સંસદીય સમિતિએ Facebook અને Twitterને મોકલ્યું સમન્સ, દૂરૂપયોગ રોકવા પર થશે વાતચીત

સંસદીય સમિતિએ ફેસબુક-ટ્વિટરના અધિકારીઓને સમન્સ આપીને બોલાવ્યાં છે. સોશિયલ મીડિયાના દુરૂપયોગને રોકવા બંને પ્લેટફોર્મના અધિકારીઓને બોલાવ્યા છે.

સંસદીય સમિતિએ Facebook અને Twitterને મોકલ્યું સમન્સ, દૂરૂપયોગ રોકવા પર થશે વાતચીત
Facebook & Twitter
Hardik Bhatt

| Edited By: Bhavesh Bhatti

Jan 18, 2021 | 8:08 AM

સંસદીય સમિતિએ સોશિયલ મીડિયાના દુરૂપયોગને રોકવા માટે સોશિયલ મીડિયાના બંને પ્લેટફોર્મના અધિકારીઓને બોલાવ્યા છે. બંને કંપનીઓના અધિકારીઓએ 21 જાન્યુઆરીએ માનદ સમિતિ સમક્ષ હાજર થવું પડશે. બેઠકમાં નાગરિક અધિકારની સુરક્ષા અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મના દુરૂપયોગને રોકવા માટે વાતચીત કરવામાં આવશે. ઓક્ટોબર મહિનામાં સંસદીય સમિતિએ બન્ને સોશિયલ મિડિયા પ્લેટફોર્મના અધિકારીઓને જાણ કરી હતી. તે દરમ્યાન તેમને ડેટા પ્રોટેક્શન અને ગોપનીયતાના મામલમાં જાણકારી લેવા માટે બોલાવાયા હતાં. સંસદની સ્થાયી સમિતિએ ફેસબુક અને ટ્વિટર અધિકારીઓને સમન્સ આપીને બોલાવ્યાં છે.

બંને સોશિયલ મીડિયા પ્લેટફોર્મના અધિકારીઓ 21 જાન્યુઆરીએ સંસદની સ્થાયી સમિતિ સમક્ષ હાજર થશે. એવું માનવામાં આવે છે કે તે દરમિયાન તેઓ સોશિયલ મીડિયાનો ફાલતુમાં ઉપયોગ થવાને લઈને જે સમાધાન હોય તે તેમની કંપની તરફથી રજૂ કરી શકે છે.

ડેટા પ્રોટેક્શન અને ગોપનીયતા વિશે થશે વાત દેશમાં હવે સોશિયલ મીડિયાના દુરૂપયોગના સમાચાર આવી રહ્યા છે, જેના પર લગામ લગાવવાની માગ સતત ઉઠી રહી છે. કોંગ્રેસ પાર્ટીએ આ અંગે ચિંતા વ્યક્ત કરી હતી, ત્યારબાદ સમિતિએ તમામ પક્ષકારોને તેમનો અભિપ્રાય મેળવવા બોલાવ્યા હતા. ડેટા પ્રાઈવસીને લઈને ઉઠેલા વિવાદ બાદ સંસદની સ્થાયી સમિતિએ બંને કંપનીઓના અધિકારીઓને સમન્સ જારી કર્યા છે.

આ પહેલા ફેસબુક અને ટ્વિટર પર સમન્સ મોકલ્યું હતું આ પહેલીવાર નથી જ્યારે સંસદીય સમિતિએ ફેસબુક અને ટ્વિટરના અધિકારીઓને બોલાવ્યા છે. અગાઉ હેટ કન્ટેન્ટ કેસમાં પણ અધિકારીઓને સમન્સ મોકલવામાં આવ્યા હતા. તે સમયે આ પ્લેટફોર્મ પર પક્ષપાતી હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા. તેઓ સંસદીય સમિતિ સમક્ષ હાજર થયા હતા અને તે બાબતે પોતાનો ખુલાસો આપ્યો હતો.

આ પણ વાંચો: Bihar: મંત્રીમંડળ વિસ્તરણની તૈયારીઓ, ભાજપે નીતિશ કુમારને સોંપી ધારાસભ્યોની યાદી

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati