ગુજરાત-મહારાષ્ટ્રે કરેલ ચાઈનીઝ કંપની સાથેના MOU રદ કરવા સુપ્રિમકોર્ટમાં PIL, એમઓયુ વડાપ્રધાનની આત્મનિર્ભર યોજનાની વિરુધ્ધ

ગુજરાત-મહારાષ્ટ્રે કરેલ ચાઈનીઝ કંપની સાથેના MOU રદ કરવા સુપ્રિમકોર્ટમાં PIL, એમઓયુ વડાપ્રધાનની આત્મનિર્ભર યોજનાની વિરુધ્ધ
PIL filed in SC for termination of MoUs with Chinese companies

ચાઈનીઝ કંપનીઓ સાથેના મેમોરન્ડમ ઓફ એન્ડરસ્ટેન્ડીગ (MOU) રદ કરવા સુપ્રિમકોર્ટમાં પબ્લિક ઈન્ટરેસ્ટ લિટીગેશન (PIL)કરવામાં આવી છે. જમ્મુ કાશ્મિરના સુપ્રિયા પંડીતાએ સુપ્રિમ કોર્ટમાં પીઆઈએલ ફાઈલ કરતા કહ્યુ છે કે ચાઈનીઝ કંપનીઓ સાથેના કરાર જનહીતની વિરુધ્ધ છે. એક બાજુ દેશની સુરક્ષાને ધ્યાને લઈને 59 ચાઈનીઝ એપ પર પ્રતિબંધ લગાવાઈ રહ્યો છે. ત્યારે બીજીબાજુ દેશના કેટલાક રાજ્યોની સરકાર […]

Bipin Prajapati

|

Jul 01, 2020 | 9:34 AM

ચાઈનીઝ કંપનીઓ સાથેના મેમોરન્ડમ ઓફ એન્ડરસ્ટેન્ડીગ (MOU) રદ કરવા સુપ્રિમકોર્ટમાં પબ્લિક ઈન્ટરેસ્ટ લિટીગેશન (PIL)કરવામાં આવી છે. જમ્મુ કાશ્મિરના સુપ્રિયા પંડીતાએ સુપ્રિમ કોર્ટમાં પીઆઈએલ ફાઈલ કરતા કહ્યુ છે કે ચાઈનીઝ કંપનીઓ સાથેના કરાર જનહીતની વિરુધ્ધ છે. એક બાજુ દેશની સુરક્ષાને ધ્યાને લઈને 59 ચાઈનીઝ એપ પર પ્રતિબંધ લગાવાઈ રહ્યો છે. ત્યારે બીજીબાજુ દેશના કેટલાક રાજ્યોની સરકાર અને કંપનીઓ ચાઈનીઝ કંપનીઓ સાથે કરાર કરી રહી છે. પીઆઈએલમાં ગુજરાત, મહારાષ્ટ્ર સરકાર અને અદાણી ગ્રુપનો હવાલો આપવામાં આવ્યો છે. અને કહ્યું છે કે, ચાઈનીઝ કંપનીઓ સાથેના કરાર દેશની જનતાની લાગણીઓની વિરુધ્ધ છે. તો સાથોસાથ વડાપ્રધાનની આત્મનિર્ભર યોજનાની પણ વિરુધ્ધ છે. આથી ચાઈનીઝ કંપનીઓ સાથે કરેલા કરારો રદ કરવાની દાદ માંગવામાં આવી છે. જુઓ વિડીયો.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati