AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Petrol Diesel Prices: 17 દિવસથી નથી બદલાયા પેટ્રોલ-ડિઝલના ભાવ, જાણો શું છે ઓઇલ કંપનીઓની આગળની તૈયારીઓ

આજે એટલે કે 03 ઓગસ્ટ 2021 ની વાત કરીએ તો રાજધાની દિલ્હીમાં પેટ્રોલની કિંમત 101.84 રૂપિયા અને ડીઝલની કિંમત 89.87 રૂપિયા પ્રતિ લીટર છે

Petrol Diesel Prices: 17 દિવસથી નથી બદલાયા પેટ્રોલ-ડિઝલના ભાવ, જાણો શું છે ઓઇલ કંપનીઓની આગળની તૈયારીઓ
Petrol Diesel Price Today
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 03, 2021 | 7:41 AM
Share

Petrol Diesel Prices: આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા ઓઇલના ભાવમાં થોડો ઘટાડો વચ્ચે આજે (મંગળવાર, 03 ઓગસ્ટ) પેટ્રોલ-ડીઝલના ભાવ સ્થિર છે. સરકારી ઓઇલ કંપનીઓએ છેલ્લા 17 દિવસથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કર્યો નથી. જો કે, કિંમતોમાં કોઈ વધારો થયો ન હોવા છતાં, તે હજુ પણ રેકોર્ડ સ્તરે છે. એવો પણ અંદાજ છે કે ઓગસ્ટ મહિનામાં પણ ઈંધણના ભાવમાં કોઈ કાપ નહીં આવે.

આજે એટલે કે 03 ઓગસ્ટ 2021 ની વાત કરીએ તો રાજધાની દિલ્હીમાં પેટ્રોલની કિંમત 101.84 રૂપિયા અને ડીઝલની કિંમત 89.87 રૂપિયા પ્રતિ લીટર છે. મુંબઈમાં પેટ્રોલની કિંમત 107.83 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલની કિંમત 97.45 છે. એ જ રીતે, કોલકાતા અને ચેન્નઈમાં પણ પેટ્રોલના ભાવ અનુક્રમે 102.08 અને 102.49 રૂપિયા પ્રતિ લિટર છે. આજે પણ, આ બે શહેરોમાં ડીઝલની કિંમત અનુક્રમે 93.02 અને 94.39 રૂપિયા પ્રતિ લિટર છે.

ઈંધણની કિંમતોએ સામાન્ય માણસનો બોજ વધાર્યો વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ઇંધણના ભાવમાં આ અંતર ટેક્સ અને ટ્રાન્સપોર્ટેશનને કારણે છે. આ ઉપરાંત, કેન્દ્ર સરકાર ઈંધણની કિંમત પર પણ એક્સાઇઝ ડ્યુટી લાદે છે. દેશભરમાં સૌથી મોંઘુ પેટ્રોલ અને ડીઝલ રાજસ્થાનના ગંગાનગર અને મધ્યપ્રદેશના અનુપપુરમાં વેચાઈ રહ્યું છે. 4 મેથી પેટ્રોલ અને ડીઝલની કિંમતોએ નીચા અને મધ્યમ વર્ગના પરિવારોની સમસ્યામાં વધુ વધારો કર્યો છે. વધતી જતી મોંઘવારીનો બોજ પહેલાથી જ સામાન્ય માણસ પર વધી રહ્યો છે. ઇંધણની કિંમતોમાં તીવ્ર વધારો પહેલાથી જ રોજિંદા જરૂરીયાતના ભાવમાં વધારો કરી ચૂક્યો છે.

અત્યારે પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટવાના નથી પરંતુ, સામાન્ય માણસ પર વધી રહેલા બોજ વચ્ચે સરકારે સ્પષ્ટ કર્યું છે કે નજીકના ભવિષ્યમાં બળતણ પરની એક્સાઇઝ ડ્યુટીમાં કાપ મૂકવામાં આવશે નહીં. ધ્યાનમાં રાખો કે ભારત તે દેશ છે જે ઇંધણ પર સૌથી વધુ ટેક્સ વસૂલ કરે છે. માત્ર કેન્દ્ર સરકાર જ નહીં પણ રાજ્ય સરકારોએ પણ સંકેત આપ્યા છે કે તેઓ પેટ્રોલ અને ડીઝલ પર વસૂલવામાં આવતા વેટ ઘટાડશે નહીં. આવી સ્થિતિમાં, સામાન્ય માણસની અપેક્ષા ઓઇલ કંપનીઓ પાસે ભાવ ઘટાડવાની છે. ઈંધણના ભાવમાં કાપ મૂકવા અને વધારવા માટે ઓઈલ કંપનીઓ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ પર આધાર રાખે છે.

તમારા શહેરની પેટ્રોલ અને ડીઝલની કિંમત કેવી રીતે જાણી શકાય પેટ્રોલ અને ડીઝલના છૂટક ભાવમાં દરરોજ સુધારો થાય છે અને તે પછી સવારે 6 વાગ્યે નવી કિંમત જાહેર કરવામાં આવે છે. તમે તમારા નજીકના પેટ્રોલ પંપ પર પેટ્રોલ અને ડીઝલની કિંમત તમારા ઘરે બેઠા SMS દ્વારા જાણી શકો છો. ઇન્ડિયન ઓઇલના ગ્રાહકો તેમના મોબાઇલ પરથી RSP સાથે સિટી કોડ દાખલ કરીને 9224992249 પર મેસેજ મોકલવાનો રહેશે.

તમને ઇન્ડિયન ઓઇલ (IOCL) ની સત્તાવાર વેબસાઇટ પર સિટી કોડ મળશે. સંદેશ મોકલ્યા પછી, તમને પેટ્રોલ અને ડીઝલની નવીનતમ કિંમત મોકલવામાં આવશે. એ જ રીતે, બીપીસીએલ ગ્રાહકો તેમના મોબાઇલ પરથી RSP લખીને 9223112222 પર SMS મોકલી શકે છે. HPCL ના ગ્રાહકો HPPrice 9222201122 પર લખીને SMS મોકલી શકે છે. રિટેલ ઇંધણની કિંમતોનો નવો રેકોર્ડ ઊંચી સપાટીએ પહોચ્યો છે. આવા શહેરોની સંખ્યા સતત વધી રહી છે, જ્યાં પેટ્રોલ 100 રૂપિયા પ્રતિ લિટરથી વધુ વેચાઈ રહ્યું છે.

આ પણ વાંચો:  Insurance privatisation અંગે મોટા સમાચાર, લોકસભાની જનરલ ઇન્શ્યોરન્સ કંપનીના ખાનગીકરણ માટે લીલી ઝંડી

આ પણ વાંચો: Horoscope Today: દૈનિક રાશિફળ, કુંભ 03 ઓગસ્ટ: પરિવારના સભ્યો સાથે કોઈ શુભ કાર્ય સંબંધિત બનાવી શકશો યોજનાઓ

ઈરાન–ઈઝરાયલ યુદ્ધની અસર, મોરબીનો સિરામિક ઉદ્યોગ સંકટમાં
ઈરાન–ઈઝરાયલ યુદ્ધની અસર, મોરબીનો સિરામિક ઉદ્યોગ સંકટમાં
ચિંતામાં વધારો થવાની શક્યતા છે, તમારું સ્વાસ્થ્ય સારું રહેશે
ચિંતામાં વધારો થવાની શક્યતા છે, તમારું સ્વાસ્થ્ય સારું રહેશે
સિનેમાથી રિલ્સ સુધી: ગુજરાતી સ્ટાર્સનો ડિજિટલ અવતાર
સિનેમાથી રિલ્સ સુધી: ગુજરાતી સ્ટાર્સનો ડિજિટલ અવતાર
ગુમ બાળકોને લઈ વિમલ ચુડાસમાનો વિધાનસભામાં સરકાર પર પ્રહાર
ગુમ બાળકોને લઈ વિમલ ચુડાસમાનો વિધાનસભામાં સરકાર પર પ્રહાર
બ્રહ્મવિહારી સ્વામીએ નવા BAPS હિન્દુ મંદિરના લોકાર્પણની કરી જાહેરાત
બ્રહ્મવિહારી સ્વામીએ નવા BAPS હિન્દુ મંદિરના લોકાર્પણની કરી જાહેરાત
ગુજરાતમાં ગરમીનું ‘ટોર્ચર’ શરૂ, કાળઝાળ ગરમીમાં નાગરિકો બેહાલ
ગુજરાતમાં ગરમીનું ‘ટોર્ચર’ શરૂ, કાળઝાળ ગરમીમાં નાગરિકો બેહાલ
શરમજનક ! રસ્તા પર ડામર ઓગળતા લોકોના ચંપલ તૂટ્યા
શરમજનક ! રસ્તા પર ડામર ઓગળતા લોકોના ચંપલ તૂટ્યા
ફાઈનલ જીત્યા બાદ કેપ્ટન સૂર્યાએ અડાલજની વાવ ખાતે કરાવ્યુ ફોટોશૂટ
ફાઈનલ જીત્યા બાદ કેપ્ટન સૂર્યાએ અડાલજની વાવ ખાતે કરાવ્યુ ફોટોશૂટ
ગુજરાત સરકારે પ્લેન અને હેલિકોપ્ટર પાછળ કર્યો અધધધ ખર્ચ
ગુજરાત સરકારે પ્લેન અને હેલિકોપ્ટર પાછળ કર્યો અધધધ ખર્ચ
પાટીદાર સમાજને શિક્ષણનો લાભ ન મળતો હોવાનો અગ્રણીઓનો આક્ષેપ- Video
પાટીદાર સમાજને શિક્ષણનો લાભ ન મળતો હોવાનો અગ્રણીઓનો આક્ષેપ- Video
g clip-path="url(#clip0_868_265)">