સંસદીય સમિતિઓએ પારદર્શિતા અને જવાબદારી સુનિશ્ચિત કરવા ટેકનોલોજીનો ઉપયોગ કરવો જોઈએ: લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા

|

Dec 05, 2021 | 5:42 PM

લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ જણાવ્યું હતું કે, યોજનાઓ માટે ફાળવવામાં આવેલ ભંડોળ વિકાસની સાથે સામાન્ય માણસના જીવનમાં સામાજિક-આર્થિક પરિવર્તન પણ લાવે છે.

સંસદીય સમિતિઓએ પારદર્શિતા અને જવાબદારી સુનિશ્ચિત કરવા ટેકનોલોજીનો ઉપયોગ કરવો જોઈએ: લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા
Lok Sabha Speaker - Om Birla

Follow us on

લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ (Lok Sabha Speaker Om Birla) સંસદ ભવનના સેન્ટ્રલ હોલમાં પબ્લિક એકાઉન્ટ્સ કમિટીના (PAC) શતાબ્દી વર્ષની ઉજવણીના સત્રને સંબોધિત કરતી વખતે કહ્યું હતું કે, સંસદીય સમિતિઓએ પારદર્શિતા અને જવાબદારી સુનિશ્ચિત કરવા માટે ટેકનોલોજીનો ઉપયોગ કરવો જોઈએ. એમ પણ કહ્યું કે, પીએસીના કામકાજમાં સુધારો કરવા માટે સંસદ અને રાજ્યોની પીએસીની સમિતિની રચના કરવી જરૂરી છે.

આ કમિટીએ વિગતવાર અભ્યાસ કર્યા બાદ જે રિપોર્ટ આપ્યો છે, તેની પ્રિસાઇડિંગ ઓફિસરોની કોન્ફરન્સમાં ચર્ચા કરીને તેમાં સુધારા-વધારા કરવામાં આવશે. તેનાથી આપણે નાણાકીય શિસ્ત વધારી શકીશું. લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ જણાવ્યું હતું કે, યોજનાઓ માટે ફાળવવામાં આવેલ ભંડોળ વિકાસની સાથે સામાન્ય માણસના જીવનમાં સામાજિક-આર્થિક પરિવર્તન પણ લાવે છે.

યોજનાઓના લાભો (Schemes Benefits) દરેક વર્ગ સુધી પારદર્શિતા અને નિષ્પક્ષતા સાથે પહોંચે, ફાળવેલ ભંડોળની સમીક્ષા કરવાની જવાબદારી PACની છે. આઝાદી પછી આ 75 વર્ષોમાં દેશ અને રાજ્યોના બજેટમાં વધારો થયો છે. તેનાથી PAC ની સુસંગતતા, જવાબદારી અને કાર્યમાં પણ વધારો થયો છે.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

પીએસીની પ્રાસંગિકતા, જવાબદારી અને કાર્યમાં પણ વધારો થયો
સંસદના શિયાળુ સત્રની (Parliament Winter Session) શરૂઆતના થોડા દિવસો પહેલા લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ કહ્યું હતું કે આપણે અનુશાસનહીનતા, વિક્ષેપ, ગૃહમાં હંગામો અને રાષ્ટ્રીય સ્તરે તમામ રાજકીય પક્ષોને સ્વ-શિસ્ત વિકસાવવા માટે વધતા જતા વલણને રોકવું પડશે. જનપ્રતિનિધિઓ વચ્ચે ચર્ચા કરવી પડશે.

ઓમ બિરલાની અધ્યક્ષતામાં અખિલ ભારતીય પ્રિસાઇડિંગ ઓફિસર્સ કોન્ફરન્સમાં એક ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો, જે જણાવે છે કે રાષ્ટ્રપતિના અભિભાષણ અને તેના પર આભાર પ્રસ્તાવ દરમિયાન કોઈ દખલગીરી કરવામાં આવશે નહીં.

હિમાચલ પ્રદેશની રાજધાની શિમલામાં પ્રિસાઇડિંગ ઓફિસર્સ કોન્ફરન્સને સંબોધતા સ્પીકરે કહ્યું કે, લોકોની વધતી જતી આશાઓ અને આકાંક્ષાઓ માત્ર વિધાનસભાઓ દ્વારા જ પૂર્ણ થઈ શકે છે અને સરકારની જવાબદારી ગૃહ દ્વારા જ નક્કી કરી શકાય છે. તેમણે કહ્યું કે, જનપ્રતિનિધિઓને લોકોની આકાંક્ષાઓ પૂર્ણ કરવા માટે પ્રેરિત કરવા એ આપણી પવિત્ર ફરજ છે અને ગૃહની ગરિમા અને મર્યાદા જાળવી રાખવાની જવાબદારી આપણી છે.

 

આ પણ વાંચો : Goa Election: ભ્રષ્ટાચારના પૈસા બચાવીને મહિલાઓને 1-1 હજાર રૂપિયાની ભેટ આપવામાં આવશે, અરવિંદ કેજરીવાલે ગોવામાં કરી ઘણી મોટી જાહેરાતો

આ પણ વાંચો : 11 મહિના પછી આંદોલનકારી ખેડૂતો અને સરકાર વચ્ચે થશે વાતચીત ! બેઠકમાં 5 સભ્યોની સમિતિ લેશે ભાગ

Next Article