ચિંતાજનક: RT-PCR રિપોર્ટ નેગેટીવ આવ્યા બાદ પણ કોરોના સંક્રમિત મળી રહ્યા છે દર્દીઓ

કોરોનાના આતંક વચ્ચે હવ એતેના લક્ષણો અને રીપોર્ટ વિશે પણ ચિંતા વધી રહી છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે કોરોના તેની અસર કરવાની ક્ષમતામાં વધારો કરી રહ્યો છે.

  • tv9 webdesk37
  • Published On - 9:25 AM, 9 Apr 2021
ચિંતાજનક: RT-PCR રિપોર્ટ નેગેટીવ આવ્યા બાદ પણ કોરોના સંક્રમિત મળી રહ્યા છે દર્દીઓ
કોરોના ટેસ્ટ (Image - PTI)

શું રેપીડ એન્ટિજેન ટેસ્ટ અને RT-PCR ટેસ્ટ નેગેટીવ આવ્યા બાદ પણ તમે કોરોના પોઝિટિવ હોઈ શકો છો? દેશના જુદા જુદા શહેરોમાં આવા દર્દીઓ આવી રહ્યા છે, જેના આ રીપોર્ટ તો નેગેટીવ છે, પરંતુ ગંભીર સ્થિતિને કારણે તેમનો હાઇ રિઝોલ્યુશન સીટી (HRCT) કરવામાં આવી રહ્યો છે. આમાં ફેફસામાં કોરોનાના ગંભીર સંક્રમણની પુષ્ટિ થઇ રહી છે.

આને વાતને ધ્યાનમાં રાખીને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મહામારી રોગ કાયદા હેઠળ આદેશ આપ્યો છે કે આર-ટીપીસીઆરમાં નકારાત્મક મળેલા માંદા દર્દીઓને વીમા કંપની થર્ડ પાર્ટી એડમિનિસ્ટ્રેટર્સ (ટીપીએ) કોવિડ દર્દીઓ તરીકે સારવાર આપે.

નવા સ્ટ્રેઇન દર્દીઓમાં છે કે નહીં તેની પૃષ્ટિ એચઆરસીટી અને બાકીના લેબ પરીક્ષણો કરી શકે છે. જ્યાં સુધી કોઈ બીમારી મળી ન આવે ત્યાં સુધી કોવિડના દાવાને માનવામાં આવે. દેશના ઘણા શહેરોમાં, ડોકટરો આ પ્રકારના કેસોની પુષ્ટિ કરી રહ્યા છે અને જો રેડિયોલોજીકલ તપાસમાં પુષ્ટિ મળી હોય તો દર્દીઓને કોવિડ -19 ની સારવાર આપી રહ્યા છે.

કોરોનાથી મુક્તિ બાદ માનસીક બીમારીઓથી લડી રહ્યો છે દર ત્રીજો વ્યક્તિ

પ્રત્યેક ત્રીજી વ્યક્તિ જે કોરોનાથી ઠીક થાય છે તેને લાંબા ગાળાના મગજ અને ન્યુરોલોજીકલ રોગોનો સામનો કરવો પડી રહ્યો છે. આમાંના મોટાભાગના લોકો ચિંતા અને હતાશાથી પીડિત છે.

આ વાત રિસર્ચમાં સામે આવી છે જેમાં બે લાખથી વધુ લોકોના આરોગ્ય પર નજર રાખવામાં આવી હતી. લેન્સેટ સાઇકિયાટ્રીમાં પ્રકાશિત થયેલા એક અભ્યાસ મુજબ, સંક્રમણના છ મહિનામાં 34 ટકા લોકો માનસિક અથવા ન્યુરોલોજીકલ રોગોમાંથી પસાર થયા છે.

જે લોકો કોરોનાથી સ્વસ્થ થયા છે, આઠ મહિના પછી 10 લોકોમાંથી એકને ફરીથી કોરોનાના ગંભીર લક્ષણો જોવા મળી રહ્યા છે. વૈજ્ઞાનિકો દ્વારા ક્લિનિકલ અધ્યયનમાં આ વાત બહાર આવી છે. તેની સીધી નકારાત્મક અસર લોકોના સામાજિક અને વ્યક્તિગત જીવન પર પડે છે.

મેડિકલ જર્નલ જેએમએમાં પ્રકાશિત આ અધ્યયનમાં વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યું છે કે લાંબા સમય સુધી રહેવાળા લક્ષણોમાં સ્વાદ અને સુગંધ ગુમાવવી, થાક, શરીરમાં પીડા જેવી સમસ્યાઓનો સમાવેશ થાય છે. સ્વીડનની ડેન્ડ્રિડ હોસ્પિટલ અને કારોલિન્સ્કા સંસ્થાના વૈજ્ઞાનીકે આ અભ્યાસ દરમિયાન કોરોનાનાં લક્ષણો વિશે ઘણું શીખ્યું છે.

પ્રો. ચાર્લોટ થાલિન કહે છે કે તે યુવાન અને સ્વસ્થ વ્યક્તિઓમાં લાંબા ગાળાના પોસ્ટ-કોરોના લક્ષણોની તપાસ કરી રહ્યા ચછે. જેમાં ગંધ અને સ્વાદની ક્ષમતા ગુમાવવી મુખ્ય છે. આ અભ્યાસમાં થાક અને શ્વાસની તકલીફવાળા લોકોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

કારણો અને તપાસના નવા પગલા

ડોકટરોને શંકા છે કે વાયરસ તેની રોગકારકતા (યજમાનને નુકસાન પહોંચાડવાની ક્ષમતા) બદલી રહ્યું છે. કેટલાક કિસ્સાઓમાં પ્રથમ તબક્કામાં જ ફેફસાંમાં ચેપ લાગ્યો છે. ફેફસાના ચેપનો અર્થ એ છે કે રોગમાં વધારો થયો છે. તે સીટી સ્કેન દ્વારા ઓળખી શકાય છે.

પરિણામે, ડોકટરો હવે ફક્ત આરટી-પીસીઆર અહેવાલો પર આધાર રાખતા નથી. તેમના મતે, તે નકારાત્મક હોઈ શકે છે, પરંતુ દર્દીમાં કોરોનાની પૃષ્ટિ છાતીના સીટી સ્કેનમાં લાગેલા ચેપ દ્વારા મળી રહી છે.

આરટી-પીસીઆરમાં 30 ટકા ખોટા નકારાત્મક

નિષ્ણાતોના મતે આરટી-પીસીઆરમાં 30 ટકા કેસ ખોટા નેગેટીવ હોઈ શકે છે, એટલે કે ચેપ હોવા છતાં નેગેટીવ અહેવાલો આવી શકે છે. આ પરીક્ષણ 70 ટકા સફળ હોવાનું કહેવામાં આવે છે.