામમાં પ્રવેશતી વખતે RAT 400-500 ફૂટ પર સક્રિય થયું ત્યારે આ ઘટના બની હતી. AHM એ BPCU માં ખામી શોધી કાઢી હતી.

AAIB બર્મિંગહામમાં આ ઘટનાની તપાસ કરી રહ્યું છે. FIP પ્રમુખે જણાવ્યું હતું કે, B-787 વિમાનોને લગતા અસંખ્ય અકસ્માતો થયા છે. “અમે દેશના તમામ B-787 વિમાનોની ઇલેક્ટ્રિકલ સિસ્ટમનું નિરીક્ષણ કરવાનો મુદ્દો નાગરિક ઉડ્ડયન મંત્રાલય અને AAIB સમક્ષ ઉઠાવ્યો છે,”

RAT શું છે?

રેમ એર ટર્બાઇનનો ઉપયોગ વિમાનમાં ટેકનિકલ ખામી દર્શાવવા માટે થાય છે. બંને એન્જિનમાં ખામી, ઇલેક્ટ્રિકલ ખામી અથવા હાઇડ્રોલિક સિસ્ટમમાં ખામી સર્જાય તો તે આપમેળે સક્રિય થાય છે. આ સિસ્ટમ ઊંચાઈ પર વિમાનને મદદ કરવા માટે સ્થાપિત કરવામાં આવી છે. તે ઊંચાઈ પર ટેકનિકલ ખામી સર્જાય તો સંદેશાવ્યવહાર અને શક્તિ જાળવવામાં મદદ કરે છે.

ટીવી9 ગુજરાતીના લેટેસ્ટ ન્યૂઝ જાણવા માટે તમે અહીં ક્લિક કરો, અહીંયા તમને દરરોજના તાજા અને લેટેસ્ટ સમાચાર જાણવા મળશે.

Follow Us
રાજ્યસભાની બેઠકો માટે 50થી વધુ નામોની યાદી દિલ્હી મોકલાઈ
રાજ્યસભાની બેઠકો માટે 50થી વધુ નામોની યાદી દિલ્હી મોકલાઈ
સમગ્ર કેરળમાં આજથી બેસી ગયું નૈઋત્યનુ ચોમાસુ
સમગ્ર કેરળમાં આજથી બેસી ગયું નૈઋત્યનુ ચોમાસુ
24 કલાકમાં 424 ગેરકાયદે બાંગ્લાદેશીઓ ઝડપાયા, જુઓ Video
24 કલાકમાં 424 ગેરકાયદે બાંગ્લાદેશીઓ ઝડપાયા, જુઓ Video
જામકંડોણાની મહિલાની કેદારનાથમાં તબિયત લથડી
જામકંડોણાની મહિલાની કેદારનાથમાં તબિયત લથડી
પાટણમાં AC બ્લાસ્ટ થતા મહિલા પોલીસ કર્મીનું મોત ! જુઓ-Video
પાટણમાં AC બ્લાસ્ટ થતા મહિલા પોલીસ કર્મીનું મોત ! જુઓ-Video
એરફોર્સ જમીન પરના પ્રોજેક્ટમાંથી 15 લાખના લોખંડના સળિયા ચોરાયા
એરફોર્સ જમીન પરના પ્રોજેક્ટમાંથી 15 લાખના લોખંડના સળિયા ચોરાયા
સુરત મહાનગરપાલિકાનો આસિસ્ટન્ટ ઇજનેર લાંચ લેતા રંગે હાથે ઝડપાયો
સુરત મહાનગરપાલિકાનો આસિસ્ટન્ટ ઇજનેર લાંચ લેતા રંગે હાથે ઝડપાયો
પંચમહાલઃ સરકારી નોકરીના નામે 68 લાખની ઠગાઈ, ભેજાબાજ ભરત પરમાર ઝડપાયો
પંચમહાલઃ સરકારી નોકરીના નામે 68 લાખની ઠગાઈ, ભેજાબાજ ભરત પરમાર ઝડપાયો
ઉનાની સરકારી હોસ્પિટલમાં ઘુસ્યો આખલો, દર્દીઓમાં ફેલાયો ફફડાટ- Video
ઉનાની સરકારી હોસ્પિટલમાં ઘુસ્યો આખલો, દર્દીઓમાં ફેલાયો ફફડાટ- Video
અમદાવાદથી સાળંગપુર જતો માર્ગ બન્યો ખખડધજ, સત્વરે સમારકામની માગ
અમદાવાદથી સાળંગપુર જતો માર્ગ બન્યો ખખડધજ, સત્વરે સમારકામની માગ
g clip-path="url(#clip0_868_265)">